IPL 2019: બંગાળનો પ્રયાસ રે બર્મન બન્યો સૌથી યુવા કરોડપતિ

રોયલ ચેલેન્જર્સ બેંગલોરે (Royal Challengers Bangalore) બંગાળના પ્રયાસ રે બર્મનને 1.50 કરોડમાં ખરીદ્યો છે. 
 

IPL 2019: બંગાળનો પ્રયાસ રે બર્મન બન્યો સૌથી યુવા કરોડપતિ

નવી દિલ્હીઃ આઈપીએલ  (Indian Premier League)ની મંગળવારે યોજાયેલી હરાજીમાં ઘણા અજાણ્યા ક્રિકેટર પણ કરોડપતિ બની ગયા છે. આવો જ એક અજાણ્યો ખેલાડી પ્રયાસ રે બર્મન છે. 16 વર્ષના આ લેગ સ્પિનરને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આઈપીએલની હરાજીમાં તે સૌથી નાની ઉંમરનો ક્રિકેટર છે જેના પર બોલી લાગી છે. 

બંગાળો આ ક્રિકેટર વિરાટ કોહલીની આગેવાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ડ્રેસિંગ રૂમમાં એબી ડિવિલિયર્સ જેવા ધુરંધરોની સાથે રહેશે. તેની ઉંમર અત્યારે 16 વર્ષ 54 દિવસ  (હરાજીના દિવસની ઉંમર) છે. પ્રયાસ રે બર્મન અત્યાર સુધી લિસ્ટ-એ ક્રિકેટના 9 મેચોમાં 11 વિકેટ ઝડપી પડ્યો છે. 

સંગીપ્રેમીઓ માટે બર્મન સરનેમ નવી નથી, પરંતુ ભારતીય ક્રિકેટમાં પ્રથમવાર કોઈ આ સરનેમનો ખેલાડી આઈપીએલમાં રમતો જોવા મળશે. આમ બર્મન પર બંગાળની લીગેસીને આગળ વધારવાનો દબાવ પણ રહેશે. બંગાળમાંથી સૌરવ ગાંગુલી બાદ એવું કોઈ મોટુ નામ આવ્યું નથી, જેણે ભારતીય ક્રિકેટ પર બદબદો બનાવ્યો હોય. 

સૌથી નાની ઉંમરમાં આઈપીએલ રમવાની વાત કરીઓ તો, કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી 2018મા અફગાન ઓફ સ્પિનર મુજીબ ઉર રહમાને 17 વર્ષ 11 દિવસની ઉંમરમાં પ્રથમવાર મેદાન પર પગ મુક્યો હતો. ભારતના સરફરાઝ ખાને 2015મા આઈપીએલ પર્દાપણ 17 વર્ષ 177 દિવસની ઉંમરમાં કર્યું હતું. 

પ્રયાસ રે બર્મનની જેમ પ્રભુસિમરન સિંહ પણ તે નાની ઉંમરોના ક્રિકેટરોમાં સામેલ છે, જેના પર કરોડોની બોલી લાગી હતી. પંજાબે 18 વર્ષના પ્રભુસિમરન સિંહને 4.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આમ તો આઈપીએલ 2019મા થયેલી હરાજીમાં સૌથી મોટી બોલી અજાણ્યા વરૂણ ચક્રવર્તી પર લાગી. પંજાબે 20 લાખની બેઝ પ્રાઇઝ ધરાવતા આ ખેલાડીને 8.40 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. 1.50 કરોડની બેઝ પ્રાઇઝ ધરાવતા જયદેવ ઉનડકટને પણ 8.40 કરોડ રૂપિયા મળ્યા છે. 

તો હિમાચલ પ્રદેશના તોફાની ક્રિકેટર પંકજ જાયસવાલને મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો છે. રણજીમાં ધમાકેદાર અડધી સદીને કારણે ત્રણ વખતની ચેમ્પિયન મુંબઈએ તેને પસંદ કર્યો છે. મુંબઈએ 23 વર્ષના આ ઓલરાઉન્ડરને તેની બેઝ પ્રાઇઝ 20 લાખમાં ખરીદ્યો છે. હિમાચલ પ્રદેશના આ ખેલાડીએ ગત રણજી સિઝનમાં ગોવા વિરુદ્ધ 16 બોલમાં અડધી સદી ફટકારી હતી. જે ટૂર્નામેન્ટના ઈતિહાસની બીજી સૌથી ઝડપી અડધી સદી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news