પોલીસના ટોર્ચરથી બચવા માટે સ્વીકારી હતી સ્પોટ ફિક્સિંગની વાતઃ શ્રીસંત

સ્પોટ ફિક્સિંગ મામલાની સુનાવણી દરમિયાન પૂર્વ ક્રિકેટર શ્રીસંતે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે, પોલીસના ટોર્ચરથી બચવા માટે તેણે સ્પોટ ફિક્સિંગની વાત કબૂલ કરી હતી. 

પોલીસના ટોર્ચરથી બચવા માટે સ્વીકારી હતી સ્પોટ ફિક્સિંગની વાતઃ શ્રીસંત

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ક્રિકેટ ખેલાડી શાંતાકુમારન શ્રીસંતે બુધવારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, તેણે દિલ્હી પોલીસના ખાસ સેલના ટોર્ચરથી બચવા માટે 2013માં આઈપીએલ સ્પોટ ફિક્ગિંસમાં સામેલ હોવાની વાત કબુલ કરી હતી. શ્રીસંતે જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ કેએમ જોસેફની બેન્ચને જણાવ્યું કે, દલાલાઓ તેને સ્પોટ ફિક્સિંગમાં સામેલ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે તેમાં ફસાયો નહતો. 

શ્રીસંત પર આ વિવાદને કારણે આજીવન પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શ્રીસંતની વાત સાબિત કરવા માટે તેના વકીલે શ્રીસંત અને બુકી વચ્ચે મલયાલમમાં થયેલી વાતચીતનું ભાષાંતર કોર્ટને જણાવ્યું હતું. કોર્ટે તેના પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) પાસેથી જવાબ માગ્યો છે. આ સાથે પૂર્વ ખેલાડી દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજો પર પણ જવાબ આપવાનું કહ્યું છે. 

શ્રીસંતની પૈરવી કરી રહેલા વરિષ્ઠ વકીલ સલમાન ખુર્શીદે કહ્યું કે, શ્રીસંત પર ટુવાલના માધ્યમથી સ્પોટ ફિક્સિંગ કરવાનો આરોપ છે પરંતુ ટુવાલ તો દરેક ખેલાડી રાખે છે. તેણે કહ્યું કે, આ મામલે ઘણું બધું કહેવાયું છે. કોર્ટે શ્રીસંતને પૂછ્યુ કે બુકી દ્વારા સંપર્ક કરવાની વાત તેણે બીસીસીઆઈને કેમ ન જણાવી. કોર્ટે આ સાથે કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે મેદાન પર શ્રીસંતનો વ્યવહાર ખોટો હતો. 

કેરલ હાઈકોર્ટે શ્રીસંત પર બીસીસીઆઈ દ્વારા લગાવેલા આજીવન પ્રતિબંધને યથાવત રાખ્યો છે. આ નિર્ણયને શ્રીસંતે સર્વોચ્ચ અદાલતમાં પડકાર આપ્યો હતો. બીસીસીઆઈએ 15 મે, 2018ના શ્રીસંતની તે અપીલનો વિરોધ કર્યો હતો, જેમાં તેણે પોતાના પર લાગેલો આજીવન પ્રતિબંધ ઓછો કરવાની માગ કરી જેથી તે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી શકે. 

દિલ્હી પોલીસે શ્રીસંત સિવાય ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સ સિવાય અજીત ચંદીલા અને અંકિત ચવ્વાણની 2013માં સ્પોટ ફિક્સિંગ મામલામાં ધરપકડ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news