IPL 2020 SRH vs RR: વિજય શંકર માટે કેમ આ મેચ 'કરો યા મરો'ની હતી?

ઓલરાઉન્ડર વિજય શંકર (Vijay Shankar)એ કહ્યું કે, તેમણે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ની વિરૂદ્ધ મેચને પોતાના માટે 'કરો યા મરો'ની જેમ લીધી હતી તથા તે જાણતો હતો કે, બેટ અને બોલ બંનેથી સારું પ્રદર્શન કરવા પર તે સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ની પ્લેઇંગ XI માં પોતાની જગ્યા બચાવી શકે છે.
IPL 2020 SRH vs RR: વિજય શંકર માટે કેમ આ મેચ 'કરો યા મરો'ની હતી?

દુબઇ: ઓલરાઉન્ડર વિજય શંકર (Vijay Shankar)એ કહ્યું કે, તેમણે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ની વિરૂદ્ધ મેચને પોતાના માટે 'કરો યા મરો'ની જેમ લીધી હતી તથા તે જાણતો હતો કે, બેટ અને બોલ બંનેથી સારું પ્રદર્શન કરવા પર તે સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ની પ્લેઇંગ XI માં પોતાની જગ્યા બચાવી શકે છે.

મનીષ પાંડે (નોટઆઉટ 83) અને શંકર (નોટઆઉટ 52)ની વચ્ચે ત્રીજી વિકેટ માટે 140 રનની ભાગીદારી કરી સનરાઈઝર્સે રાજસ્થાન રોયલ્સની સામે 8 વિકેટથી જીત નોંધાવી હતી. તેનાથી તેની 10 મેચમાં 8 અંક થઈ ગયા છે અને 5માં નંબર પર પહોંચી ગયો છે.

શંકરે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, જો હું પર્સનલી વાત કરૂં તો મારા માટે આ 'કરો યા મરો'ની મેચ હતી. હું આ મેચને આ પ્રકારે જ લઇ રહ્યો હતો. હું બેટિંગમાં સારું પ્રદર્શન કરી શક્યો નહતો અને તેથી મારે આ મેચમાં સારૂ પ્રદર્શન કરવાનું હતું. દુર્ભાગ્યથી ગણો અથવા સૌભાગ્યથી અમને શરૂમાં બે વિકેટ ગુમાવ્યા અને એવામાં ટીમે મને ઉપરના ક્રમમાં બેટિંગ કરવા મોકલ્યો હતો.

બોલીંગમાં પણ સારું પ્રદર્શન કરનાર શંકરે કહ્યું કે, ટીમને છેલ્લી 2 મેચમાં જીત નોંધાવવા પ્રયત્ન કર્યો હતો. તેણે કહ્યું, અમે છેલ્લી ક્ષણોમાં મેચ ગુમાવ્યા. આ રીતની જીતથી ટીમના દરેક સભ્યનું મનોબળ વધશે. અમે બાકી મેચ જીતને ટૂર્નામેન્ટમાં પોતાની અપેક્ષાઓ જાળવી શકીએ છીએ. શંકરે કહ્યું કે, સનરાઈઝર્સની 2 વિકેટ ગુમાવ્યા બાદ તેમની યોજના લાંબી ભાગીદારી નિભાવવાની હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news