શૂટર હીના સિદ્ધૂએ હૈનોવરમાં જીત્યો ગોલ્ડ, નિવેતાને મળ્યો બ્રોન્ઝ

ભારતીય નિશાનબાજ બીના સિદ્દૂએ હૈનોવર (જર્મની)માં આંતરરાષ્ટ્રીય નિશાનેબાજી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

શૂટર હીના સિદ્ધૂએ હૈનોવરમાં જીત્યો ગોલ્ડ, નિવેતાને મળ્યો બ્રોન્ઝ

જર્મનીઃ ભારતીય નિશાનબાજ બીના સિદ્દૂએ હૈનોવર (જર્મની)માં આંતરરાષ્ટ્રીય નિશાનેબાજી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે મહિલાઓની દસ મીટર એયર પિલ્ટલમાં આ સફળતા હાસિલ કરી, જ્યારે પી. હરિ નિવેતાને બ્રોન્ઝ મેડલ મળ્યો. હીનાએ મ્યૂનિખમાં આગામી સપ્તાહે યોજાનારા આઈએસએસએફ વિશ્વ કપ પહેલા આ સફળતા હાસિલ કરી છે. 

હીનાએ ફાઇનલમાં શાનદાર ફોર્મ દેખાડ્યું, તે અંતમાં ફ્રાન્સની મૈથિલ્ડે લામોલેની સાથે 239.8 અંકની સાથે બરોબરી પર હતી. તેણે ત્યારબાદ મૈથિલ્ડે સાથે ટાઇબ્રેકરમાં જીત મેળવીને ગોલ્ડ જીત્યો. નિવેતાએ 219.2 અંકની સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો. 

આ સાથે હીનાએ આગામી સપ્તાહે આઈએસએસએફ વિશ્વકપ માટે પોતાની શાનદાર તૈયારીનો પણ પરિચય આપ્યો હતો. હીનાએ ક્વોલિફાઇંગમાં 572 અંક મેળવીને ચોથા સ્થાને રહીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી, જ્યારે નિવેતાએ 582 અંક સાથે ટોપ પર રહીને ક્વોલિફાઇ કર્યું હતું. 

હીનાએ કહ્યું, મારી પ્રેક્ટિસ જે રીતે ચાલી રહી છે તેનાથી હું ખુશ છું. આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નથી, પરંતુ અમે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યાં છીએ. મ્યૂનિખ આઈએસએસએફ વિશ્વકપ 22 થી 29 મે વચ્ચે રમાશે. હીનાએ ગોલ્ડ કોસ્ટ રાષ્ટ્રમંડળ ગેમ્સમાં મહિલાઓની 25 મીટર પિસ્ટલમાં ગોલ્ડ અને 10 મીટર એયર પિસ્ટલમાં સિલ્વર મેડલ જીત્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news