INDvsAUS: જાણો બોક્સિંગ ડે ટેસ્ટ મેચોમાં કેવો રહ્યો છે ભારતનો ઈતિહાસ
ભારત અત્યાર સુધી ઓસ્ટ્રેલિયામાં બોક્સિગં ડે ટેસ્ટ મેચ જીતી શક્યું નથી.
Trending Photos
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝનો ત્રીજો ટેસ્ટ આગામી બુધવારે મેલબોર્નમાં શરૂ થઈ રહ્યો છે. પર્થમાં પર્થમાં ટેસ્ટ મેચ હારીને વાપસીનો પ્રયાસ કરી રહેલી ટીમ ઈન્ડિયા 26 ડિસેમ્બરે મેલબોર્નમાં શરૂ થઈ રહેલા મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમવાર બોક્સિંગ ડે ટેસ્ટ મેચ જીતીને સિરીઝમાં ફરીથી લીડ મેળવવાનો પ્રયાસ કરશે. ભારતીય ટીમે અત્યાર સુધી બોક્સિંગ ડે એટલે કે, 26 ડિસેમ્બરથી શરૂ થતા 14 ટેસ્ટ મેચ રમ્યા છે જેમાં માત્ર એક મેચમાં વિજય મળ્યો છે. ભારતીય ટીમ માટે બોક્સિંગ ડે ટેસ્ટનું પરિણામ ઉત્સાહજનક રહ્યું છે.
આવો રહ્યો છે બોક્સિંગ ડે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ
ભારતે અત્યાર સુધી 14 બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમી છે અને તેમાંથી 10મા હારનો સામનો કરવો પડ્યો છે. ભારત માત્ર એક મેચ જીત્યું છે જ્યારે ત્રણ ડ્રો રહ્યાં છે. ઓસ્ટ્રેલિયામાં તે સાત બોક્સિંગ ડે ટેસ્ટ રમ્યું જેમાંથી પાંચમાં હાર મળી અને બે મેચ ડ્રો રહી છે. ભારતે 1991, 1999, 2003, 2007 અને 2011મા મેલબોર્નમાં સતત પાંચ ટેસ્ટ મેચ ગુમાવી. તેણે છેલ્લો બોક્સિંગ ડે ટેસ્ટ 2014મા રમી હતી જે ડ્રો રહી હતી. આ મહેન્દ્ર સિંહ ધોનીનો અંતિમ ટેસ્ટ મેચ હતો અને ત્યારબાદ તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી હતી.
શું છે બોક્સિંગ ડે ટેસ્ટ
ઓસ્ટ્રેલિયામાં બોક્સિંગ ડે ટેસ્ટ મેચ 1980થી દર વર્ષે મેલબોર્નમાં રમાઈ છે. આ વચ્ચે માત્ર એકવાર 1989મા આ દિવસે એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી. ભારત 1985મા તેનો ભાગ હતું. આ પ્રથમ અવસર હતો જ્યારે ભારતીય ટીમ 26 ડિસેમ્બરથી શરૂ થતી મેચ રમી હતી. આ મેચ ડ્રો રહી હતી. ઉલ્લેખનીય છે કે ક્રિસમસના આગામી દિવસને બોક્સિંગ ડે કહેવામાં આવી રહી છે. તેથી આ દિવસે શરૂ થનારી ટેસ્ટ મેચને બોક્સિંગ ડે ટેસ્ટ કહેવામાં આવે છે.
મેલબોર્નમાં 1980 પહેલા ભારતે પાંચ મેચ રમી હતી જેમાં બેમાં જીત અને ત્રણમાં હાર મળી હતી પરંતુ જ્યારે ઐતિહાસિક મેદાન પર બોક્સિંગ ડે ટેસ્ટ મેચ શરૂ થઈ ત્યારથી ભારત અહીં જીત મેળવી શક્યું નથી.
દક્ષિણ આફ્રિકામાં પણ ભારતે રમી છે બોક્સિંગ ડે ટેસ્ટ
ઓસ્ટ્રેલિયાથી બીજી તરફ 26 ડિસેમ્બરથી શરૂ થનારા ટેસ્ટ મેચની વાત કરીએ તો ભારતે દક્ષિણ આફ્રિકામાં પણ પાંચ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમી છે. તેમાંથી ચારમાં હાર અને એકમાં જીત મળી છે. આ મેચોમાં પ્રથમ મેચ 1992મા પોર્ટ એલિઝાબેથમાં રમાયો હતો, પરંતુ ત્યારબાદ આફ્રિકામાં બોક્સિંગ ડે ટેસ્ટ ડરબનમાં રમાવા લાગ્યો હતો. ભારતે 2010મા ડરબનમાં આફ્રિકાને 87 રનથી હરાવ્યું હતું. આ મેચની બીજી ઈનિંગમાં લક્ષ્મણ 96 રન ફટકાર્યા જેની મદદથી ભારત પ્રથમવાર બોક્સિંગ ડે ટેસ્ટ જીતવામાં સફળ રહ્યું હતું.
ન્યૂઝીલેન્ડમાં પણ રમાઈ છે બોક્સિંગ ડે ટેસ્ટ
ભારતે 1998મા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બોક્સિંગ ડે ટેસ્ટ રમી હતી. ન્યૂઝીલેન્ડમાં બોક્સિંગ ડેની યજમાની વેલિંગટન કરે છે. ભારત આ મેચ હાર વિકેટે હારી ગયું હતું. આ સિવાય ભારતે પોતાની ધરતી પર એક મેચ રમી છે જે 26 ડિસેમ્બરે શરૂ થઈ હતી. આ મેચ 1987મા વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ કોલકત્તામાં રમાયો હતો, જે ડ્રો રહ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે