B'day Special: જાણો ઝહીર ખાનના કરિયરની કેટલિક ખાસ યાદો

વર્ષ 2000મા આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીથી કેન્યા વિરુદ્ધ વનડે ક્રિકેટથી પોતાના આંતરરાષ્ટ્રીય સફરની શરૂઆત કરનાર ઝહીરે પોતાની ઇનસ્વિંગની મદદથી 14 વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રાજ કર્યું.
 

B'day Special: જાણો ઝહીર ખાનના કરિયરની કેટલિક ખાસ યાદો

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન આજે પોતાનો 41મો જન્મદિવસ મનાવી રહ્યો છે. આ લેફ્ટઆર્મ ફાસ્ટ બોલરે લાંબા સમય સુધી ટીમમાં રહ્યાં દરમિયાન ટીમ ઈન્ડિયાને ઘણી યાદગાર જીત અપાવી છે. આવો તેના વિશે જાણીએ કેટલિક અજાણી વાતો.. 

વર્ષ 2000મા આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીથી કેન્યા વિરુદ્ધ વનડે ક્રિકેટથી પોતાના આંતરરાષ્ટ્રીય સફરની શરૂઆત કરનાર ઝહીરે પોતાની ઇનસ્વિંગની મદદથી 14 વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રાજ કર્યું. તેણે કુલ 92 ટેસ્ટ, 200 વનડે અને 17 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ટેસ્ટ મેચમાં તેણે 311 અને વનડેમાં 282 વિકેટ ઝડપી, જ્યારે ટી20 આંતરરાષ્ટ્રીયમાં તેના નામે 17 મેચોમાં 17 વિકેટ છે. 

જ્યારે ડાબા હાથના બેટ્સમેનોને બોલિંગ કરતો હતો ત્યારે ઝહીર હંમેશા સફળ રહેતો હતો. ઝહીરે 237 વખત ડાબા હાથના બેટ્સમેનોને આઉટ કર્યાં છે. લેફ્ટહેન્ડરને આઉટ કરવાની યાદીમાં તે ત્રીજા ક્રમે છે. આ મામલામાં તેનાથી આગળ શ્રીલંકાનો દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરન (325) અને આફ્રિકાનો શોન પોલક (252)નું નામ છે. 

ઝહીરે આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ, શ્રીલંકાના દિગ્ગજ કુમાર સાંગાકારા, સનથ જયસૂર્યા અને ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન રહેલા મેથ્યૂ હેડનને ટેસ્ટ કરિયરમાં 10થી વધુ વખત આઉટ કર્યાં છે. 

વનડે ક્રિકેટની વાત કરવામાં આવે તો આ લિસ્ટમાં પણ તે ભારતનો ચોથો સૌથી સફળ બોલર છે. ઝહીરે 200 વનડે મેચોમાં 282 વિકેટ ઝડપી છે. તેનાથી આગળ અનિલ કુંબલે (334) વિકેટ, જવાગલ શ્રીનાથ (315) અને અજીત અગરકર (288) વિકેટ છે. 

ઝહીર ખાને વિશ્વ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. 2003 અને 2011 ઝહીર ખાન માટે શાનદાર વિશ્વકપ રહ્યાં. 2003મા ટીમ ઈન્ડિયા રનર્સઅપ અને 2011મા ટીમ ચેમ્પિયન બની હતી. વિશ્વકપ ઈતિહાસમાં ઝહીરે કુલ 44 વિકેટ ઝડપી છે. વિશ્વકપમાં સૌથી વધુ વિકેટ ઝડપનારામાં તે પાંચમાં સ્થાને રહ્યો અને ભારતીયોમાં સૌથી આગળ છે. 

23 નવેમ્બર 2017ના ઝહીર ખાને સાગરિકા ઘાટગે સાથે લગ્ન કર્યાં હતા. સાહરિકા બોલીવુડ અભિનેત્રી છે અને તે ઈન્દોરના શાહી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. 

બેટિંગના મામલામાં પણ ઝહીર ખાને સારૂ પ્રદર્શન કર્યું હતું. વનડે ક્રિકેટમાં તેણે ઝિમ્બાબ્વેના હેનરી ઓલાંગાની ઓવરમાં ચાર છગ્ગા ફટકાર્યા હતા. આ તેની યાગદાર ઈનિંગ છે. તેણે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયર દરમિયાન ટેસ્ટમાં 1231 અને વનડેમાં 792 રન બનાવ્યા હતા. ટી20 ક્રિકેટમાં તેના નામે માત્ર 13 રન છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news