DC vs SRH: દિલ્હીના બોલરો પર તૂટી પડ્યા હેડ-અભિષેક, હૈદરાબાદે બનાવ્યો પાવરપ્લેનો સૌથી મોટો સ્કોર

IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આઈપીએલ 2024માં એક બાદ એક રેકોર્ડ તોડી રહી છે. હવે દિલ્હી કેપિટલ્સ સામે હૈદરાબાદે પાવરપ્લેમાં સૌથી વધુ રનનો રેકોર્ડ પણ તોડી દીધો છે. 

DC vs SRH: દિલ્હીના બોલરો પર તૂટી પડ્યા હેડ-અભિષેક, હૈદરાબાદે બનાવ્યો પાવરપ્લેનો સૌથી મોટો સ્કોર

નવી દિલ્હીઃ  ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ અલગ લેવલ પર બેટિંગ કરી રહી છે. હૈદરાબાદે આ સીઝનમાં બે વખત આઈપીએલ ઈતિહાસનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. હવે દિલ્હી કેપિટલ્સ સામે હૈદરાબાદે આઈપીએલમાં નવો રેકોર્ડ બનાવી દીધો છે. હૈદરાબાદે પાવરપ્લેમાં સૌથી મોટો સ્કોર બનાવી દીધો છે. અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે આ કમાલ કર્યો છે.

પાવરપ્લેનો સૌથી મોટો સ્કોર
સનરાઇઝર્સ હૈદરાબાદે પાવરપ્લેમાં 125 રન ફટકારી દીધા છે. હૈદરાબાદ માટે ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ આ કમાલ કર્યો છે. બંને બેટરોએ પ્રથમ ઓવરથી ફટકાબાજી શરૂ કરી હતી. ટ્રેવિસ હેડે તો ત્રીજી ઓવરમાં પોતાની અડધી સદી પૂરી કરી લીધી હતી. હૈદરાબાદે પ્રથમ ઓવરમાં 19, બીજી ઓવરમાં 21, ત્રીજી ઓવરમાં 22, ચોથી ઓવરમાં 21, પાંચમી ઓવરમાં 20 અને છઠ્ઠી ઓવરમાં 22 રન ફટકાર્યા હતા. 

આઈપીએલમાં પાવરપ્લેમાં સૌથી વધુ સ્કોર
125/0 - SRH vs DC, 2024*
105/0 - KKR vs RCB, 2017
100/2 - CSK vs PBKS, 2014
90/0 - CSK vs MI, 2015
88/1 - KKR vs DC, 2024*

ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ પાવરપ્લેમાં 12 સિક્સ અને 13 ચોગ્ગા ફટકાર્યા હતા. બંનેએ દિલ્હી કેપિટલ્સના બોલરોની ધોલાઈ કરી હતી. પાવરપ્લે સમાપ્ત થયો ત્યારે ટ્રેવિસ હેડ 26 બોલમાં 84 અને અભિષેક શર્મા 10 બોલમાં 40 રન બનાવી રમી રહ્યાં હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news