ઈંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ઝગડાના આરોપોમાંથી મુક્ત

સ્ટોક્સને બર્મિંઘમમાં પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની 31 રનની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી, તેણે બીજી ઈનિંગમાં ભારતીય કેપ્ટન કોહલી સહિત ચાર વિકેટ ઝડપી હતી. 

ઈંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ઝગડાના આરોપોમાંથી મુક્ત

બ્રિસ્ટલઃ ઈંગ્લેન્ડના ક્રિકેટર બેન સ્ટોક્સને બ્રિસ્ટલ ક્રાઉન કોર્ટમાં મંગળવારે ત્રણ કલાક કરતા ઓછા ક્રોસ એક્ઝામિનેશન બાદ જ્યૂરીએ ઝગડાના આરોપોમાં નિર્દોષ ગણાવ્યો. આ નિર્ણયનો અર્થ છે કે સ્ટોક્સ ભારત વિરુદ્ધ શનિવારથી શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. 

ઈંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટ મેચ માટે 13 સભ્યોની ટીમની સોમવારે જાહેરાત કરી હતી, પરંતુ તેની સાથે કહેવામાં આવ્યું હતું કે સ્ટોક્સની ટીમમાં પસંદગીનો નિર્ણય મામલાની સુનાવણીના પરિણામ પર નિર્ભર કરે છે. 

ગત વર્ષે સપ્ટેમ્બરમાં વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ વનડે ઈન્ટરનેશનલ મેચ રમ્યા બાદ 27 વર્ષીય સ્ટોક્સ પર બ્રિસ્ટલમાં ઝગડાનો આરોપ લાગ્યો હતો. આ મામલામાં એક અન્ય આરોપી રેયાન અલી પણ નિર્દોષ સાબિત થયો. 

સુનાવણીની શરૂઆતમાં ફરિયાદી પક્ષના વકીલે સ્ટોક્સ વિરુદ્ધ આરોપમાં ફેરફારનો પ્રયાસ કર્યો હતો પરંતુ ન્યાયાધીશે તેનાથી ઇન્કાર કરી દીધો. 

સુનાવણીની વચ્ચે સ્ટોક્સના કાનૂની ટીમે આ ક્રિકેટર વિરુદ્ધ મામલો ખતમ કરાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ન્યાયાધીશે તેનાથી પણ ઈન્કાર કરી દીધો. ન્યૂઝીલેન્ડમાં જન્મેલા સ્ટોક્સને ગત શુક્રવારે પોતાની જુબાની માટે કહ્યું હતું કે તે આ મામલામાં ઘણુ ભૂલી ગયો છે, પરંતુ નિશ્ચિત રૂપે તે મગજ પર કાબુ ગુમાવનાર વ્યક્તિમાં નથી. 

સ્ટોક્સે કહ્યું કે, તેણે હસ્તક્ષેપ કર્યો કારણ કે 28 વર્ષના અલી અને પહેલાથી જ છોડાયેલા તેના મિત્ર રેયાન હેલે સમલૈંગિક વ્યક્તિઓ વિલિયમ ઓકોનોર અને કાઈ બૈરી પર કથિત રીતે આપત્તિજનક ટિપ્પણી કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news