ICC એ વનડે અને T20 માટે લાગૂ કર્યો 'ખતરનાક' નિયમ, ફિલ્ડિંગ ભરનારી ટીમ માટે જાણો શું નવું આવ્યું

ICC stop clock rule: ક્રિકેટની દુનિયામાં સમયાંતરે નવા નવા નિયમો આવતા રહે છે. હવે એક નવો ફેરફર થવા જઈ રહ્યો છે. ICC ની એવી કોશિશ છે કે વનડે અને ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં મેચ નિર્ધારિત સમય પર જ પૂરી થાય. આથી આ પહેલા પણ અનેક નિયમો લાગૂ કરવામાં આવ્યા હતા પરંતુ હવે તેમાં કઈક નવું જોડવામાં આવી રહ્યું છે.

ICC એ વનડે અને T20 માટે લાગૂ કર્યો 'ખતરનાક' નિયમ, ફિલ્ડિંગ ભરનારી ટીમ માટે જાણો શું નવું આવ્યું

ICC stop clock rule: ક્રિકેટની દુનિયામાં સમયાંતરે નવા નવા નિયમો આવતા રહે છે. હવે એક નવો ફેરફર થવા જઈ રહ્યો છે. ICC ની એવી કોશિશ છે કે વનડે અને ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં મેચ નિર્ધારિત સમય પર જ પૂરી થાય. આથી આ પહેલા પણ અનેક નિયમો લાગૂ કરવામાં આવ્યા હતા પરંતુ હવે તેમાં કઈક નવું જોડવામાં આવી રહ્યું છે. 12 ડિસેમ્બરના રોજ વેસ્ટઈન્ડિસ અને ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી ટી20 મેચ રમાવા જઈ રહી છે. જે આ નિયમ હેઠળ રમાશે. ખાસ કરીને આ નિયમ ફિલ્ડિંગ ભરનારી ટીમ વિરુદ્ધ જશે. જો ટીમ અને કેપ્ટને ભૂલ કરી તો પરિણામ ભોગવવું પડશે. 

આઈસીસીએ લાગૂ કર્યો સ્ટોપ ક્લોકનો નિયમ
આઈસીસી તરફથી જણાવવામાં આવ્યું છે કે વનડે અને ટી20 મેચોમાં ઈલેક્ટ્રોનિક ઘડિયાળ એટલે કે સ્ટોપ ક્લોકને જોડવામાં આવી રહી છે. આ ઘડિયાળ ડિસેમ્બર 2023 અને એપ્રિલ 2024 વચ્ચે ફૂલ મેમ્બર મેન્સ વનડે અને ટી20 ઈન્ટરનેશનલ માટે પ્રાયોગિક સ્તરે રજૂ કરાશે. આઈસીસી મુજબ આ દરમિયાન લગભગ 59 આંતરરાષ્ટ્રીય મેચો રમાશે. મેચમાં આ ફેરફાર 12 ડિસેમ્બર 2023ના રોજ વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી પહેલી ટી20 મેચ દરમિયાન લાગૂ થશે. હવે આ નિયમ પણ સમજવો જરૂરી છે. જે પણ ટીમ મેચમાં બોલિંગ કરતી હશે તે દરમિયાન એક ઓવરથી બીજી ઓવર વચ્ચેના સમયગાળાને 60 સેકન્ડથી વધારે રાખવાનો નથી. એટલે કે એક ઓવર પૂરી થાય પછી બીજી ઓવર શરૂ થાય તે વચ્ચેનો સમય 60 સેકન્ડથી વધુ ન હોવો જોઈએ. આઈસીસીએ ગ્રાઉન્ડ પર વ્યવસ્થા કરી છે કે 60 થી શૂન્યના કાઉન્ટડાઉન માટે ઘડિયાળ દેખાડવામાં આવશે જેથી કરીને કેપ્ટનને સમયનું ધ્યાન રહે. 

— ICC (@ICC) December 11, 2023

બે વાર છૂટ અપાશે, ત્રીજી વખત થશે આ દંડ
એવું કહેવાય છે કે સ્ટોપ ક્લોક લગાવવા પાછળ આઈસીસીનો હેતુ બે ઓવર વચ્ચે જતા સમયને મર્યાદિત કરવાનો છે. ગત ઓવરના છેલ્લા બોલ અને પછીની ઓવરના પહેલા બોલ વચ્ચે વધુ સમય લેવાવો જોઈએ નહીં. જો ફિલ્ડિંગ ટીમ  બે વાર આવું કરશે તો તેને ચેતવણી આપવામાં આવશે. પરંતુ જો ત્રીજી વખત પણ આવું કરતી જોવા મળશે તો પાંચ રનનો દંડ લાગશે. એટલે કે સામે વાળી ટીમ જે બેટિંગ કરતી હશે તેને પાંચ રન મળી જશે. આ સાથે જ આઈસીસીએ આ નિયમમાં કેટલાક અપવાદો પણ છોડ્યા છે. જો ઘડિયાળ પહેલા જ શરૂ થઈ ગઈ તો આવી પરિસ્થિતિમાં રદ કરી શકાય છે. જો  ઓવરો વચ્ચે એક નવો બેટર વિકેટ પર આવે. આ સાથે જ એમ્પાયરોએ બેટર કે ફિલ્ડરની ઈજાના ઓનફીલ્ડ ઈલાજને મંજૂરી આપી છે. ત્રીજા એમ્પાયરની પાસે ઘડિયાળની શરૂઆત નિર્ધારિત કરવાની જવાબદારી હશે. આવું ત્યારે થાય જ્યારે પાછલી ઓવરના છેલ્લા બોલને ડેડ જાહેર કરવામાં આવ્યો હોય કે પછી કો એમ્પાયર કે ખેલાડીએ પાછલી ઓવરના છેલ્લા બોલની સમીક્ષા પૂરી કરી લીધી હોય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news