World Cup: આજથી ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ, અમદાવાદમાં પહેલી મેચ, જાણો ટીમ ઈન્ડિયાનું શિડ્યૂલ

World Cup 2023: આજથી આઇસીસીનો ક્રિકેટ વનડે વર્લ્ડકપ 2023 શરૂ થઇ રહ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ ટૂર્નામેન્ટની ઓપનિગ મેચ રમાશે. આ વખતે ટીમની કેપ્ટનશીપ રોહિત શર્માના હાથમાં છે. વર્લ્ડ કપમાં આજે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થશે પહેલી ટક્કર.

World Cup: આજથી ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ, અમદાવાદમાં પહેલી મેચ, જાણો ટીમ ઈન્ડિયાનું શિડ્યૂલ

ICC World Cup 2023: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની પ્રથમ મેચ રમાશે. ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જામશે જંગ. આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની પહેલી મેચ રમાશે. ગત વખતની ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને રનરઅપ ન્યુઝીલેન્ડ વચ્ચે બપોરે 2 વાગ્યાથી મેચ શરૂ થશે. આ વખતે ટુર્નામેન્ટમાં ઘણા ફેરફારો થયા. સૌથી ખાસ વાત એ છે કે પહેલી વાર સંપૂર્ણ વન-ડે વર્લ્ડ કપ ભારતમાં રમાશે. ટીમ ઈન્ડિયા 8 ઓક્ટોબરે ચેન્નઈથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાના મિશનની શરૂઆત કરશે. આ વર્ષના વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શિડ્યૂલ શું છે અને આ વખતે કયા ખેલાડીઓને વર્લ્ડકપમાં રમવાની તક મળી છે.

આ વર્ષના વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે થશે. ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નઈમાં પ્રથમ મેચ રમ્યા બાદ ભારતીય ટીમ સીધી દિલ્હી જવા રવાના થશે. જ્યાં તેને 11 ઓક્ટોબરે અફઘાનિસ્તાનનો સામનો કરવાનો છે. આ પછી સૌથી મોટી મેચ એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

 

We wish Axar a speedy recovery 👍 👍#TeamIndia's final squad for the ICC Men's Cricket World Cup 2023 is here 🙌#CWC23 pic.twitter.com/aejYhJJQrT

— BCCI (@BCCI) September 28, 2023

 

જાણો ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ કપનું ટાઈમ ટેબલ-
8-ઓક્ટોબરઃ ભારત અને ઓસ્ટ્રેલિયા, ચેન્નઇ, બપોરે બે વાગ્યે

11-ઓક્ટોબરઃ ભારત અને અફઘાનિસ્તાન, દિલ્હી, બપોરે બે વાગ્યે

14-ઓક્ટોબરઃ ભારત અને પાકિસ્તાન, અમદાવાદ, બપોરે બે વાગ્યે

19-ઓક્ટોબરઃ ભારત અને બાંગ્લાદેશ, પૂણે, બપોરે બે વાગ્યે

22-ઓક્ટોબરઃ ભારત અને ન્યૂઝિલેન્ડ, ધર્મશાલા, બપોરે બે વાગ્યે

29-ઓક્ટોબરઃ ભારત અને ઇગ્લેન્ડ, લખનઉ, બપોરે બે વાગ્યે

2- નવેમ્બરઃ ભારત અને શ્રીલંકા, મુંબઇ, બપોરે બે વાગ્યે

5-નવેમ્બરઃ ભારત અને સાઉથ આફ્રિકા, કોલકત્તા, બપોરે બે વાગ્યે

12-નવેમ્બરઃ ભારત અને નેધરલેન્ડ, બેંગલુરુ, બપોરે બે વાગ્યે

ભારતીય ટીમ 19 સપ્ટેમ્બરે પુણેમાં બાંગ્લાદેશ સામે રમતા જોવા મળશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પણ મોટી ટક્કર થશે. જે 22મી ઓક્ટોબરે ધર્મશાળામાં રમાવાની છે. ભારત અને ઈંગ્લેન્ડની ટીમો 29 ઓક્ટોબરે લખનઉંમાં રમશે. 2 નવેમ્બરે ભારતીય ટીમ મુંબઈમાં શ્રીલંકા સામે ટકરાશે. 5 ઓક્ટોબરે ભારતીય ટીમ કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. ભારતીય ટીમની છેલ્લી એટલે કે નવમી મેચ બેંગલુરુમાં નેધરલેન્ડ સામે રમાશે. તે 12મી નવેમ્બર એટલે કે દિવાળીના દિવસે રમવામાં આવશે.

 ફાઈનલ મેચ 19 નવેમ્બરના રોજ બપોરે બે વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે પ્રથમ સેમિફાઇનલ મેચ 15 નવેમ્બર વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ ખાતે જ્યારે બીજી સેમિફાઇનલ મેચ 16 નવેમ્બરના રોજ ઈડન ગાર્ડન્સ, કોલકાતામાં બપોરે બે વાગ્યે રમાશે.

ODI વર્લ્ડકપ 2023માં ટીમ ઈન્ડિયાની તમામ મેચો ડે નાઈટની હશે, જે 2 વાગ્યે શરૂ થશે, ટૉસ તેના અડધો કલાક પહેલા એટલે કે 1.30 વાગ્યે થશે. રોહિત શર્મા પ્રથમ વખત વર્લ્ડકપમાં કેપ્ટનશીપ કરી રહ્યો છે. વિરાટ કોહલી, કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી જેવા ખેલાડીઓ છે જે આ પહેલા વર્લ્ડકપમાં ભારતીય ટીમ માટે રમી ચૂક્યા છે. તેમાં શુભમન ગિલ, ઈશાન કિશન જેવા ખેલાડીઓ પણ છે જેઓ પહેલીવાર વર્લ્ડકપ રમતા જોવા મળશે. અગાઉ અક્ષર પટેલ પણ આ વર્ષે વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતો, પરંતુ જ્યારે એશિયા કપ દરમિયાન તેને ઇજા થતા આર.અશ્વિનનો તેના સ્થાને ટીમમાં સમાવેશ કરાયો છે.

ભારતીય ટીમ-
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કે.એલ. રાહુલ (વિકેટ કિપર), ઇશાન કિશન (વિકેટ કિપર), સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડયા (વાઇસ કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, આર. અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news