INDvsAUS: 34 વર્ષમાં સૌથી ખરાબ બેટિંગ કરી રહી છે ઓસ્ટ્રેલિયન ટીમ

ઓસ્ટ્રેલિયાની ટીમે છેલ્લી વાર 300નો આંકડો આ વર્ષે પાકિસ્તાન વિરુદ્ધ યૂએઈમાં પાર કર્યો હતો. તેણે 7-11 ઓક્ટોબર વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 202 રન બનાવ્યા હતા. 

 INDvsAUS: 34 વર્ષમાં સૌથી ખરાબ બેટિંગ કરી રહી છે ઓસ્ટ્રેલિયન ટીમ

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝનો બીજો મુકાબલો શુક્રવાર (14 ડિસેમ્બર)થી શરૂ થઈ રહ્યો છે. યજમાન ટીમ પર આ મુકાબલો જીતીને સિરીઝમાં બરોબરી કરવાનો દબાવ છે. પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમ માટે આ આસાન નથી. યજમાન ટીમનું છેલ્લા એક વર્ષનું પ્રદર્શન તેના પ્રશંસકો માટે નિરાશ કરનારુ છે. આનાથી ખરાબ રમતનો અંદાજો તે વાતથી લગાવી શકાય કે આ પહેલા 1984મા આનાથી ખરાબ પ્રદર્શન કર્યું હતું. 

ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ ટેસ્ટમાં પ્રથમ ઈનિંગમાં 235 અને બીજી ઈનિંગમાં 291 રન બનાવી શકી હતી. તે બંન્ને ઈનિંગમાં 300નો આંક વટાવવામાં નિષ્ફળ રહી હતી. રસપ્રદ વાત તે છે કે, 2018મા આ પ્રથમવાર થયું નથી. આ ટીમ આ વર્ષે છેલ્લી 13 ઈનિંગમાં માત્ર એકવાર 300નો આંક પાર કરી શકી છે. આ પહેલા તે 1984મા આ સમયમાંથી પસાર થી હતી. ત્યારે તે 19 ઈનિંગમાં એકવખત 300નો આંકડો પાર કરી શકી હતી. 

છેલ્લા યૂએઈમાં બનાવ્યા હતા 300+ રન
ઓસ્ટ્રેલિયાની ટીમે છેલ્લી વાર 300નો આંકડો આ વર્ષે પાકિસ્તાન વિરુદ્ધ યૂએઈમાં પાર કર્યો હતો. તેણે 7-11 ઓક્ટોબર વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 202 રન બનાવ્યા હતા. પરંતુ બીજી ઈનિંગમાં તેણે પોતાનું પ્રદર્શન સુધારતા 8 વિકેટ પર 362 રન બનાવ્યા હતા. તેના આ પ્રદર્શનને કારણે મેચ ડ્રો રહી હતી. પરંતુ ત્યારબાદ રમાયેલી ટેસ્ટમાં તે 145 અને 164 રન બનાવી શક્યું અને મેચ હારી ગયું હતું. 

દક્ષિણ આફ્રિકામાં 8 ઈનિંગ, એકવાર 300+ બનાવ્યા
ઓસ્ટ્રેલિયાએ આ વર્ષે માર્ચ-એપ્રિલમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચ રમી હતી. તેમાં એક માર્ચથી ડરબનમાં રમાયેલા ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 351 અને બીજી ઈનિંગમાં 227 રન બનાવ્યા હતા. આ મેચમાં તે જીત્યું હતું. ત્યારબાદ રમાયેલી ત્રણ ટેસ્ટની છ ઈનિંગમાં તેણે 243, 239, 255, 107 221 અને 119 રન બનાવી શક્યું હતું. આ ત્રણેય મેચમાં ઓસ્ટ્રેલિયાનો પરાજય થયો હતો. 

ત્રણ સિરીઝમાં માત્ર બે વાર 300+
આ રીતે ઓસ્ટ્રેલિયાએ આ સિરીઝ અને છેલ્લી બે સિરીઝમાં મળીને માત્ર બે વખત 300નો આંકડો પાર કર્યો છે. મહત્વપૂર્ણ છે કે, આ બંન્ને  તકે તે મેચ હાર્યું નથી. જેથી સાફ સંકેત છે કે, ઓસ્ટ્રેલિયા 300 ર બનાવી લે ત્યારબાદ તેને હરાવવું આસાન નથી. 

સ્મિથ અને વોર્નરની કમી
ઓસ્ટ્રેલિયાની બેટિંગની ખરાબ સ્થિતિ સ્ટીવ સ્મિથ, વોર્નર અને બેનક્રોફ્ટ પર લાગેલા પ્રતિબંધ બાદ થઈ છે. આ ત્રણેયને બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પ્રતિબંધ લગાવી દીધો હતો. સ્મિથ, વોર્નર પર એક વર્ષ અને બેનક્રોફ્ટ પર નવ મહિનાનો પ્રતિબંધ લાગેલો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news