950 વનડે મેચ રમનારો ભારત બનશે પ્રથમ દેશ, જીતમાં બીજો તો હારમાં છે નંબર 1

ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે રવિવારથી પાંચ મેચોની વનડે સીરીઝ રમાવાની શરૂઆત થઇ રહી છે. ભારતે અત્યાર સુધમાં 948 અને વેસ્ટઇન્ડિઝે 780 મેચ રમ્યા છે. 

950 વનડે મેચ રમનારો ભારત બનશે પ્રથમ દેશ, જીતમાં બીજો તો હારમાં છે નંબર 1

નવી દિલ્હી: ભારત અને વેસ્ટઇન્ડિઝની વચ્ચે રવિવારેથી પાંચ વનડે મેચની સીરીઝ શરૂ થવા જઇ રહી છે. બંન્ને ટીમો 19મી વાર દ્વિપક્ષીય વનડે સીરીઝમાં એકબીજા સામે લડવા માટે મેદાને ઉતરશે. અત્યાર સુધી 18 સીરીઝમાં ભારતે 10 અને વેસ્ટઇન્ડિઝએ 8 મેચ જીતી છે. કુલ મેચોની વાત કરીએ તો બંન્ને ટીમો વચ્ચે અત્યાર સીધીમાં 121 વન ડે મુકાબલા થયા છે. જેમાંથી ભારતને 61 અને વેસ્ટઇન્ડિઝને 56 મેચ જીતી છે. ત્યારે બંન્ને ટીમો વચ્ચે એક મુકાબલો ટાઇ થયો હતો. જ્યારે ત્રણ મેચ રદ થઇ હતી. 

ભારતીય ટીમ અત્યાર સુધીમાં 948મેચ રમ્યું 
ભારતે અત્યાર સુધીમાં દુનિયામાં સૌથી વધારે 948 વનડે મેચ રમ્યા છે. અને વેસ્ટઇન્ડિઝ સામે 21 ઓક્ટોબરમાં પહેલી અને 24 ઓક્ટોબરે બીજી મેચ રમાવા જઇ રહી છે. એટલે 24 ઓક્ટોબરે 950 વનડે મુકાબલો રમાવા જઇ રહ્યા છે. અને ભારત સૌથી વધારે મેચ રમનારો પ્રથમ દેશ બની જશે, જ્યારે સૌથી વધુ મેચ રમાવામાં બીજા નંબર પર ઓસ્ટ્રેલિયા (918)  છે. આ બંન્ને દેશો સિવાય કોઇ પણ દેશ 900 વન-ડે મેચ નથી રમ્યા જ્યારે પાકિસ્તાન (899) મેચ સાથે સૌથી નજીક છે. અને આ મહિને જ 900 મેચનો આંકડો પાર કરી શકે છે.

West Indies Team

ઓસ્ટ્રેલિયાએ જીત્યા અત્યાર સુધીમાં સૌથી વધુ મેચ 
ભારતે ભલે સૌથી વધારે મેચ રમ્યા હોય,પરંતુ મેચ જીતવાના મામલે ઓસ્ટ્રેલિયા સૌથી આગળ છે. તેણે 916માંથી 556 મેચોમાં જીત મેળવી છે. જેની જીતની ટકાવારી 63.54 છે. ભારત મેચ જીતવામાં ઓસ્ટ્રેલિયા બાદ ભારત બીજા નંબર પર છે. તેણે 948માંથી 489 મેચ જીત્યા છે. અને તેની સફળતા દર 54.29% છે. પાકિસ્તાનને 899માંથી 476 મેચ જીત્યા છે. અને તેની સફળતા દર 54.48% છે. આ ટીમો સિવાય કોઇ પણ ટીમે 400 કરતા પણ વધારે મેચ રમ્યા નથી.

Virat Kohli, KL Rahul PTI

ભારત 948માંથી 411 મેચ જીત્યું 
ભારતીય ટીમ આત્યાર સુધીમાં 411 વનડે મેચ હારી ચૂકી છે. અને ભારત દુનિયામાં સૌથી વધારે વનડે મેચ હારનારી ટીમ છે. ભારત બાગ સૌથી વધારે 406 મેચ શ્રીલંકા(826 મેચ અને 378 જીત) હાર્યું છે. ભારત અને શ્રીલંકા સિવાય કોઇ પણ ટીમે 400 કરતા વઘારે મેચમાં હારનો સામનો કરવો પડ્યો નથી. પાકિસ્તાન 397 હાર સાથે ત્રીજા નંબર પર છે. વેસ્ટઇન્ડિઝ અત્યાર સુધીમાં 780 મેચ રમ્યા છે. જેમાંથી તેમણે 378 મેચમાં જીત મેળવી છે. જ્યારે, 358 મેચોમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે.

ટીમ મેચ જીત હાર   ટાઇ
ભારત 948 489 411 8
ઓસ્ટ્રેલિયા 948 489 317 9
પાકિસ્તાન 899 476  397 8
શ્રીલંકા  826 378 406 5
વેસ્ટઇન્ડિઝ 780 386  358 9
ન્યુઝીલેન્ડ 744 334 365 6
ઈંગ્લેન્ડ 719  359 327 8
દ. આફ્રિકા 368 368 207 6
ઝિમ્બાબ્વે 514 134 362 7
બાંગ્લાદેશ 349 134 229 0
કેન્યા 154 42 107 0
આયરલેન્ડ  139 61 68 3
અફધાનિસ્તાન 106 55 48 1
સ્કોટલેન્ડ 106   38 61 1

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news