50 વર્ષ બાદ સર્જાયો વિપરીત રાજયોગ, આ 4 રાશિના લોકોનું ચમકી જશે ભાગ્ય, કારર્કિદી આકાશ આંબશે

Viprit Rajyog: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ ગ્રહ રાશિ કે નક્ષત્ર બદલે છે ત્યારે તેની અસર આપણા જીવન પર સૌથી વધુ પડે છે. આવો જ એક યોગ છે વિપરીત રાજયોગ જેનું 50 વર્ષ બાદ થયું છે. જેના કારણે 4 રાશિના લોકોને આકસ્મિક ધન લાભ અને કારર્કિદીમાં સફળતા પ્રાપ્ત થશે.  

50 વર્ષ બાદ સર્જાયો વિપરીત રાજયોગ, આ 4 રાશિના લોકોનું ચમકી જશે ભાગ્ય, કારર્કિદી આકાશ આંબશે

Viprit Rajyog: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ ગ્રહ રાશિ કે નક્ષત્ર બદલે છે ત્યારે તેની અસર આપણા જીવન પર સૌથી વધુ પડે છે. વ્યક્તિના જન્મથી જ તેના જીવન પર ગ્રહોનો પ્રભાવ પડવા લાગે છે. તેવામાં કેટલીક વિશેષ સ્થિતિમાં સર્જાતા યોગ વ્યક્તિનું જીવન બદલી શકે છે. આવા જ એક યોગનું નિર્માણ થયું છે જેના કારણે 4 રાશિના લોકોને આકસ્મિક ધન લાભ અને કારર્કિદીમાં સફળતા પ્રાપ્ત થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 50 વર્ષ બાદ વિપરિત રાજયોગનું નિર્માણ થયું છે. 

આ પણ વાંચો:

શાસ્ત્ર અનુસાર અત્યંત શુભ યોગોમાંથી વિપરીત રાજયોગ પણ એક છે. આ યોગ બધા જ નકારાત્મક પ્રભાવના ગ્રહ એકસાથે આવે ત્યારે સર્જાય છે. જો કોઈ જાતકની કુંડળીમાં 6, 8 કે 12માં ભાવના સ્વામી અન્ય બે ભાવમાંથી કોઈ સ્થાન પર હોય ત્યારે વિપરીત રાજયોગ બને છે. 
 

આ રાશિઓને થશે ફાયદો

મેષ રાશિ - આ રાશિના જાતકોને વિપરીત રાજયોગથી ફાયદો થશે. આ રાશિના 12 માં ભાવમાં સૂર્ય, ગુરુ અને બુધની યુતિ સર્જાઈ છે. આ સમય દરમિયાન આકસ્મિક ધન લાભ થશે. વિદ્યાર્થીઓને શુભ પરિણામ પ્રાપ્ત થશે.

સિંહ રાશિ - આ રાશિના આઠમા ભાવમાં ગુરુ અને બુધ બિરાજમાન છે અને ત્રીજા ભાવમાં શુક્ર છે. આ યોગ આવકમાં વધારો કરશે. પૈતૃક સંપત્તિથી લાભ મળશે. કારર્કિદીમાં સારી તકો પ્રાપ્ત થશે. વિદેશ યાત્રા થઈ શકે છે. 

તુલા રાશિ - વિપરીત રાજયોગ આ રાશિના જાતકો માટે વરદાન છે. આ રાશિના ત્રીજા ભાવમાં બૃહસ્પતિ છે. તેના કારણે વેપારમાં ફાયદો થશે. નોકરી કરતાં લોકોને બઢતી મળી શકે છે. નોકરીમાં સારી તકો પ્રાપ્ત થશે. રોકાણથી લાભ થશે.

મકર રાશિ - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર રાશિના જાતકો માટે પણ વિપરીત રાજયોગ શુભ સાબિત થશે. આ રાશિના લોકોની કુંડળીના ત્રીજા ભાવમાં ગુરુ, બુધ અને સૂર્ય બિરાજમાન છે. આ રાશિના લોકોના જીવનમાં વિપરીત રાજયોગ ઉત્સાહ અને ખુશીઓ ભરી દેશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news