IPL 2019 Auction: દરેક સિઝનના સૌથી મોંઘા ખેલાડીઓ વિશે જાણો

આઈપીએલની આગામી સિઝન માટે જયપુરમાં ખેલાડીઓની હરાજી થવાની છે. કુલ 346 ખેલાડીઓની બોલી લાગશે. તેમાંથી કુલ 9 ખેલાડીઓની બેઝ પ્રાઇઝ બે કરોડ રૂપિયા છે. 

IPL 2019 Auction: દરેક સિઝનના સૌથી મોંઘા ખેલાડીઓ વિશે જાણો

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ  (IPL)ની પ્રથમ સિઝન એટલે કે 2008 બાદ ઘણા ખેલાડીઓનું જીવન બદલી ગયું છે. આઈપીએલ ટીમોના માલિક ખેલાડીઓને ખરીદવા માટે મોટામાં મોટી રકમ આપવા માટે તૈયાર રહે છે. હવે ફરી એકવાર આઈપીએલની હરાજી થવાની છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2019 પહેલા ખેલાડીઓની હરાજી 18 ડિસેમ્બરે જયપુરમાં થશે. આ હરાજી એક દિવસ ચાલશે. તેના આયોજન સ્થળમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ વખતે આઈપીએલની હરાજી બેંગલુરૂની જગ્યાએ જયપુરમાં થશે. 

અહીં નજર કરીએ, દરેક સિઝનના સૌથી મોંઘા ખેલાડીઓ પરઃ 
આઈપીએલ 2008
ખેલાડીઃ મહેન્દ્ર સિંહ ધોની
ટીમઃ ચેન્નઈ સુપર કિંગ્સ
કિંમતઃ 9.5 કરોડ રૂપિયા
પ્રદર્શનઃ 2008ની હરાજીમાં ધોની સૌથી વધુ પસંદગીનો ખેલાડી હતી. 2007મા તેના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ ટી20 વિશ્વકપ જીત્યો હતો. તે વનડેનો પણ કેપ્ટન હતો. તેના નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સ ત્રણ વખત આઈપીએલ ચેમ્પિયન બની ચુકી છે અને છ વખત ટીમને ફાઇનલમાં પહોંચાડી છે. 

આઈપીએલ 2009
ખેલાડીઃ એંડ્રયૂ ફ્લિન્ટોફ અને કેવિન પિટરસન
ટીમઃ ચેન્નઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર બેંગલોર
કિંતમઃ 9.8 કરોડ (લગભગ)
પ્રદર્શનઃ 2009ના આઈપીએલમાં ફ્લિન્ટોફે માત્ર ત્રણ મેચ રમી હતી. ખરાબ પ્રદર્શન બાદ ઘુંટણની ઈજાને કારણે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. પિટરસન માટે પણ સિઝન ખાસ ન રહી. તેણે 6 મેચોમાં 93 રન બનાવ્યા હતા. તેની એવરેજ 15.50ની રહી હતી. 

આઈપીએલ 2010
ખેલાડીઃ શેન બોન્ડ, કીરોન પોલાર્ડ
ટીમઃ કોલકત્તા નાઇટ રાઇડર્સ, મુંબઈ ઈન્ડિયન્સ
કિંમતઃ 4.8 કરોડ
પ્રદર્શનઃ ન્યૂઝીલેન્ડનો શેન બોન્ડ માત્ર આ સિઝનમાં રમ્યો. તેણે 8 મેચમાં 9 વિકેટ ઝડપી. બીજીતરફ પોલાર્ડ 2010થી સતત મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં છે. તેણે 132 મેચો રમીને 2476 રન બનાવ્યા અને 56 વિકેટ ઝડપી છે. 

આઈપીએલ 2011
ખેલાડીઃ ગૌતમ ગંભીર
ટીમઃ કોલકત્તા નાઇટ રાઇડર્સ
કિંમતઃ 14.9 કરોડ
પ્રદર્શનઃ ગંભીર કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે સારો સાબિત થયો. ગંભીરે આ ટીમ સાથે જોડાયા બાદ ટીમનું ભાગ્ય બદલી નાખ્યું અને બે વખત ચેમ્પિયન બનાવી. ગંભીરે 108 મેચોમાં 3035 રન બનાવ્યા હતા. 

આઈપીએલ 2012
ખેલાડીઃ રવિન્દ્ર જાડેજા
ટીમઃ ચેન્નઈ સુપર કિંગ્સ
કિંમતઃ 12.8 કરો઼
પ્રદર્શનઃ જાડેજા સતત મુખ્ય ટીમ ચેન્નઈ સાથે જોડાયેલો રહ્યો છે. ધોનીનો તે પસંદગીનો બોલર રહ્યો છે. પ્રથમ સિઝનમાં જાડેજાએ રેકોર્ડ 16 રન આપીને 5 વિકેટ ઝડપીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. 

આઈપીએલ 2013
ખેલાડીઃ ગ્લેન મેક્સવેલ
ટીમઃ મુંબઈ ઈન્ડિયન્સ 
કિંમતઃ 6.3 કરોડ (લગભગ)
પ્રદર્શનઃ મુંબઈ ઈન્ડિયન્સ મેક્સવેલને ત્યારે પણ જાણતી હતી જ્યારે તે સ્ટાર ન હતો. પરંતુ ત્રણ મેચોમાં ફ્લોપ રહ્યા બાદ ટીમે સેને રિલીઝ કરી દીધો. 3 મેચમાં ઓસ્ટ્રેલિયન સ્ટારે માત્ર 36 રન બનાવ્યા હતા. 

આઈપીએલ 2014
ખેલાડીઃ યુવરાજ સિંહ
ટીમઃ રોયલ ચેલેન્જર બેંગલોર
કિંમતઃ 14 કરોડ
પ્રદર્શનઃ યુવરાજ પાંચ ટીમો માટે આઈપીએલ રમ્યો છે. સ્ટાર ભારતીય બેટ્સમેનને આ સિઝનમાં સૌથી વધુ કિંમત આપીને ખરીદવામાં આવ્યો હતો, પરંતુ યુવરાજ આરસીબીની અપેક્ષાઓ પૂરી કરવામાં અસફળ રહ્યો હતો. તે સિઝનમાં માત્ર ત્રણ અડધી સદી ફટકારી શક્યો હતો. 

આઈપીએલ 2015
ખેલાડી યુવરાજ સિંહ
ટીમઃ દિલ્હી ડેયરડેવિલ્સ
કિંમતઃ 16 કરોડ
પ્રદર્શનઃ દિલ્હી ડેયરડેવિલ્સે યુવરાજ પર દાવ લગાવ્યો હતો. પરંતુ યુવરાજ આ સિઝનમાં ફ્લોપ રહ્યો. તેણે 14 મેચોમાં 19.07ની એવરેજથી 248 રન બનાવ્યા હતા. 

આઈપીએલ 2016
ખેલાડીઃ શેન વોટસન
ટીમઃ રોયલ ચેલેન્જર બેંગલોર
કિંમતઃ 9.5 કરોડ
પ્રદર્શનઃ બે સિઝન માટે રાજસ્થાન રોયલ્સ પર પ્રતિબંધ લાગવાને કારણે તેને બીજી ટીમ સાથે જોડાવાની તક મળી હતી. વોટસને 2016મા બોલિંગમાં સારૂ પ્રદર્શન કર્યું પરંતુ 2017મા તે બહાર થઈ ગયો. 

આઈપીએલ 2017
ખેલાડીઃ બેન સ્ટોક્સ
ટીમઃ રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ
કિંમતઃ 14.5 કરોડ
પ્રદર્શનઃ આ સિઝનમાં સ્ટોક્સે પોતાના પ્રદર્શન દ્વારા બધાનું દિલ જીતી લીધું હતું. તેણે 31.60ની એવરેજથી રન બનાવ્યા અને 12 વિકેટ ઝડપી હતી. સ્ટોક્સની સૌથી શાનદાર ઈનિંગ ગુજરાત લાયન્સ વિરુદ્ધ 63 બોલમાં અણનમ 103 રન રહી હતી. પુણેની ટીમનો સ્કોર 10 રન પર 3 વિકેટ હતી પરંતુ સ્ટોક્સે 162 રનનો પીછો કરતા પોતાની ટીમને જીત અપાવી હતી. 

આઈપીએલ 2018
ખેલાડીઃ બેન સ્ટોક્સ
ટીમઃ રાજસ્થાન રોયલ્સ
કિંમતઃ 12.5 કરોડ
પ્રદર્શનઃ આ સિઝનમાં સ્ટોક્સનું પ્રદર્શન નબળુ રહ્યું હતું. આ ઓલરાઉન્ડરે એકપણ અડધી સદી ન ફટકારી અને 13 મેચમાં માત્ર 8 વિકેટ ઝડપી શક્યો હતો. તે છતાં રાજસ્થાન રોયલ્સે તેને રિટેન કરવાનો નિર્ણય લીધો છે. આશા છે કે 2019ની આઈપીએલની સિઝનમાં આ વર્ષનો સ્ટોક્સ સારૂ પ્રદર્શન કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news