એશિયન ગેમ્સઃ રેસલર બજરંગ પૂનિયાએ અપાવ્યો ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ

ભારતીય રેસલર બજરંગ પૂનિયાએ ફાઇનલમાં જાપાનના તાકાતાની દાએચિને હરાવ્યો. આ 18મી એશિયન ગેમ્સમાં ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ છે. 

એશિયન ગેમ્સઃ રેસલર બજરંગ પૂનિયાએ અપાવ્યો ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ

નવી દિલ્હીઃ ભારતના સ્ટાર રેસલર અને કોમનવેલ્થ ગેમ્સના ગોલ્ડ મેડાલિસ્ટ બજરંગ પૂનિયાએ પુરૂષોની 65 કિલોગ્રામ સ્પર્ધાના ફાઇનલ મુકાબલામાં જાપાનના તાકાતાની દાઇચિને 11-8થી પરાજય આપતા 18મી એશિયન ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. 18મી એશિયન ગેમ્સમાં આ ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ છે. બીજીતરફ એશિયાડમાં બજરંગ પૂનિયાએ 2014માં સિલ્વર મેડલ જીત્યો હતો. 

સેમીફાઇનલમાં શાનદાર પ્રદર્શન
સેમીફાઇનલ મકાબલામાં બજરંગે મંગોલિયાના બાટમગનાઇ બૈટચુલુનને 10-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બજરંગે શરૂઆતથી જ આક્રમક રમત દેખાડી હતી. મંગોલિયાના ખેલાડીએ પણ વળતો પ્રહાર કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ પૂનિયાએ તેના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. 

બજરંગે એપ્રિલમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ચાર વર્ષ પહેલા ઇંચિયોન એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news