સાનિયા મિર્ઝાએ 20 વર્ષમાં કરી છપ્પર ફાડકે કરી કમાણી, જાણો કેટલી છે પ્રાઈઝ મની

Sania Mirza Prize Money: 36 વર્ષની સાનિયાએ 2003 થી ટેનિસ પ્રોફેશનલી રમવાનું શરુ કર્યું હતું.  સાનિયાએ પોતાના કરિયરમાં કુલ 6 ગ્રેંડ સ્લેમ અને 43 ડબ્લ્સ ટાઈટલ જીત્યા છે. આ સમય દરમિયાન તેણે મોટી કમાણી પણ કરી છે.

સાનિયા મિર્ઝાએ 20 વર્ષમાં કરી છપ્પર ફાડકે કરી કમાણી, જાણો કેટલી છે પ્રાઈઝ મની

Sania Mirza Prize Money: સાનિયા મિર્ઝાની 20 વર્ષની કારર્કિદી  ઝળહળતી છે. આ વર્ષો દરમિયાન તેણે અઢળક રુપિયા અને પ્રખ્યાતિની કમાણી કરી છે. તે ભારતની એક લોકપ્રિય ખેલાડી છે. 36 વર્ષની સાનિયાએ 2003 થી ટેનિસ પ્રોફેશનલી રમવાનું શરુ કર્યું હતું. સાનિયા મિર્ઝા તેની સુંદરતા માટે પણ ચર્ચામાં રહે છે. તેણે પાકિસ્તાનની ક્રિકેટ પ્લેયર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે. તેમને એક દીકરો પણ છે. છેલ્લા કેટલાક સમયથી તે તેના લગ્નજીવનને લઈને પણ ચર્ચામાં છે.  

આ પણ વાંચો

સાનિયાએ પોતાના કરિયરમાં કુલ 6 ગ્રેંડ સ્લેમ અને 43 ડબ્લ્સ ટાઈટલ જીત્યા છે. આ સમય દરમિયાન તેણે મોટી કમાણી પણ કરી છે. એક વેબસાઈટ અનુસાર 21 ફેબ્રુઆરી 2023 સુધી સાનિયા મિર્ઝાની કુલ પ્રાઈઝ મની 60 કરોડથી વધુ છે. આ વર્ષની શરુઆતના 2 મહિનામાં જ ટેનિસ સ્ટારની પ્રાઈઝ મની 16 લાખથી વધુની હતી. 2008ના વર્ષમાં તેણે 8 કરોડથી વધુ પ્રાઈઝ મની જીતી હતી. 

તાજેતરના એક ઈન્ટરવ્યુમાં સાનિયાએ જણાવ્યું હતું કે, જે લોકો પોતાની રીતે પોતાનું કામ કરવાની હિંમત કરે છે તેમને લઈ સમાજે મતભેદોનો સ્વીકાર કરવો જોઈએ. તેમને હીરો કે વિલન તરીકે રજૂ કરવા જોઈએ નહીં. તેણે કહ્યું હતું કે તેણે કોઈ નિયમ તોડ્યા નથી. તે કોઈ ટ્રેંડ સેટર નથી. તેણે હંમેશા બધા કામ ઈમાનદારીથી કર્યા છે. તે હંમેશા પોતાની શરતો પર જીવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news