IPL 2018: એલિમિનેટરમાં કોલકત્તાએ રાજસ્થાનને હરાવ્યું, હવે હૈદરાબાદ સામે ટક્કર

સનરાઇઝર્સ હૈદરાબદ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ 25 મેએ ક્વોલિફાયર-2માં ટકરાશે. 

 

  IPL 2018: એલિમિનેટરમાં કોલકત્તાએ રાજસ્થાનને હરાવ્યું, હવે હૈદરાબાદ સામે ટક્કર

કોલકત્તાઃ આઈપીએલ 11ના એલિમિનેટર મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સને 25 રનથી હરાવીને નોકઆઉટ કરી દીધું છે. હવે કોલકત્તા નાઇટ રાઇડર્સનો આગામી મેચ ક્વોલિફાયર-2માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 25 મેએ આ મેદાનમાં રમાશે. 

કોલકત્તાએ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાયેલી એલિમિનેટર મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા અને રાજસ્થાનને જીતવા માટે 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં રાજસ્થાન 20 ઓવરમાં 144 રન બનાવી શકી અને મેચ હારી ગઈ હતી. 

રાજસ્થાન માટે સંજુ સૈમસને અર્ધસદી ફટકારી હતી. આ સિવાય કેપ્ટન રહાણે 46, ત્રિપાઠી 20 અને બિન્ની 0 પર આઉટ થયો હતો. કોલકત્તા તરફથી ચાવલાએ બે વિકેટ ઝડપી હતી. 

પ્રથમ બોટિંગ કરતા કોલકત્તાએ 169 રન બનાવ્યા હતા. ટીમનો સ્કોર અહીં સુધી પહોંચાડવામાં આંદ્રે રસેલનું મહત્વનું યોગદાન રહ્યું હતું. અંતમાં રસેલે આક્રમક બેટિંગ કરતા 25 બોલમાં અણનમ 49 રન ફટકાર્યા હતા. જેમાં ત્રણ ફોર અને પાંચ સિક્સ સામેલ છે. 

કોલકત્તા માટે સૌથી વધુ રન કેપ્ટન કાર્તિકે બનાવ્યા હતા. તેણે 38 બોલમાં ચાર ફોર અને બે સિક્સની મદદથી 52 રન ફટકાર્યા. શુભમન ગિલે 28 રનનું યોગદાન આપ્યું હતું. 

કેપ્ટન કાર્તિક  જ્યારે બેટિંગમાં આવ્યો ત્યારે ટીમનો સ્કોર 24 રન પર ત્રણ વિકેટ હતી. ત્યારબાદ લિન 18 રન બનાવી આઉટ થયો હતો. કોલકત્તાએ 51 રનમાં ચોથી વિકેટ ગુમાવી હતી. કાર્તિક અને ગિલે પાંચમી વિકેટ માટે 55 રનની ભાગીદારી કરી હતી. કેકેઆરે અંતિમ છ ઓવરમાં 85 રન ફટકાર્યા હતા. 

કેકેઆરની શરૂઆત ખરાબ રહી હતી. સુનીલ નરેન 4, ઉથપ્પા 3 અને નીતિશ રાણા 3 રન બનાવી આઉટ થયા હતા. 

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news