આજે INDvsWI: ધોની-કોહલી વગર ઉતરશે ‘રોહિત બ્રિગેડ’, પણ શું ચેમ્પિયન ટીમને હરાવી શકશે ખરી?

 વનડે સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરનારી ભારતીય ટીમ આજે રવિવારે વેસ્ટ ઈન્ડીઝની સામે શરૂ થયેલી ત્રણ T-20 મેચની સીરિઝમાં ઉતરી રહી છે. ભારત માટે આ T-20 સીરિઝ જરા પણ સરળ નહિ હોય. વેસ્ટ ઈન્ડીઝે ટેસ્ટ અને વનડેમાં ભલે સેકન્ડ ફિલ્ડનું પ્રદર્શન કર્યું હોય, પરંતુ T-20માં આ ટીમ બિલકુલ અલગ ખતરનાક છે. કેમ કે, તે હાલની T-20 વર્લ્ડકપ ચેમ્પિયન છે. વેસ્ટ ઈન્ડીઝની ટીમમાં અનેક એવા પ્લેયર્સ છે, જે ગમે તે સમયે, ગમે તે ગ્રાઉન્ડ પર એકલહાથે મેચના પડાવને બદલી શકવામાં સક્ષમ છે. કીરોન પોલાર્ડ, આંદ્રે રસેલ, કેપ્ટન કાર્લોસ બ્રેથવેટ અને ઈવન લુઈસ વિન્ડીઝની હાલની ટી-20 ટીમનો ભાગ છે. પોલાર્ડ અને રસેલ આઈપીએલમાં પોતાની સક્ષમતા હંમેશા બતાવતા આવ્યા છે. 

આજે INDvsWI: ધોની-કોહલી વગર ઉતરશે ‘રોહિત બ્રિગેડ’, પણ શું ચેમ્પિયન ટીમને હરાવી શકશે ખરી?

કોલકાત્તા : વનડે સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરનારી ભારતીય ટીમ આજે રવિવારે વેસ્ટ ઈન્ડીઝની સામે શરૂ થયેલી ત્રણ T-20 મેચની સીરિઝમાં ઉતરી રહી છે. ભારત માટે આ T-20 સીરિઝ જરા પણ સરળ નહિ હોય. વેસ્ટ ઈન્ડીઝે ટેસ્ટ અને વનડેમાં ભલે સેકન્ડ ફિલ્ડનું પ્રદર્શન કર્યું હોય, પરંતુ T-20માં આ ટીમ બિલકુલ અલગ ખતરનાક છે. કેમ કે, તે હાલની T-20 વર્લ્ડકપ ચેમ્પિયન છે. વેસ્ટ ઈન્ડીઝની ટીમમાં અનેક એવા પ્લેયર્સ છે, જે ગમે તે સમયે, ગમે તે ગ્રાઉન્ડ પર એકલહાથે મેચના પડાવને બદલી શકવામાં સક્ષમ છે. કીરોન પોલાર્ડ, આંદ્રે રસેલ, કેપ્ટન કાર્લોસ બ્રેથવેટ અને ઈવન લુઈસ વિન્ડીઝની હાલની ટી-20 ટીમનો ભાગ છે. પોલાર્ડ અને રસેલ આઈપીએલમાં પોતાની સક્ષમતા હંમેશા બતાવતા આવ્યા છે. 

ટીમ ઈન્ડિયા સાથે મુકાબલો
આ T-20 સીરિઝમાં ભારતને એક વાત યાદ રાખવી પડશે કે, તેનો સામનો હાલની વર્લ્ડ કપ વિનર ટીમ સાથે છે. આ ટીમ ટી-20ની બાદશાહ કહેવાય છે. ભારત ભલે પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમી રહ્યું છે, પરંતુ વિન્ડીઝે વર્લ્ડ કપનો ખિતાબ પણ ભારતમાં જ જીત્યો હતો અને સેમીફાઈનલમાં ભારતને માત આપી હતી.  

વિરાટ કોહલી વગર ટીમ ઈન્ડિયા ઉતરશે
આજે ટીમ પોતાના કેપ્ટન અને બેસ્ટ બેસ્ટ્સમેનના સામેલ એવા વિરાટ કોહલી વગર ઉતરશે. વિરાટને આગામી વિરાટને આગામી ઓસ્ટ્રેલિયાની સફરને જોતા તેને હાલ આરામ આપવામાં આવ્યો છે. આવામાં ટીમની કેપ્ટનશિપ રોહિત શર્મા કરશે. રોહિતની કેપ્ટનશીપમાં ભારતે હાલમાં જ એશિયા કપમાં જમાવટ કરી હતી. 

ધોની પણ ટીમથી બહાર
વિરાટ કોહલીના ન હોવાને કારણે રોહિત પર બેવડી જવાબદારી છે. કારણ કે, મહેન્દ્ર સિંહ ધોનીને પણ ટી-20માંથી બહાર કરાયો છે. ઝોની ભારતનૈ સૌથી સફળ કેપ્ટનમાંનો એક છે, અને તે દરેક મેચમાં હાલના કેપ્ટનોને સલાહ આપતા હોય છે. તથા અનેક પ્રસંગોએ આગળ આવીને જવાબદારી પણ લે છે. ધોનીના રહેવાથી રોહિતની પાસે એક અનુભવી પ્લેયર્સ ઓછો રહેશે.

ધવન-રાહુલ માટે ચેલેન્જિંગ મેચ
બેટિંગમાં રોહિત ઉપરાંત શિખર ધવન, લોકેશ રાહુલને મહત્વનો રોલ ભજવવો પડશે. ધવનનું કેપ્ટનની સાથે ઓપનિંગ બેટ્સમેન તરીકે આવવું લગભગ નક્કી છે. ત્રીજા નંબર કોહલીની ગેરહાજરીમાં રાહુલને સ્થાન મળી શકે છે. મધ્ય ક્રમમાં શ્રેયસ અય્યર, મનીષ પાંડે, દિનેશ કાર્તિક, ઋષભ પંત જેવા ઓપ્શન છે. તો બીજી તરફ બોલિંગમાં ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ પર પણ ઘણું નિર્ભર રહેશે. બંને શરૂઆતની ઓવર્સમાં આવશે. આ બંનેના પ્રયાસ વિન્ડીઝના ખતરનાક બેટ્સમેનને મોટા શોટ્સ રમવાથી રોકવા તથા તેમને આઉટ કરવાનું રહેશે. 

દિગ્ગજો સાથે ઉતરશે ટીમ ઈન્ડીઝ
વિન્ડીઝની બદલાયેલી ટીમ ખતરનાક છે. પોલાર્ડ, બ્રેથવેટ, લૂઈસ ઉપરાંત તેમની પાસે શિમરોન હેટમાયેર છે. જેઓએ વનડેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત રૌવમન પાવેલ, દિનેશ રામદીન પણ ટીમને મજબૂત કરશે. બ્રેથવેટ અને રસેલ બેટિંગ ઉપરાંત બોલિંગ માટે પણ ફેમસ છે. જેમાં તેમની સાથે છે કીમ પોલ. 

ભારતીય ટીમઃ 
રોહિત શર્મા(કેપ્ટન), શિખર ધવન, કે.એલ. રાહુલ, દિનેશ કાર્તિક, મનીષ પાંડે, શ્રેયસ ઐય્યર, ઋષભ પંતચ, કૃણાલ પંડ્યા, વોશિંગટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ અહેમદ, ઉમેશ યાદવ, શાહબાઝ નદીમ

વેસ્ટ ઈન્ડિઝ ટીમઃ 
કાર્લોસ બ્રેથવેટ(કેપ્ટન), ફેબિયન એલેન, ડેરેન બ્રાવો, શિમરોન હેટમાયર, કીમો પોલ, કીરોન પોલાર્ડ, દિનેશ રામદીન, આન્દ્રે રસેલ, શેરફેન રૂધરફોર્ડ, ઓશાને થોમસ, ખારી પિયરે, ઓબેદ મેકાય, રોવમેન પાવેલ, નિકોલસ પુરાન. 

મેચનો સમય : સાંજે 7.00 કલાકથી. 
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news