પાકિસ્તાનની હેટ્રિક હાર, શોએબ અખ્તરે કહ્યું- બોલરોએ ફરી નિરાશ કર્યાં

પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ઈંગ્લેન્ડ વિરુદ્ધ અહીં પાંચ મેચોની સિરીઝનો ચોથો મેચ ગુમાવ્યા બાદ ટીમની બોલિંગને લઈને નારાજગી વ્યક્ત કરી છે. 

પાકિસ્તાનની હેટ્રિક હાર, શોએબ અખ્તરે કહ્યું- બોલરોએ ફરી નિરાશ કર્યાં

લંડનઃ પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ઈંગ્લેન્ડ વિરુદ્ધ અહીં પાંચ મેચોની સિરીઝના ચોથા વનડે મેચમાં પાકિસ્તાન હાર્યા બાદ ટીમની બોલિંગ પર નારાજગી વ્યક્ત કરી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને નિર્ધારિત 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 340 રન બનાવ્યા હતા. 

ઈંગ્લેન્ડે 49.3 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. અખ્તરે મુકાબલા બાદ ટ્વીટ કર્યું, 'પાકિસ્તાન એકવાર ફરી 300થી વધુ રનનો લક્ષ્ય બચાવી ન શક્યું.' બોલરોએ ફરી નિરાશ કર્યાં. 

— Shoaib Akhtar (@shoaib100mph) May 17, 2019

પાકિસ્તાન તરફથી બાબર આઝમે શાનદાર 115 રન ફટકાર્યા હતા. બોલિંગમાં મોહમ્મદ સરનૈન અને ઇમાન વસીમે બે-બે તથા જુનિદ ખાન, મલિક અને હસન અલીએ એક-એક વિકેટ ઝડપી હતી. 

આ જીત બાદ ઈંગ્લેન્ડે પાંચ મેચોની સિરીઝમાં 3-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news