INDvsAUS: અમે પિચ જોયા બાદ સ્પિન વિકલ્પ વિશે વિચાર ન કર્યોઃ વિરાટ કોહલી

ભારતીય ટીમને બીજી ટેસ્ટમાં 146 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાના સ્પિનર નાથન લાયને સૌથી વધુ 8 વિકેટ ઝડપી હતી. 

 INDvsAUS: અમે પિચ જોયા બાદ સ્પિન વિકલ્પ વિશે વિચાર ન કર્યોઃ વિરાટ કોહલી

પર્થઃ પર્થ ટેસ્ટમાં ભારતને ઓસ્ટ્રેલિયાના હાથે 146 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. ભારતની સામે બીજી ઈનિંગમાં 287 રનનો લક્ષ્ય આપ્યો હતો પરંતુ પાંચમાં દિવસે ટીમ 140 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચ બાદ કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયન ટીમની પ્રશંસા કરી હતી. મેચ બાદ ટીમ પસંદગીને લઈને જ્યારે કોહલીને પૂછવામાં આવ્યો કો તેણે કહ્યું કે, અમને ચાર ફાસ્ટ બોલરો પાસેથી વધુ આશા હતી તેથી સ્પિન બોલર રવિન્દ્ર જાડેજાની પસંદગી પર વિચાર ન કરવામાં આવ્યો. 

મેચ બાદ કેપ્ટન કોહલીએ કહગ્યું, અમે કોઈ સત્રમાં સારૂ પ્રદર્શન કર્યું  અને તે વાતમાંથી શીખ લઈને આગામી મેચમાં ઉતરશું. કોહલીએ વિપક્ષી ટીમની પ્રશંસા કરતા કહ્યું, ઓસ્ટ્રેલિયા અમારા કરતા સારૂ રમ્યું અને તે જીતનું હકદાર હતું. 

ભારતીય કેપ્ટને માન્યું કે, જો લક્ષ્ય 30-40 રન ઓછો હોત તો સારૂ હોત. તેણે કહ્યું, ઓસ્ટ્રેલિયાએ સારૂ પ્રદર્શન કર્યું અને બોર્ડ પર સ્કોર નોંધાવ્યો. કોહલી પોતાના બોલરોના પ્રદર્શનથી ખુશ જણાતો હતો. 

તેણે કહ્યું, અમારા બોલરોએ જે રીતે પ્રદર્શન કર્યું કે, પ્રશંસાપાત્ર છે. ખાસ કરીને બીજી ઈનિંગમાં અમારા બોલરોનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. 

કોહલીને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું આ પિચ પર જાડેજાને તક આપવાની જરૂર હતી તો તેના પર તેણે કહ્યું કે, પિચ જોયા બાદ એવું ન લાગ્યું. કોહલીએ કહ્યું, જ્યારે અમે પ્રથમવાર પિચ જોઈ તો અમને લાગ્યું કે, ફાસ્ટ બોલરો માટે મદદરૂપ હશે. પરંતુ નાથન લાયને આ વિકેટ પર શાનદાર બોલિંગ કરી હતી. 

ટીમમાં ભુવનેશ્વર કુમારના સ્થાન પર ઉમેશ યાદવને મહત્વ આપવાની વાત કરતા વિરાટે કહ્યું, ભુવી હાલમાં ટેસ્ટ મેચ રમ્યો નથી. ઉમેશ યાદવે તેની છેલ્લી ટેસ્ટ મેચમાં 10 વિકેટ ઝડપી હતી અને તે સારી લયમાં હતો, તો અમે તેને પસંદ કર્યો. જો અશ્વિન ફિટ હોત તો અમે તેના નામ પર વિચાર કરી શકતા હતા. ઈમાનદારીથી કહું તો અમે સ્વિન વિકલ્પ વિશે વિચાર્યું નથી. કેપ્ટને કહ્યું કે, તે હવે આગામી મેચ વિશે વિચાર કરી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news