ક્રિકેટના 'સુપરમેન', 'જેન્ટલમેન' અને 'મિસ્ટર 360' એબી ડિવિલિયર્સે લીધો સંન્યાસ
એબી ડિવિલિયર્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે. એબીડીએ આને કઠોર નિર્ણય ગણાવ્યો અને કહ્યું, તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતી લઈ રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ એબી ડિવિલિયર્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. એબી ડિવિલિયર્સે આને કઠોર નિર્ણય જણાવતા કહ્યું, આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ રહ્યો છે. તેણે એક વીડિયો સંદેશમાં કહ્યું કે, તે દક્ષિણ આફ્રિકા અને વિશ્વના ફેન્સના આભારી છે. તેમણે કહ્યું કે, તે સ્થાનિક ક્રિકેટ માટે ઉપલબ્ધ રહેશે. તેમણે કહ્યું કે, આ સંન્યાસ લેવાનો યોગ્ય સમય છે અને હવે સમય આવી ગયો છે કે યુવાનોને અવસર મળે. ડિવિલિયર્સે પોતાના સત્તાવાર એપ પર આ જાહેરાત કરી છે.
34 વર્ષીય એબી ડિવિલિયર્સે 114 ટેસ્ટ મેચ, 228 વનડે અને 78 આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ રમી છે. 114 ટેસ્ટમાં 8765 રન બનાવ્યા છે જેમાં 22 સદી અને 46 અર્ધસદીનો સમાવેશ થાય છે. તે એક શાનદાર બેટ્સમેનની સાથે એક શાનદાર વિકેટકીપર પણ હતો.
I’ve made a big decision today pic.twitter.com/In0jyquPOK
— AB de Villiers (@ABdeVilliers17) May 23, 2018
હાલમાં તે રોયલ ચેલેજર્સ બેંગલોર માટે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમ્યો હતો. જ્યાં તેની ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવવામાં ચૂકી ગઈ હતી.
2019ના વિશ્વકપ પહેલા ડિ વિલિયર્સની અચાનક નિવૃતી લેવી સાઉથ આફ્રિકા માટે વિશ્વકપ મિશનને એક ઝટકો છે. તે આગામી વર્ષે ઈંગ્લેન્ડમાં યોજાનારા વિશ્વકપ માટે આફ્રિકી ટીમનો માસ્ટર પ્લાન લાગી રહ્યો હતો.
એબીના રેકોર્ડ
એબી ડિવિલિયર્સના નામે ઘણા ખાસ રેકોર્ડ નોંધાયેલા છે. તેના નામે 31 બોલમાં વનડે સદી ફટકારવાનો રેકોર્ડ છે. તેણે 2015માં વિન્ડીઝ વિરુદ્ધ આ સિદ્ધિ મેળવી હતી. આ સિવાય વનડેમાં સૌથી ઝડપી અર્ધસદીનો રેકોર્ડ પણ તેના નામે છે. તેણે માત્ર 16 બોલમાં અર્ધસદી ફટકારીને જયસૂર્યાનો રેકોર્ડ તોડ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે