આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીના 11 વર્ષ, જુઓ તેના 11 ખાસ રેકોર્ડ્સ

ક્રિકેટની પિચ પર વિરાટ કોહલી સૌથી ઝડપી દોડી રહ્યો છે. રવિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેને રમતા 11 વર્ષ પૂરા કરી લીધા છે. વિરાટે એક ટ્વીટના માધ્યમથી પોતાની આ શાનદાર સફરને યાદ કરી છે. 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીના 11 વર્ષ, જુઓ તેના 11 ખાસ રેકોર્ડ્સ

નવી દિલ્હીઃ ક્રિકેટની પિચ પર વિરાટ કોહલી સૌથી ઝડપી દોડી રહ્યો છે. રવિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેને રમતા 11 વર્ષ પૂરા કરી લીધા છે. વિરાટે એક ટ્વીટના માધ્યમથી પોતાની આ શાનદાર સફરને યાદ કરી છે. પોતાના કરિયરની પ્રથમ આંતરરાષ્ટ્રીય ઈનિંગમાં વિરાટ ભલે માત્ર 12 રન બનાવીને આઉટ થયો હોય પરંતુ જ્યારે એકવાર તેણે આંતરારષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના મૂળીયા મજબૂત બનાવ્યા ત્યારબાદ પાછુ વળીને જોયું નથી. વિરાટના 11 વર્ષના અવસર પર જુઓ વિરાટના 11 ખાસ રેકોર્ડ... 

વનડેમાં લક્ષ્યનો પીછો કરતા સર્વાધિક સદી- 26: વનડે ક્રિકેટમાં લક્ષ્યનો પીછો કરતા વિરાટ કોહલી વિરોધી ટીમો માટે સૌથી વધુ ખતરનાક બેટ્સમેન બની જાય છે. અત્યાર સુધી 131 વાર ટારગેટનો પીછો કરવા ઉતર્યો છે અને તેણે આ દરમિયાન 26 સદી ફટકારી છે. 

વનડેમાં લક્ષ્યનો પીછો કરતા સર્વાધિક વિજયી સદી- 22: લક્ષ્યનો પીછો કરતા વિરાટ માત્ર સદી ફટકારતો નથી પરંતુ પોતાની ટીમને જીત પણ અપાવે છે. આ 26 સદીમાં ટીમ ઈન્ડિયાએ 22 વખત જીત મેળવી છે. 

T20Iમા સર્વાધિક અડધી સદી 21
દરેક ફોર્મેટમાં માસ્ટર ખેલાડી વિરાટ કોહલી ટી20 આંતરરાષ્ટ્રીયમાં પણ ઓછો નથી. ક્રિકેટના આ નાના ફોર્મેટમાં વિરાટે સૌથી વધુ 21 અડધી સદી ફટકારી છે. 

ટેસ્ટમાં સર્વાધિક બેવડી સદી ફટકારનાર કેપ્ટન-6
ટેસ્ટ ક્રિકેટમાં પણ તે ચેમ્પિયન બેટ્સમેન છે. તેણે પોતાની પ્રથમ બેવડી સદી કેપ્ટન બન્યા બાદ ફટકારી અને અત્યાર સુધી તે 6 બેવડી સદી ફટકારી ચુક્યો છે. આમ કરનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે. 

કેપ્ટન તરીકે પ્રથમ 3 ઈનિંગમાં 3 સદી
વર્ષ 2014મા વિરાટે કેપ્ટન તરીકે પ્રથમવાર ટેસ્ટ ટીમની કમાન સંભાળી હતી તો તેણે કેપ્ટન તરીકે પ્રથમ ટેસ્ટની બંન્ને ઈનિંગમાં સદી ફટકારી હતી. ત્યારબાદ આગામી ટેસ્ટમં સદી ફટકારીને સતત ત્રણ ઈનિંગમાં સદી ફટકારવાનું કારનામુ કર્યું હતું. વિશ્વમાં આમ કરનાત વિરાટ એકમાત્ર કેપ્ટન છે. 

વનડેમાં સૌથી ઝડપી 10 હજાર રન
વનડે ફોર્મેટમાં વિરાટ કોહલી સૌથી ઝડપી 10 હજાર રન પૂરા કરનાર બેટ્સમેન છે. તેણે પોતાના કરિયરની 205મી વનડે ઈનિંગમાં સચિન તેંડુલકર (259 ઈનિંગ)નો રેકોર્ડ તોડ્યો હતો. 

સતત 3 વર્ષ 1000+ ટેસ્ટ રન બનાવનાર કેપ્ટન
કેપ્ટન બન્યા બાદ વિરાટ કોહલીના પ્રદર્શનમાં સતત સુધાર થયો છે. તેણે સતત ત્રણ વર્ષ એક કેલેન્ડર વર્ષમાં 1000થી વધુ ટેસ્ટ રન પોતાના નામે કર્યાં છે. વિરાટે વર્ષ 2016, 2017 અને 2018મા આ સિદ્ધિ પોતાના નામે કરી હતી. 

એકમાત્ર ટેસ્ટ બેટ્સમેન
સતત 4 સિરીઝમાં 4 બેવડી સદી
ટેસ્ટ ક્રિકેટમાં છ બેવડી સદી ફટકારનાર વિરાટ કોહલીએ 4 સિરીઝમાં 4 વખત બેવડી સદી ફટકારી હતી. વિશ્વમાં માત્ર વિરાટ કોહલીના નામે આ રેકોર્ડ છે. આ પહેલા રેકોર્ડ 3 સિરીઝમાં 3 બેવડી સદીની સાથે સંયુક્ત રૂપથી રાહુલ દ્રવિડ અને ડોન બ્રેડમેનના નામે હતો. 

કેપ્ટન તરીકે કોઈપણ ટીમની વિરુદ્ધ સૌથી વધુ સદી
કેપ્ટન રહેતા વિરાટ કોહલીએ કોઈ ટીમની વિરુદ્ધ સૌથી વધુ 7 સદી ફટકારી છે. વનડેમાં તે આમ કરનાર વિશ્વનો એકમાત્ર કેપ્ટન છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ કેપ્ટન તરીકે 14 ઈનિંગ રમી છે અને આ દરમિયાન 7 વખત સદી ફટકારી છે. 

ખેલાડી તરીકે કોઈપણ ટીમની વિરુદ્ધ સર્વાધિક વનડે સદી
જો ખેલાડી તરીકે કોઈ ટીમની વિરુદ્ધ સર્વાધિક સદી ફટકારવાની વાત કરીએ તો અહીં વિરાટ સંયુક્ત રૂપથી પ્રથમ સ્થાન પર છે. વિરાટની સાથે અહીં તેનો હમવતન અને મહાન બેટ્સમેન સચિન તેંડુલકર છે. બંન્ને ખેલાડીઓએ કોઈ એક ટીમની વિરુદ્ધ 9-9 સદી પટકારી છે. વિરાટે આ 9 સદી વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ તો સચિને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ફટકારી છે. 

કેપ્ટન તરીકે વનડેમાં સર્વાધિક સદી
વિરાટ કોહલીએ કેપ્ટન રહેતા વનડે ફોર્મેટમાં અત્યાર સુધી 21 સદી ફટકારી છે. કેપ્ટન રહેતા અત્યાર સુધી સર્વાધિક 22 સદી ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગના નામે છે. વિરાટ પોન્ટિંગથી એક ડગલૂ દૂર છે. પોન્ટિંગમાં 220 ઈનિંગમાં 22 સદી ફટકારી, જ્યારે ઝપડથી દોડી રહેલા કેપ્ટન વિરાટે 76 ઈનિંગમં 21 સદી પોતાના નામે કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news