ENG vs IND: ઓવલમાં હાર બાદ ડરી ઈંગ્લેન્ડ ટીમ, અંતિમ ટેસ્ટ માટે આ ખેલાડીઓને ટીમમાં કર્યા સામેલ

ભારત સામે 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી અંતિમ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. આ ટીમમાં જોસ બટલર અને જેક લીચની વાપસી થઈ છે. 

ENG vs IND: ઓવલમાં હાર બાદ ડરી ઈંગ્લેન્ડ ટીમ, અંતિમ ટેસ્ટ માટે આ ખેલાડીઓને ટીમમાં કર્યા સામેલ

લંડનઃ લંડનના ઓવલ ટેસ્ટમાં સારી સ્થિતિમાં હોવા છતાં ભારત વિરુદ્ધ મેચ ગુમાવનારી ઈંગ્લેન્ડ ટીમે માન્ચેસ્ટરમાં રમાનાર પાંચમી અને અંતિમ ટેસ્ટ માટે વિકેટકીપર બેટ્સમેન જોસ બટલર અને સ્પિનર જેક લીચને ટીમમાં સામેલ કર્યા છે. આ સિવાય સેમ બિલિંગ્સને ટીમમાંથી રિલીઝ કરી દેવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ ઓલ્ડ ટ્રેફર્ડમાં શુક્રવારથી શરૂ થનાર નિર્ણાયક મુકાબલા પહેલા ટેસ્ટ સિરીઝમાં 1-2થી પાછળ છે. 

સ્પિન ઓલરાઉન્ડર મોઇન અલીની સાથે ઈંગ્લેન્ડને બીજો સ્પિન વિકલ્પ આપનાર લીચે શ્રીલંકા અને ભારતના પ્રવાસ પર છ મેચોમાં 28 વિકેટ લીધા બાદ માર્ચથી કોઈ ટેસ્ટ રમી નથી. તેણે અત્યાર સુધી 16 ટેસ્ટ રમી છે અને 62 વિકેટ જડપી છે. બટલરની વાત કરીએ તો તે પોતાના બીજા બાળકના જન્મને કારણે ભારત સામે ચોથી ટેસ્ટ મેચ રમી શક્યો નહીં. હવે અંતિમ ટેસ્ટમાં બટલરની વાપસી થવાની છે. બટલર અંતિમ ટેસ્ટમાં વાઇસ કેપ્ટનના રૂપમાં પોતાની જગ્યા હાસિલ કરી લેશે એટલે જોની બેયરસ્ટો કે ઓલી પોપમાંથી એક બહાર થઈ જશે. 

— ICC (@ICC) September 7, 2021

પાંચમી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ આ પ્રકારે છેઃ જો રૂટ (કેપ્ટન), રોરી બર્ન્સ, હસીમ હમીદ, ઓલી પોપ, જોની બેયરસ્ટો, જોસ બટલર, ડેન લોરેન્સ, મોઇન અલી, ક્રિસ વોક્સ, ક્રેગ ઓવર્ટન, ઓલી રોબિન્સન, જેમ્સ એન્ડરસન, માર્ક વુડ, સેમ કરન અને જેક લીચ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news