ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન આ ભારતીય ખેલાડી પર ઓળઘોળ, કહ્યું- ટીમ ઈન્ડિયાના પસંદગીકારો તેના પર નજર રાખે
ઈજા અને લાંબા રીહેબ બાદ ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2022) ની 15મી સીઝન સાથે મેદાન પર વાપસી કરી રહેલા એક ભારતીય ખેલાડી પર પૂર્વ ઈંગ્લિશ કેપ્ટન વારી ગયા છે.
Trending Photos
નવી દિલ્હી: ઈજા અને લાંબા રીહેબ બાદ ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2022) ની 15મી સીઝન સાથે મેદાન પર વાપસી કરી રહેલા એક ભારતીય ખેલાડી પર પૂર્વ ઈંગ્લિશ કેપ્ટન વારી ગયા છે. તેના પ્રદર્શનને જોતા તેઓ ખુબ પ્રભાવિત થયા અને ભારતીય પસંદગીકારોને કહ્યું કે તેમણે આ ડાબેરી બોલર પર નજર રાખવી જોઈએ.
આઈપીએલની 15મી સીઝનમાં ટી નટરાજને પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે. નટરાજન ફ્રેન્ચાઈઝી સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમે છે. તેણે શુક્રવારે કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ મેચમાં ચાર ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. વોને ક્રિકબઝ પર કહ્યું કે ભારતે જોતા મને લાગે છે કે જો તેઓ તેના પર નજર નહીં રાખે તો તેઓ મૂરખ હશે. વોને વધુમાં કહ્યું કે જો તેઓ ભારતીય પસંદગીકર્તા હોત તો નટરાજન પર નીકટથી નજર રાખી રહ્યા હોત. તેમણે કહ્યું કે અનેક સારી ટી20 ટીમો પાસે પોતાના એટેકમાં ડાબેરી ફાસ્ટ બોલર છે. જો હું એક ભારતીય પસંદગીકર્તા હોત તો હું તેના પર બાજ નજર રાખી રહ્યો હોત.
(તસવીર-નટરાજન ફાઈલ ફોટો )
આઈપીએલ 2020માં પોતાની ઈન્ડિયન પ્રિમિયર લીગ ફ્રેન્ચાઈઝી સનરાઈઝર્સ હૈદરાબાદ માટે સતત સારું પ્રદર્શન કરવાના કારણે નટરાજનને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ભારતીય મર્યાદિત ઓવર ફોર્મેટ માટે પસંદ કરાયો હતો. નટરાજને પણ તે સમયે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું અને સિડનીમાં રમાયેલી છેલ્લી ટેસ્ટમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું. ભારતે સિરીઝમાં 2-1થી જીત મેળવી હતી. જો કે ઈજાના કારણે નટરાજન ટીમથી બહાર થયો.
હવે આઈપીએલ 2022માં પોતાના પ્રદર્શનના દમ પર તેની કોશિશ ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મેળવવાની રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે