IPL 2018: દિલ્હીએ બગાડ્યો મુંબઈનો ખેલ, 11 રને હરાવીને ટૂર્નામેન્ટમાંથી કર્યું આઉટ

આઈપીએલની 11મી સીઝનની પ્લેઓફમાં પહોંચવાનું મુંબઈનું સપનું દિલ્હીએ તોડી નાખ્યું છે. 

IPL 2018: દિલ્હીએ બગાડ્યો મુંબઈનો ખેલ, 11 રને હરાવીને ટૂર્નામેન્ટમાંથી કર્યું આઉટ

નવી દિલ્હીઃ દિલ્હી ડેયરડેવિલ્સે મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ સીઝન 11ના 55માં મેચમાં 11 રને હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું છે. દિલ્હીએ ફિરોજશાહ કોટલા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 174 રન બનાવ્યા હતા. મુંબઈને જીતવા માટે 175 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં મુંબઈની ટીમ 19.3 ઓવરમાં 163 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. આ સાથે મુંબઈ ઈન્ડિયન્સની સફર આઈપીએલ 2018માં સમાપ્ત થઈ ગઈ છે. આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ વખત છે કે મુંબઈની ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી છે. 

175 રનનો લક્ષ્ય હાસિલ કરવા ઉતરેલી મુંબઈને પ્રથમ ઓવરમાં ઝટકો લાગ્યો હતો. સંદીપ લામિછાનેએ સૂર્યકુમાર યાદવને આઉટ કર્યો હતો. તે 12 રન બનાવી આઉટ થયો. ત્યારબાદ ઈશાન કિશન 5, પોલાર્ડ 7 રન બનાવી આઉટ થયા હતા. ઈયાન લુઈશ 31 બોલમાં ચાર સિક્સ અને 3 ફોરની મદદથી 48 રન બનાવી આઉટ થયો હતો. રોહિત શર્મા 13, કૃણાલ પંડ્યા 4 રન બનાવી આઉટ થયા હતા. હાર્દિક પંડ્યાએ શાનદાર શોટ ફટકાર્યા પરંતુ તે પણ મિશ્રાની બોલિંગમાં 27 રન બનાવી આઉટ થયો હતો. અંતમાં બેન કટિંગે ટીમને જીતાડવા માટે ભરપૂર પ્રયત્ન કર્યા હતા. અંતિમ ઓવરમાં મુંબઈને જીતવા માટે 18 રનની જરૂર હતી. કટિંગે પ્રથમ બોલે સિક્સ ફટકારી હતી. પરંતુ બીજા બોલે આઉટ થતા મુંબઈની બાકી રહેલી આશા પણ પૂરી થઈ ગઈ હતી. કટિંગે 20 બોલમાં 37 રન બનાવ્યા હતા. 

દિલ્હી તરફથી અમિત મિશ્રાએ 19 રન આપીને ત્રણ તથા સંદીપ લામિછાનેએ 36 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય હર્ષિલ પટેલને પણ ત્રણ સફળતા મળી હતી. 

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ પંતના 64 રનની મદદથી 20 ઓવરમાં 174 રન બનાવ્યા હતા. પંતે 4 ફોર અને ચાર સિક્સ ફટકારી હતી. 

ગ્લેન મેક્સવેલે 22 તથા અભિષેક શર્માએ અણનમ 15 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી બુમરાહ, કૃણાલ, મયંકને એક-એક સફળતા મળી હતી. દિલ્હીનો બેટ્સમેન પૃથ્વી શો રનઆઉટ થયો હતો. 

અંતમાં વિજય શંકરે 30 બોલમાં અણનમ 43 રન બનાવ્યા હતા. શંકરે ચોથી વિકેટ માટે 64 રનની ભાગીદારી કરી હતી. 

પૃથ્વી શો પોતાની ભૂલ દ્વારા 12 રન બનાવીને રનઆઉટ થયો હતો. ત્યારબાદ મેક્સવેલ 22 રન બનાવી આઉટ થયો હતો. કેપ્ટન અય્યર ફરી નિષ્ફળ રહ્યો અને માત્ર 6 રન બનાવી આઉટ થયો હતો. દિલ્હીએ 10 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 83 રન બનાવ્યા હતા. 

પાવરપ્લેમાં ટીમ બે વિકેટ ગુમાવીને 46 રન બનાવી શકી હતી. પંતે ફરી એક વખત શાનદાર બેટિંગ કરીને ટીમને એક મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news