સનરાઇઝર્સને છોડીને દિલ્હી માટે રમી શકે છે શિખર ધવન, 11 વર્ષ બાદ થઈ શકે છે વાપસી

ક્રિકેટ દર્શકો વચ્ચે ગબ્બરના નામથી જાણીતો ધવન 2008માં આઈપીએલની પ્રથમ સીઝનમાં દિલ્હી માટે રમ્યો હતો. જો તે 11 વર્ષ બાદ વાપસી કરે તો આગામી સીઝનમાં ફરી તેની જર્સી દિલ્હીની ટીમની હશે. 

 સનરાઇઝર્સને છોડીને દિલ્હી માટે રમી શકે છે શિખર ધવન, 11 વર્ષ બાદ થઈ શકે છે વાપસી

નવી દિલ્હીઃ ક્રિકેટ દર્શકો વચ્ચે ગબ્બરના નામથી જાણીતા ભારતીય ઓપનર શિખર ધવન 11 વર્ષ બાદ આઈપીએલમાં એકવાર ફરી પોતાની જૂની ટીમ દિલ્હી ડેયરડેવિલ્સ માટે રમતો જોવા મળી શકે છે. આગામી વર્ષે યોજાનારી આઈપીએલની 12મી સીઝનમાં ધવન દિલ્હી ટીમ માટે ઓપનિંગ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ધવન પોતાની ઓછી ફીના કારણે સનરાઇઝર્સ હૈદરાબાદથી નારાજ ચાલી રહ્યો હતો. 

ક્રિકઈન્ફોના એક રિપોર્ટ મુજબ, ધવનના બદલામાં સનરાઇઝર્સ હૈદરાબાદને ત્રણ ખેલાડી મળી શકે છે, જેમાં વિજય શંકર, શાહબાજ નદીમ અને અભિષેક શર્મા સામેલ છે. સનરાઇઝર્સની ટીમે 2018ની હરાજી પહેલા ધવનને રિટેન ન કર્યો હતો. હવે કહેવામાં આવી રહ્યું છે કે, ધવન આ કારણે નારાજ હતો. પરંતુ હૈદરાબાદે હરાજી દરમિયાન ધવનને 5.2 કરોડમાં ખરીદ્યો હતો. 

વર્ષ 2008માં ધવન આઈપીએલમાં દિલ્હી ડેયરડેવિલ્સ માટે રમ્યો હતો. તેવામાં જો તે વાપસી કરશે તો 11 વર્ષ બાદ ફરી તેની ટીમ દિલ્હી હશે. ડેયરડેવિલ્સે શંકર (3.2 કરોડ), નદીમ (3.2 કરોડ) અને અભિષેક શર્મા (55 લાખ)ને કુલ 6.95 કરોડમાં ખરીદ્યા હતા તેવામાં સનરાઇઝર્સે વધુ પૈસાનો ખર્ચ કરવો પડી શકે છે. 

ધવન પહેલી સીઝનમાં ડેયરડેવિલ્સ તરફથી રમ્યો હતો બાદમાં મુંબઈમાં સામેલ થયો હતો. ત્યારબાદ તે 2013માં ડેક્કન ચાર્જર્સ તરફથી રમ્યો અને પછી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાં સામેલ થયો હતો. ધવને સનરાઇઝર્સ માટે રમતા 91 ઈનિંગમાં 125.13ની સ્ટ્રાઇક રેટથી કુલ 2768 રનવી ચુક્યો છે. આઈપીએલની છેલ્લી સીઝનમાં તેણે 142.82ની સ્ટ્રાઇક રેટથી કુલ 497 રન બનાવ્યા હતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news