Arjun Tendulkar: રોહિત શર્મા હવે અર્જુન તેંડુલકરને નહીં આપે ચાન્સ! સામે આવ્યું ચોંકાવનારું સત્ય

Arjun Tendulkar: મુંબઈ ઈન્ડિયન્સના યુવા ઝડપી બોલર અર્જુન તેંડુલકરને આરસીબી સામેની છેલ્લી મેચમાં પણ તક મળી ન હતી. તેને સતત બેંચ પર બેસવાની ફરજ પડી રહી છે. અગાઉ, ગયા શનિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામેની મેચમાં પણ અર્જુનને પ્લેઈંગ-11માં ચાન્સ મળ્યો ન હતો..

Arjun Tendulkar: રોહિત શર્મા હવે અર્જુન તેંડુલકરને નહીં આપે ચાન્સ! સામે આવ્યું ચોંકાવનારું સત્ય

Arjun Tendulkar in Playing 11: યુવા ફાસ્ટ બોલર અર્જુન તેંડુલકરને સતત બેન્ચ પર બેસવું પડી રહ્યું છે. ધાકડ ઓપનર અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ અર્જુનને શરૂઆતમાં થોડી તકો આપી પરંતુ પછી તેને પ્લેઈંગ-11માંથી એવી રીતે બહાર કરી દીધો કે હજુ સુધી તેને ચાન્સ મળ્યો નથી..


અર્જુન તેંડુલકરને માત્ર 4 મેચમાં તક મળી હતી
રેકોર્ડ 5 વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સના યુવા ઝડપી બોલર અર્જુન તેંડુલકરને ગયા શનિવારે ચેન્નાઈ સામેની મેચમાં પણ પ્લેઈંગ-11માં તક મળી ન હતી. આ પછી, તે RCB સામેની મેચમાં પણ તકની રાહ જોતો રહ્યો. આ પહેલા રોહિતે મોહાલીમાં પંજાબ કિંગ્સ સામે પણ અર્જુનને મેદાનમાં ઉતાર્યો ન હતો. વર્તમાન સિઝનમાં અર્જુન અત્યાર સુધી માત્ર 4 મેચ રમ્યો છે.

પ્લેઇંગ-11માં કેવી રીતે ફિટ થશે અર્જુન?
રોહિત પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યો છે કે ટીમમાં કોમ્બિનેશનને લઈને પડકાર જોવા મળી રહ્યો છે.ઝડપી બોલર જોફ્રા આર્ચર મુંબઈની ટીમમાં ફિટ છે. તેમના સિવાય અરશદ ખાન, આકાશ માધવાલ અને કેમરન ગ્રીન પણ ટીમમાં છે. આ કારણે અર્જુનને તક મળી રહી નથી. વર્તમાન સિઝનમાં અર્જુને 4 મેચમાં 3 વિકેટ ઝડપી હતી. તેને 20 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો હતો.

આ પણ વાંચો:
જો તમે ટ્રેનમાં મિડલ બર્થ બુક કરાવી હોય તો ચોક્કસ જાણી લેજો આ નિયમ
બેગ પેક કરો અને નીકળી પડો! ભારતના આ પ્રવાસન સ્થળો નથી ફર્યા તો તમે કંઈ નથી ફર્યા
Lucky Stones: હાથમાં રત્નો કેમ પહેરવા જોઈએ? જાણો તેના ખાસ નિયમો અને ફાયદા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news