11 વર્ષમાં પ્રથમ વખત રોનાલ્ડો અને લિયોનેલ મેસી વગર થશે એલ-ક્લાસિકો

સ્પેનિશ લીગ લા લીગમાં રિયલ મેડ્રિડ અને એફસી બાર્સિલોનાની વચ્ચે યોજાવનરી મેચને એલ-ક્લાસિકો કહેવામાં આવે છે. રિયલ અને બાર્સિલોનાની વચ્ચે આ 238મી મેચ થશે.

11 વર્ષમાં પ્રથમ વખત રોનાલ્ડો અને લિયોનેલ મેસી વગર થશે એલ-ક્લાસિકો

નવી દિલ્હી: ક્લબ ફૂટબોલ 2007 પછી પ્રથમ વખત રવિવારે એવું બનશે કે જ્યારે બે દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસી એલ-ક્લાસિકો ગેમમાં આમને સામને જોવા મળશે નહીં. સ્પેનિશ લીગ લા લીગમાં રિયલ મેડ્રિડ અને એફસી બાર્સિલોનાની વચ્ચે યોજાવનરી મેચને એલ-ક્લાસિકો કહેવામાં આવે છે. રિયલ અને બાર્સિલોનાની વચ્ચે આ 238મી મેચ થશે. તેમાં રિયલ 95 અને બાર્સિલોનાએ 93 મેચ જીતી છે. ભારતમાં એલ-ક્લાસિકો મેચનું પ્રસારણ સોની નેટ્વર્ક્સની ચેનલ પર આવશે. આ મેચ ભારતીય સમય પ્રમાણે રાત્રે 8:45 વાગે શરૂ થવાની છે.

પોર્ટુગલના રોનાલ્ડો 9 વર્ષ સુધી રિયલ મેડ્રિડમાં રહ્યા બાદ 2018-2019 સીઝનની શરૂઆત પહેલાથી જ ઈટાલિયન ક્લબ જુવેન્ટસમાં શામેલ થઇ ગયો છે. જ્યારે એર્જેટીનાનો મેસી ગત લીગ મેચમાં સેવિલાની સામે ઇજાગ્રસ્ત થવાના કારણે રવિવારે આ ટીમમાં ભાગ લેશે નહી.

રોનાલ્ડો અને મેસીએ ગત 10 વર્ષથી તેમની રમતથી દુનિયામાં પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. ભારતની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ વિશ્વ સ્તરીય નથી અને દેશમાં ફુટબોલ ક્લબ પણ અત્યારે શરૂઆતના ચરણમાં છે. તેમ છતાં અહીંયા રોનાલ્ડો અને મેસી ખુબ જ ફેમસ છે. આ બન્નેના કારણે ભારતમાં સ્પેનિશ લીગની લોકપ્રિયતા વધી રહી છે. ભારતમાં ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઇપીએલ)ના મોટા પ્રમાણમાં દર્શકો છે, પરંતુ ગત 10 વર્ષમાં આ બન્ને ખેલાડીઓના કારણે દેશમાં સ્પેનિશ લીગને પણ એક અલગ ઓળખ મળી છે.

આ ઉપરાંત, સ્પેનિશ કોચ પેપ ગાર્ડિયોલા દ્વારા શોધ કરાયેલ ટીકી-ટાવા (શોર્ટ પેસેજની પ્લેઇંગ સ્ટાઇલ)ને જ્યાં એક તરફ બાર્સિલોનાને સફળતાના શિખર પર પહોચાડી છે. ત્યારે બીજીબાજુ ભારતમાં દર્શકોને સ્પેનિશ ફુટબોલના ફેન બનાવી દીધા છે. લીગની લોકપ્રિયતા હોવાના કારણે આંદ્રેસ ઇનિએસ્તા, ગારેથ બેલ,. લુઇશ સુઆરેજ અને સર્ઝિયો રામોસ પણ ભારતીય દર્શકોના પસંદગીના ખેલાડીઓ છે.

Cristiano Ronaldo Reuters

( ઈટાલિયન ક્લબ જુવેન્ટસ માટે રમી રહ્યો છે., ફોટો સાભાર: Reuters)

તો શું રાનાલ્ડો અને મેસીના ના હોવાની અસર એલ-ક્લાસિકોની લોકપ્રિયતા પર પડશે? રિયલ મેડ્રિડ માટે રમી ચુકેલા ઇંગ્લેન્ડના સ્ટીવ મેકમેનામન આ નથી માનતો. તેણે કહ્યું કે, આ મેચ માત્ર રોનાલ્ડો અને મેસી માટે નથી. આ રમત લુકા મોદ્રિચના ગોલ માટે છે. આ મેચ ગારેથ બેલની બાયસાયકલ કિક માટે છે. ઘણી ટીમ છે, જે આ બન્ને ટીમો જેવી બનાવા માંગે છે અને આ મેચ દુનિયાની સૌથી મોટી મેચ છે.

આ વખતે આ મેચ એટલા માટે ખાસ છે કેમકે લીગમાં બન્ને ટીમોને શરૂઆતથી સખત ટક્કર મળી છે. બાર્સિલોનાની ટીમ 18 પાઇન્ટની સાથે ગોલ અંતના આધાર પર રહેલા નંબર પર છે, જ્યારે નવા કોચ જુલેન લોપેટીગ્યુઇના માર્ગદર્શનમાં રિયલ સાતમાં સ્થાન પર છે. રિયલના કુલ 14 પોઇન્ટ છે. યૂરોપીન ચેમ્પિયન રિયલનું પ્રદર્શન સીઝનની શરૂઆત ખરાબ રહી છે. રિયલ મેડ્રિડને એક એવા ખેલાડી (રોનાલ્ડો)ની જરૂરીયાત વર્તાઇ રહી છે, જેણે ક્લબ માટે કુલ 450 ગોલ માર્યા હોય અને 15 ટ્રોફી જીતી હોય.

રિયલ મેડ્રિડ વિપક્ષી ટીમના ગોલ બોક્સ સુધી તો બોલ પહોંચાડવામાં સફળ રહી છે પરંતુ તેને ગોલમાં બદલવામાં ટીમને કંઇ ખાસ સફળતા મળી રહી નથી. જો કે ગારેથ બેલ સ્વસ્થ થયા પછી ટીમ હવે વિપક્ષી ટીમો માટે વધારે ખતરનાક સાબીત થશે. ડિફેન્ડર માર્સેલો પર પણ ડિફેન્સની સાથે કાઉન્ટર એટક પર આક્રામક રમત દેખાળવાનું દબાણ હશે. રામોસ અને રાફેલ વરાન પણ ગત કેટલીક મેચમાં કરેલી તેમની ભૂલોનું ફરી પુનરાવર્તન કરવા ઇચ્છશે નહીં. 
(ઇનપુટ આઇએએનએસ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news