IPL છોડી વિરાટ કોહલીને વિશ્વ કપ પહેલા આરામ કરવો જોઈએઃ માઇકલ વોન

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોનનું માનવુ છે કે વિરાટ કોહલીને હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ છોડીને આરામ પર ધ્યાન આપવું જોઈએ. આરબીસીની ટીમ છ મેચ ગુમાવી ચુકી છે. 

 IPL છોડી વિરાટ કોહલીને વિશ્વ કપ પહેલા આરામ કરવો જોઈએઃ માઇકલ વોન

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની હાલની સિઝન અત્યાર સુધી વિરાટ કોહલી અને તેની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે કોઈ ખરાબ સપનાથી ઓછી રહી નથી. વિરાટની આગેવાનીમાં ટીમે શરૂઆતી છ મેચ ગુમાવી દીધી છે. આટલી હાર બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલોરનું પ્લેઓફમાં પહોંચવાનું સપનું પણ તુટી ગયું હોય તેમ લાગી રહ્યું છે. તેવામાં ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને વિરાટ કોહલી અને બીસીસીઆઈને એક ખાસ સલાહ આપી છે. 

રવિવાર (7 એપ્રિલ)એ રોયલ ચેલેન્જર્સ બેંગલોરે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ માઇકલ વોને ટ્વીટર પર લખ્યું, 'જો બીસીસીઆઈ સ્માર્ટ છે તો તે હવે વિરાટ કોહલીને વિશ્વ કપ માટે આરામ આપી દેશે.' વિશ્વ કપ જેવી મોટી ઈવેન્ટ પહેલા તેને (વિરાટને) થોડો આરામ આપવો જોઈએ. 

— Michael Vaughan (@MichaelVaughan) April 7, 2019

આ પહેલા ગૌતમ ગંભીરે વિરાટને નવો કેપ્ટન ગણાવ્યો હતો. ગંભીર પ્રમાણે, ભલે જ બેટ્સમેન તરીકે વિરાટ શાનદાર છે, પરંતુ આગેવાનીમાં મામલામાં તે નૌશિખો છે. બોલરો પર હારની જવાબદારી નાખવા કરતા મહત્વનું છે કે, તે હારની જવાબદારી લે. ગંભીરે હરાજીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આરસીબીએ નાથન કુલ્ટર નાઇલ અને માર્કસ સ્ટોઇનિસને કેમ ખરીદ્યાં, જ્યારે ખ્યાલ હતો કે ટૂર્નામેન્ટની શરૂઆતમાં બંન્ને ખેલાડીઓ હાજર રહેશે નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news