ગરીબી અને ભૂખમરીના કારણે આ ક્રિકેટરનું થયું મૃત્યુ, દેશ માટે રમ્યા માત્ર 7 ટેસ્ટ મેચ

Bill Brockwell: આજે એટલે કે 21 જાન્યુઆરીએ બ્રોકવેલનો જન્મદિવસ છે. તેમનો જન્મ 21 જાન્યુઆરી 1865માં સરેમાં થયો હતો. બિલ બ્રોકવેલ ઈંગ્લેન્ડ માટે 1893થી 1899 સુધી રમ્યા. આ 6 વર્ષમાં તેમણે 7 ટેસ્ટ રમી હતી. તે ઓલરાઉન્ડર હતા, તેમની પાસે બોલ અને બેટ બંનેથી પોતાનો દમ બતાવતા હતા.

ગરીબી અને ભૂખમરીના કારણે આ ક્રિકેટરનું થયું મૃત્યુ, દેશ માટે રમ્યા માત્ર 7 ટેસ્ટ મેચ

England cricketer: ક્યારેક જે થતુ હોય છે તે દેખાતું નથી અને જે દેખાય છે તે થતું નથી. આ જ છે ક્રિકેટર બિલ બ્રોકવેલના જીવનનું સત્ય. બિલ બ્રોકવેલ એક અદભૂત ઓલરાઉન્ડર હતા. અને એક ઝીંદાદીલ વ્યક્તિ હતા. પરંતુ  આ તેમના જીવનની સફરનો માત્ર એક ભાગ છે. જે ખૂબ જ સીધો હતો. પરંતુ, જો વાત બીજા ભાગની કરીએ તો બીજો ભાગ એટલો જ પીડાદાયક હતો. તેમની પાસે રહેવા માટે કોઈ ઘર નહોતું. ખાવા માટે કઈ નહોતું માત્ર ગરીબી, ભૂખ અને તકલીફ હતી. ક્રિકેટ છોડ્યા પછી બદતર જીવનના કારણે બ્રોકવેલનું મૃત્યુ થયું.

આજે એટલે કે 21 જાન્યુઆરીએ બ્રોકવેલનો જન્મદિવસ છે. તેમનો જન્મ 21 જાન્યુઆરી 1865માં સરેમાં થયો હતો. બિલ બ્રોકવેલ ઈંગ્લેન્ડ માટે 1893થી 1899 સુધી રમ્યા. આ 6 વર્ષમાં તેમણે 7 ટેસ્ટ રમી હતી. તે ઓલરાઉન્ડર હતા, તેમની પાસે બોલ અને બેટ બંનેથી પોતાનો દમ બતાવતા હતા.

આ પણ વાંચો: ઉર્ફીની ખોટી બૂમો શું પાડો છો! 90 ના દાયકાનું આ ફોટોશૂટ જોશો તો લાજીને ધૂળ થઇ જશો...
આ પણ વાંચો: રૂમની લાઇટ બંધ કરીને અવનીત કૌરે આપ્યા બોલ્ડ પોઝ, લોકો એકલામાં જોઈ રહ્યાં છે તસવીરો
આ પણ વાંચો:
 3 બાળકોની માતા છે આ હોટ બિકિની મોડલ, તસવીરો જોઇ ઉંમરનો અંદાજો નહી લગાવી શકો
આ પણ વાંચો: અભિનેત્રીનો અનુભવ: 'ડાયરેક્ટરે સીન માટે પેટીકોટ ઉતરાવ્યો, 90 લાખ લોકોએ જોયો હતો સીન

ઈંગલેન્ડ માટે રમી 7 ટેસ્ટ, 202 રન, 5 વિકેટ
બિલ બ્રોકવેલે પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરની શરૂઆત 24 ઓગસ્ટ 1893ના રોજ કરી. તેઓએ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે સંપૂર્ણ કારકિર્દીમાં 7 ટેસ્ટ રમીને 202 રન બનાવ્યા અને 5 વિકેટ લીધી. ટેસ્ટ કારકિર્દીમાં તેમનો સર્વોચ્ચ સ્કોર 49 રન હતો. જ્યારે તેમણે 33 રનમાં 3 વિકેટ લઈને બોલર તરીકે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આ પહેલા બિલે વર્ષ 1886માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે 357 ફર્સ્ટ ક્લાસ મેચ રમી જેમાં 13 હજાર 285 રન બનાવ્યા અને 553 વિકેટ લીધી હતી.

15 વર્ષ બેઘર, પછી ગરીબી અને અંતે ભૂખથી મૃત્યુ
આ છે બ્રોકવેલના ક્રિકેટ કરિયરની વાતો. પરંતુ, જ્યારે તેમણે ક્રિકેટ છોડ્યું પછીની વાતો કંઈક અલગ જ છે. ક્રિકેટમાંથી નિવૃત્તી લીધા પછી તેને પાઈ પાઈના મહોતાજ થઈ ગયા. જીવનના છેલ્લા 15 વર્ષમાં તેમની હાલત એવી હતી કે રહેવા માટે ઘર પણ નહોતું. ગરીબી અને ભૂખમરીએ એવી હાલત કરી નાખી હતી કે ખાવા માટે પણ ફાંફાં મારવા પડતા હતા. અને, જ્યારે વર્ષ 1935માં 70 વર્ષની વયે ગરીબી અને ભૂખમરીના કારણે તેમનું નિધન થયું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news