IPL: નવો પાવર હિટર અને ગેમ ચેન્જર છે આંદ્રે રસેલ, માત્ર 77 બોલમાં બનાવી ચુક્યો છે 207 રન

કેકેઆરના આ બેટ્સમેને 13 બોલ પર સાત સિક્સ અને એક ફોરની સાથે નોટઆઉટ 48 રનની ઈનિંગ રમી જે અકલ્પનીય અંદાજમાં આરસીબીના હાથે મેચ છીનવી, તેના પર એકાએક વિશ્વાસ કરવો પણ મુશ્કેલ હતો. 

 IPL: નવો પાવર હિટર અને ગેમ ચેન્જર છે આંદ્રે રસેલ, માત્ર 77 બોલમાં બનાવી ચુક્યો છે 207 રન

નવી દિલ્હીઃ સિક્સ, સિક્સ, સિક્સ, ફોર અને ફરી સિક્સ.. આરસીબીના બોલર ટિમ સાઉદીને કંઇ સમજાતું નહતું કે આંદ્રે સરેલ નામનું કેરેબિયન તોફાનમાં ઉડી જવાતી ખુદને કેમ બચાવે. કેકેઆરના આ બેટ્સમેને 13 બોલ પર સાત સિક્સ અને એક ફોરની સાથે નોટઆઉટ 48 રનની ઈનિંગ રમીને જે અકલ્પનીય અંદાજમાં આરસીબીના હાથે મેચ છીનવી લીધો, તેના પર સીધો વિશ્વાસ કરવો પણ મુશ્કેલ હતો. પરંતુ આ આઈપીએલમાં જે અંદાજમાં આંદ્રે રસેલના નામનું તોફાન આવ્યું છે, તેનાથી બસ એક વાત સામે આવે છે- રસેલ છે તો, મુમકિન છે. ક્રિકેટની દુનિયા હેરાન છે. 

નવો પાવર હિટર
ટી20 અને આઈપીએલના ઈતિહાસમાં ક્રિકેટ ફેન્સ અત્યાર સુધી 'યૂનિવર્સ બોસ' ક્રિસ ગેલની વાપર હિટિંગના દિવાના હતા. વચ્ચે-વચ્ચે એક-બે બેટ્સમેન પણ પોતાની બેટિંગની ચમક દેખાડતા હતા, પરંતુ રસેલના હાલના ફોર્મે તેને સૌથી આગળ લઈને ઊભો કરી દીધો છે. ખાસ વાત છે કે ધુઆંધાર બેટિંગની સાથે સાથે તે શાનદાર બોલિંગ પણ કરે છે, તેથી આ સિઝનમાં તે કેકેઆર માટે સૌથી મોટું હથિયાર થઈ ગયું છે. રસેલ ગત સપ્તાહે પણ પંજાબ વિરુદ્ધ 17 બોલમાં 48 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. 

ગેમ ચેન્જર ખેલાડી
દિલ્હી કેપિટલ્સના પ્લેયર ક્રિસ મોરિસે કહ્યું કે, રસેલની સામે બોલિંગ કરવા માટે મજબૂત જીગર હોવું જોઈએ. જ્યારે કિંગ્સ ઈલેવન પંજાબના કોચ માઇક હેસનનું માનવું છે કે, તેની વિરુદ્ધ બોલિંગ કરતા સમયે તમે ધાર પર ચાલી રહ્યાં હોવ છે, તે એક ગેમચેન્જર પ્લેયર છે. આ ટૂર્નામેન્ટમાં તેના પ્રદર્શન બાદ કોમેન્ટ્રેટરોની પાસે તેની પ્રશંસા અને વિશેષણો માટે શબ્દો ઓછા પડી ગયા છે. 

કોઈ મેદાન મોટું નથી
આરસીબી વિરુદ્ધ અવિશ્વનીય ઈનિંગ બાદ રસેલે કહ્યું કે, તેને નથી લાગતું કે, તેના માટે કોઈ મેદાન મોટું છે. રસેલે કહ્યું, મને લાગતું હતું કે ઓસ્ટ્રેલિયાના કેટલાક મેદાન મોટા છે પરંતુ હું બોલને દર્શકોની પાસે મોકલીને ખુદ પણ ચોંકી ગયો હતો. મને લાગે છે કે, મારા માટે કોઈ મેદાન મોટું નથી. મને માતી તાકાત પર વિશ્વાસ છે. મારા બેટની ગતિ પણ ઘણી વધારે છે. હું તેના પર વિશ્વાસ કરુ છું. મને બીજા ખેલાડીઓનો સારો સાથ મળે છે અને હું લયમાં છું. વધુ વિસ્તારથી જણાવવા કરતા હું મેદાનમાં આવું કરીને દેખાડીશ. 

વિશ્વકપની ટીમમાં સામેલ કરોઃ લારા
તેની ધમાકેદાર બેટિંગને જોયા બાદ પૂર્વ કેપ્ટન બ્રાયન લારાએ કહ્યું- આ વિશ્વ કપ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ આવી હોવી જોઈએ- આંદ્રે રસેલ અને કોઈપણ અન્ય 10 પ્લેયર. 

આ આઈપીએલમાં રસેલ
બોલ    રન    રન પ્રતિ ઓવર વિકેટ
77    207    16.12     5

આ આઈપીએલમાં આંદ્રે રસેલ (ક્યાં બોલે કેટલા રન)
1, 1, 1, •, 4, 1, 1, 6, 6, 1, 4, 1, 4, 6, 4, •, 6, 1, 1, •, 1, 1, 1, 1, 1, 1, 6, 4, 4, 6, 6, 6, 6, 4, 1, W, •, 1, •, •, 6, 1, 6, 6, •, 1, •, •, •, 1, 1, 1, 4, •, 6, 1, 6, 6, 4, 1, 4, 2, 4, W, •, 1, •, •, 6, 6, 6, 1, 6, 6, 6, 4, 6 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news