IND vs SA: રોહિત, બુમરાહ અને પંતને આરામ આપવામાં આવી શકે છે, પંડ્યા-ધવન કેપ્ટનની રેસમાં

આઈપીએલ 2022 હવે પૂર્ણ થવા પર છે. તેવામાં ભારતીય પસંદગીકારો 22 મેએ આફ્રિકા સામે પાંચ મેચોની ટી20 સિરીઝ માટે ટીમની પસંદગી કરી શકે છે. જેમાં સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. 
 

IND vs SA: રોહિત, બુમરાહ અને પંતને આરામ આપવામાં આવી શકે છે, પંડ્યા-ધવન કેપ્ટનની રેસમાં

નવી દિલ્હીઃ આઈપીએલ બાદ ભારતીય ટીમે ઘરઆંગણે સાઉથ આફ્રિકા વિરુદ્ધ પાંચ મેચોની ટી20 સિરીઝ રમવાની છે. ત્યારબાદ ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. ઈંગ્લેન્ડના પ્રવાસને ધ્યાનમાં રાખતા આફ્રિકા સામે પાંચ મેચોની ટી20 સિરીઝમાં ઘણા સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. આ સિવાય બુમરાહ અને પંતને પણ આરામ આપવામાં આવશે. આફ્રિકા સામે સિરીઝમાં હાર્દિક પંડ્યા કે શિખર ધવનને ટીમની કમાન સોંપવામાં આવી શકે છે. 

આફ્રિકા સામે ટી20 સિરીઝ જૂનમાં શરૂ થશે જેની પ્રથમ મેચ દિલ્હીમાં અને બાકી મેચ ક્રમશઃ કટક, વિશાખાપટ્ટનમ, રાજકોટ અને બેંગલુરૂમાં રમાશે. આઈપીએલ વચ્ચે 22 મેએ ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી શકે છે. તો ખરાબ ફોર્મનો સામનો કરી રહેલ કોહલીને પણ આરામ આપવામાં આવશે. પસંદગીકારો સાથે-સાથે બીસીસીઆઈ માટે જુલાઈની શરૂઆતમાં ઈંગ્લેન્ડનો પ્રવાસ મહત્વનો છે. 

આ મામલાની જાણકારી રાખનાર બીસીસીઆઈના એક અધિકારીએ નામ ન જણાવવાની શરત પર કર્યુ, ભારતના તમામ અનુભવી ખેલાડીઓને ઓછામાં ઓછા સાડા ત્રણ સપ્તાહનો આરામ મળશે. વિરાટ, રોહિત, રાહુલ, પંત અને બુમરાહો સીમિત ઓવરની સિરીઝ બાદ સીધા પાંચમી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડ જશે. અમારે તમામ મહત્વના ખેલાડીઓને ઈંગ્લેન્ડની સિરીઝ માટે ફ્રેશ રાખવાની જરૂર છે. 

ટીમના કેપ્ટન વિશે સૂત્રએ કહ્યુ કે, પસંદગીકારો પાસે બે વિકલ્પ છે. શિખર ધવન જેણે પાછલા વર્ષે શ્રીલંકાના પ્રવાસ દરમિયાન ટીમની કમાન સંભાળી હતી. તો હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સની કમાન સંભાળી બધાને પ્રભાવિત કર્યા છે. આ બંનેમાંથી કોઈને કેપ્ટન બનાવવામાં આવી શકે છે. 

તો આઈપીએલમાં 150 કિમીની ઝડપે બોલિંગ કરીને ચર્ચામાં આવનાર ઉમરાન મહિલ હજુ રાષ્ટ્રીય ટીમની જવાબદારી લેવા માટે તૈયાર નથી. તો પંજાબ તરફતી રમતા અર્શદીપ સિંહની સાથે લખનઉના ફાસ્ટ બોલર મોહસિન ખાનને તક મળી શકે છે. તો વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી20 સિરીઝ રમનાર ખેલાડીઓને આફ્રિકા સામે તક મળી શકે છે. 

ઈજાને કારણે દીપક ચાહર ઉપલબ્ધ હશે નહીં. રવિન્દ્ર જાડેજા અને સૂર્યકુમાર યાદવની ઈજા પર પણ ધ્યાન રાખવુ પડશે. રુતુરાજ, ઈશાન કિશન, અય્યર, દીપક હુડ્ડાની સાથે ધવન અને હાર્દિક બેટિંગ વિભાગની કમાન સંભાળી શકે છે. સંજૂ સેમસનને પણ તક મળી શકે છે. બોલિંગમાં ભુવી, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષલ અને આવેશ ખાનની જગ્યા પાકી છે. સ્પિનમાં અશ્વિન, ચહલની જોડી સિવાય કુલદીપ યાદવ પણ દાવેદાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news