IPL 2023: દિલ્હીએ સતત હારની લગાવી હેટ્રિક, રાજસ્થાને 57 રનથી હરાવી દીધુ

IPL 2023: આઈપીએલની આજના દિવસની પહેલી મેચમાં રાજસ્થન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર થઈ. આ મેચમાં રાજસ્થાને દિલ્હીની ટીમને 57 રનથી હરાવી દીધી. દિલ્હી કેપિટલ્સની આ સીઝનમાં આ સતત ત્રીજી હાર છે. 

IPL 2023: દિલ્હીએ સતત હારની લગાવી હેટ્રિક, રાજસ્થાને 57 રનથી હરાવી દીધુ

RR vs DC, Match Highlights: આઈપીએલની 11મી મેચમાં રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને 57 રનથી હરાવી દીધા. બસરાપારા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હીના કેપ્ટને ટોસ જીતીને રાજસ્થાનને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું. પહેલા બેટિંગ કરતા રાજસ્થાનની ટીમે યશસ્વી જયસ્વાલ (60), અને જોસ બટલર (79) ની ધૂંઆધાર ઈનિંગની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 199 રન કર્યા. જેના જવાબમાં દિલ્હીની ટીમ 9 વિકેટના નુકસાન પર 142 રન કરી શકી. 

રાજસ્થાન રોયલ્સના ઓપનર્સે ટીમને સારી શરૂઆત અપાવી. યુવા યશસ્વી જયસ્વાલે 31 બોલમાં 60 રન કર્યા. આ ઇનિંગમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતા. જોસ બટલરે પણ 51 બોલમાં 79 રનની ઈનિંગ રમી. તેમની ઈનિંગમાં 11 ચોગ્ગા અને એક છગ્ગો સામેલ હતા.  આ ઉપરાંત આખરી ઓવરોમાં બેટિંગ કરતા સિમરન હેટમાયરે પણ 21 બોલમાં 39 રન કર્યા. દિલ્હીના બોલરોને વધુ સફળતા મળી નહીં. પેસર મુકેશકુમારે 2 વિકેટ લીધી જ્યારે અક્ષર પટેલ અને રોવમેન પોવેલને 1-1 વિકેટ મળી. 

જીત માટે 200 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી. રાજસ્થાન રોયલના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે પોતાની એક જ ઓવરમાં દિલ્હીના પૃથ્વી શો (0), અને મનીષ પાંડે (0)ને પેવેલિયન ભેગા કર્યા. ત્યારબાદ કેપ્ટન ડેવિડ વોર્નર એકલા ટીમનો મોરચો સંભાળતા જોવા મળ્યા. જો કે લલિત યાદે વોર્નર સાથે મળીને એક નાનકડી ભાગીદારી કરી પરંતુ તે 38 પર આઉટ થઈ ગયો. વોર્નરે 5 5બોલમાં 65 રન કર્યા પરંતુ ટીમને જીત અપાવી શક્યા નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news