INDvsWI: મુંબઈ વનડેમાં ભારતનો 224 રને ભવ્ય વિજય, શ્રેણીમાં 2-1થી આગળ ટીમ ઈન્ડિયા

રોહિત શર્મા અને રાયડૂની સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે મુંબઈમાં રમાયેલી ચોથી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને 224 રને હરાવીને શ્રેણીમાં 2-1થી સરસાઈ મેળવી લીધી છે. 

INDvsWI: મુંબઈ વનડેમાં ભારતનો 224 રને ભવ્ય વિજય, શ્રેણીમાં 2-1થી આગળ ટીમ ઈન્ડિયા

મુંબઇ: ટીમ ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચોની શ્રેણીની ચોથી મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 50 ઓવમરાં 5 વિકેટ ગુમાવીને 377 રન બનાવ્યા અને વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 378 રનનો લક્ષ્ય આપ્યો હતો. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 153 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમે ચોથી વનડે 224 રનથી જીતીને શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. ભારત તરફતી કુલદીપ અને ખલીલે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ભુવનેશ્વર અને જાડેજાને એક-એક વિકેટ મળી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કેપ્ટન જેસન હોલ્ડરે અણનમ 54 રન ફટકાર્યા હતા. 

ભુવનેશ્વર કુમારે ચંદ્રપોલ હેમરાજને રાયડૂના હાથે કેચ કરાવીને વિન્ડિઝને પ્રથમ ઝટકો આપ્યો હતો. ત્યારબાદ શાનદાર ફોર્મમાં ચાલી રહેલો શાઈ હોપ કુલદીપના શાનદાર સીધા થ્રો દ્વારા રનઆઉટ થયો હતો. ત્યારબાદ કેપ્ટન કોહલીએ કીરોન પોવેલને રનઆઉટ કરીને પ્રવાસી ટીમને ત્રીજો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ ખલીલ અહેમદે તરખાટ મચાવતા ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે શિમરોન હેટમેયર, રોમવેન પોવેલ અને સેમ્યુઅલ્સને આઉટ કર્યા હતા. ફેબિયન એલનને આઉટ કરીને કુલદીપે વિન્ડિઝને સાતમો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ એશ્લે નર્સને પણ કુલદીપે વેપેલિયન પરત મોકલી આપ્યો હતો. કીમો પોલ 19 રન બનાવી જાડેજાનો શિકાર બન્યો હતો. 

આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 5 વિકેટે ગુમાવીને 377 રન ફટકાર્યા છે અને વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 378 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારત તરફથી રોહિત શર્માએ સૌથી વધુ 162 અને અંબાતી રાયડૂએ 100 રન ફટકાર્યા હતા. આ બંન્નેએ ત્રીજી વિકેટ માટે 211 રનની ભાગીદારી કરીને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધું હતું. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કેમાર રોચે બે તથા એશ્લે નર્સ અને કીમો પોલને એક-એક સફળતા મળી હતી. 

રોહિત શર્માની 21મી વનડે સદી
રોહિત શર્માએ તેના વનડે કરિયરની 21મી સદી ફટકારી હતી. રોહિતે 99 બોલમાં સદી પૂરી કરી હતી. રોહિત હવે વનડેમાં સદી ફટકારનાર ભારતીય બેટ્સમેનોમાં પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીથી એક સદી પાછળ છે. જેના નામે 22 વનડે સદી છે. રોહિત સદી ફટકાર્યા બાદ વધુ આક્રમબ બન્યો હતો. તે 137 બોલમાં 162 રન બનાવી આઉટ થયો હતો. આ ઈનિંગમાં રોહિતે 20 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. 

આમ પડી ભારતની વિકેટ
શિખર ધવન 38 રન બનાવીને કીમો પોલની બોલિંગમાં મિડવિકેટ પર કેચઆઉટ થયો હતો. ધવને 40 બોલમાં ચાર ફોર અને બે સિક્સ ફટકારી હતી. સતત ત્રણ મેચમાં સદી ફટકારનાર ભારતીય કેપ્ટન વિરાટ કોહલી 16 રન બનાવી કીમર રોચનો શિકાર બન્યો હતો. અંબાતી રાયડૂ પોતાની સદી પૂરી કર્યા બાદ રનઆઉટ થયો હતો. મહેન્દ્ર સિંહ ધોની 23 રન બનાવી આઉટ થયો હતો. 

રોહિત અને રાયડૂ વચ્ચે 211 રનની ભાગીદારી
ભારતીય ટીમે 101 રનના કુલ સ્કોરે કેપ્ટન કોહલીની વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ રોહિત શર્મા અને અંબાતી રાયડૂએ શાનદાર બેટિંગ કરી હતી. આ બંન્નેએ ત્રીજી વિકેટ માટે 211 રન જોડ્યા હતા. 

બ્રેબ્રોન સ્ટેડિયમમાં માત્ર એક મેચ રમી છે ટીમ ઇન્ડિયા 
ભારત ને વેસ્ટઇન્ડિઝ વચ્ચે ચોથી વનડે મેટ મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેદાન પર આત્યાર સુધીમાં માત્ર 6 જ મેચ રમાઇ છે. ભારતીય ટીમ આ મેદાનમાં માત્ર એક જ મેચ રમી છે. ભારતે આ મેદાન પર 1995માં ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું હતું. જ્યારે વેસ્ટઇન્ડિઝની ટીમ અહિ ચાર મેચો રમી છે. જેમાંથી માત્ર એક જ મેચમાં જીત મેળવી છે. જ્યારે 2006માં તેમણે ઓસ્ટ્રેલિયાને હાર આપી હતી.

ભારતે બોલીંગ અને મિડલ ઓર્ડર સુધારવાની જરૂર 
ભારતની વાત કરીએ તો ચોથી ટેસ્ટમાં ભારતે જીત મેળવવ માટે મધ્યમ ક્રમના બેસ્ટમેનો અને બોલરોને પ્રદર્શન સુધારવું જરૂરી બની જાય છે. ત્રણે મેચોમાં સદી મારનાર ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી સિવાય કોઇ પણ બેસ્ટમેન ખાસ કમાલ કરવામાં સફળ રહ્યો નથી. ભારતીય ટીમ આ મેચમાં એક બદલાવ કરી શકે છે. ઋષભ પંતની જગ્યાએ કેદાર જાદવનો ટીમમાં સમાવેશ થઇ શકે છે. જેથી ભારતને બોલીંગમાં પણ એક વિકલ્પ મળી શકે છે.

ભારત:
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયુડૂ, કેદાર જાધવ, મહેન્દ્રસિંહ ધોની (વિકેટકિપર), રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, ખલીલ અહમદ

વેસ્ટઇન્ડિઝ:
જેસ્ટન હોલ્ડર (કેપ્ટન), સુનીલ અંબ્રીસ, દેવેન્દ્ર વિશૂ, શિમરોન હેટમાયર, શાઈ હોપ, એશ્લે નર્સ, કીમો પોલ, રોવમન પોવેલ, કેમર રોચ, માર્લોન સૈમુઅલ્સ, ફેબિયન એલેન, ચંદ્રપોલ હેમરાજ, ઓશાને થોમસ, ઓવેડ મેકોય, કાઇરન

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news