World cup 2019 INDvsAFG Live: રાશિદ ખાન આઉટ, ભારતને મળી સાતમી સફળતા

અફઘાનિસ્તાન સામે વિશ્વકપ મુકાબલામાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. 

 World cup 2019 INDvsAFG Live: રાશિદ ખાન આઉટ, ભારતને મળી સાતમી સફળતા

સાઉથમ્પ્ટનઃ આઈસીસી વિશ્વકપ-2019ની 28મી મેચમાં આજે ભારત અને અફઘાનિસ્તાન આમને-સામને છે. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 224 રન બનાવ્યા છે અને અફઘાનિસ્તાનને જીતવા માટે 225 રનનો લક્ષ્ય આપ્યો છે. ભારત તરફથી વિરાટ કોહલી અને કેદાર જાધવે અડધી સદી ફટકારી હતી. જેના જવાબમાં અફઘાનિસ્તાને 29 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 106 રન બનાવી લીધા છે. મોહમ્મદ નબી (0) અને અસગર (1) પર બેટિંગ કરી રહ્યાં છે. 

કોહલીએ રાહુલ-શંકર સાથે અડધી સદીની ભાગીદારી કરી
ભારતની પ્રથમ વિકેટ 7 રન પર પડી હતી. ત્યારબાદ રાહુલ અને કોહલીએ ઈનિંગને સંભાળી. બંન્નેએ બીજી વિકેટ માટે 57 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર જ્યારે 64 રન હતો ત્યારે રાહુલ આઉટ થયો હતો. ત્યારબાદ ક્રીઝ પર આવેલા વિજય શંકરની સાથે કોહલીએ ઈનિંગને આગળ વધારી હતી. બંન્નેએ ત્રીજી વિકેટ માટે 58 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર જ્યારે 122 હતો, ત્યારે શંકર આઉટ થયો હતો. શંકરે 41 બોલમાં 29 રન બનાવ્યા હતા. 

કોહલીની વિશ્વકપમાં સતત ત્રીજી અડધી સદી
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ વધુ એક અડધી સદી ફટકારી હતી. આ વિશ્વકપમાં તેની ત્રીજી અને આંતરરાષ્ટ્રીય વનડે કરિયરની 52મી અડધી સદી છે. તેણે 63 બોલનો સામનો કરતા 37 રન બનાવ્યા હતા. આ દરમિયાન પાંચ ચોગ્ગા લગાવ્યા હતા. 

ધોનીની ધીમી ઈનિંગ
પાંચમાં નંબર પર બેટિંગ કરવા ઉતરેલા ધોનીએ ધીમી ઈનિંગ રમી હતી. તેણે 52 બોલમાં માત્ર 28 રન બનાવ્યા હતા. આ દરમિયાન ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. ધોનીની સ્ટ્રાઇક રેટ 53.86ની રહી હતી. તેણે કેદાર જાધવ સાથે પાંચમી વિકેટ માટે 57 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીમાં બંન્નેએ મળીને કુલ 84 બોલનો સામનો કર્યો હતો. કેદાર જાધવે આ વિશ્વકપની પોતાની પ્રથમ અડધી સદી ફટકારતા (52) રન બનાવ્યા હતા. તેણે 67 બોલનો સામનો કરતા 3 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. 

અફઘાનિસ્તાનના સ્પિનરોનો દબદબો
અફઘાનિસ્તાનના સ્પિનરોએ શાનદાર બોલિંગ કરી હતી. મુઝીબ ઉર રહમાને 10 ઓવરમાં 1 મેડન સાથે કુલ 26 રન આપીને એક વિકેટ ઝડપી હતી. તો મોહમ્મદ નબીએ 9 ઓવરમાં 33 રન આપીને બે તથા રાશિદ ખાને 10 ઓવરમાં 38 રન આપીને એક સફળતા મેળવી હતી. આ સાથે રહમત શાહને પણ એક સફળતા મળી હતી. 

આ રીતે પડી ભારતની વિકેટ
પ્રથમ વિકેટ (4.2 ઓવર): રોહિત શર્માને મુઝીબ ઉર રહમાને બોલ્ડ કર્યો. તે માત્ર 1 રન બનાવી આઉટ થયો હતો. 

બીજી વિકેટ (14.2 ઓવર): લોકેશ રાહુલને મોહમ્મદ નબીએ ઝઝાઈના હાથે કેચ કરાવ્યો. રાહુલ સિવર્સ સ્વીપથી બોલને બાઉન્ડ્રી બહાર મોકલવા ઈચ્છતો હતો, પરંતુ ઝઝઈએ કેચ ઝડપી લીધો હતો. 

ત્રીજી વિકેટ (26.1 ઓવર): આ વિશ્વકપમાં પોતાની બીજી મેચ રમી રહેલા વિજય શંકરે 29 રન બનાવ્યા હતા. તે સ્વીપ શોટ રમવાના પ્રયાસમાં રહમત શાહના બોલ પર LBW આઉટ થયો હતો. 

ચોથી વિકેટ (30.3 ઓવર): વિરાટ કોહલી 67 રન બનાવી આઉટ થયો હતો. નબીના બોલ પર કટ મારવાના પ્રયાસમાં તે પોઈન્ટ પર રહમત શાહને કેચ આપી બેઠો હતો. 

પાંચમી વિકેટ (44.3 ઓવર): એમએસ ધોની 28 રન બનાવી આઉટ થયો. રાશિદ ખાને તેને સ્ટમ્પ આઉટ કરાવ્યો હતો. 

છઠ્ઠી વિકેટ (48.4 ઓવર): હાર્દિક પંડ્યા 7 રન બનાવી આઉટ થયો હતો. તેને આફતાબ આલમે વિકેટકીપરના હાથે કેચ કરાવ્યો હતો. 

સાતમી વિકેટ (49.3 ઓવર): મોહમ્મદ શમી 1 રન બનાવી આઉટ થયો હતો. તેને ગુલબદીન નાઇબે બોલ્ડ કર્યો હતો. 

આઠમી વિકેટ (49.5 ઓવર): કેદાર જાધવ 52 રન બનાવી આઉટ થયો હતો. તેને ગુલદબીન નાઇબે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news