Joe Root: જો રૂટે ફટકારી ટેસ્ટ કેરિયરની 28મી સદી, કોહલી તથા સ્મિથને પછાડ્યા

દુનિયાના નંબર વન ટેસ્ટ બેટ્સમેન જો રૂટે બતાવી દીધું કે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટના આટલા ધુરંધર બેટ્સમેન કેમ ગણવામાં આવે છે. એજબેસ્ટન ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં જો રૂટે ભારત વિરૂદ્ધ 31 રન બનાવ્યા હતા.

Joe Root: જો રૂટે ફટકારી ટેસ્ટ કેરિયરની 28મી સદી, કોહલી તથા સ્મિથને પછાડ્યા

નવી દિલ્હી: દુનિયાના નંબર વન ટેસ્ટ બેટ્સમેન જો રૂટે બતાવી દીધું કે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટના આટલા ધુરંધર બેટ્સમેન કેમ ગણવામાં આવે છે. એજબેસ્ટન ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં જો રૂટે ભારત વિરૂદ્ધ 31 રન બનાવ્યા હતા. પરંતુ બીજી ઇનિંગમાં તેમણે ટીમ ઇન્ડીયાના બોલરોને પોતાના પર હાવી ન થવા દીધા અને સદી ફટકારી. જો રૂટના ક્રિકેટ કેરિયરની આ 28મી સદી રહી તો બીજી તરફ ભારત વિરૂધ્ધ તેમની 9મી સદી હતી.

જો રૂટે તોડ્યો વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથનો રેકોર્ડ
જો રૂટે એજબેસ્ટન ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં પોતાના ટેસ્ટ ક્રિકેટ કેરિયરની 28મી સદી ફટકારી અને તેમણે વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથને પાછળ છોડી દીધા. કોહલી અને સ્ટીવ સ્મિથે પોતાના ટેસ્ટ ક્રિકેટ કેરિયરમાં અત્યાર સુધી 27-27 સદી ફટકારી છે, પરંતુ રૂટ હવે બંનેથી આગળ નિકળી ગયા. 

ફેબ ફોરની ટેસ્ટ સદી
28- જો રૂટ
27- સ્ટીવ સ્મિથ
27- વિરાટ કોહલી
24- કેન વિલિયમસન

136 બોલમાં રૂટે પુરી કરી સદી
જો રૂટે આ મેચમાં 136 બોલનો સામનો કરતાં 14 ચોગ્ગાની મદદથી પોતાની સદી પુરી કરી. તેમણે ભારતીય ફાસ્ટ બોલર મો.સિરાજના બોલ પર શાનદાર ચોગ્ગા ફટકારતાં આ સેંચુરી પુરી કરી. રૂટે બીજી ઇનિંગમાં 173 બોલનો સામનો કરતાં 1 સિક્સર તથા 19 ચોગ્ગાની મદદથી અણનમ 142 રન બનાવ્યા હતા અને ચોથી વિકેટર માટે બેયરસ્ટો સાથે અણનમ 269 રનની ભાગીદારી કરતાં પોતાની ટીમને 7 વિકેટથી જીત અપાવી હતી. 

જો રૂટે તોડ્યો ઘણા દિગ્ગજોનો રેકોર્ડ
જો રૂટે ભારત વિરૂદ્ધ નવમી ટેસ્ટ સદી ફટકારી અને તેમણે રિકી પોટિંગનો રેકોર્ડ તોડી દીધો. આ પહેલાં ભારત વિરૂદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ રિકી પોંટિંગ, વિવ રિચર્ડ્સ, સ્ટીવ સ્મિથ અને ગૈરી સોબર્સના નામે નોંધાયો હતો. આ તમામે ભારત વિરૂદ્ધ 8 ટેસ્ટ સદી ફટકારી હતી. 

ભારત વિરૂદ્ધ સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર ટોપ 5 બેટ્સમેન

9- જો રૂટ્સ
8- રિકી પોંટીંગ
8- વિવ રિચર્ડ્સ
8- સ્ટિવ સ્મિથ
8- ગૈરી સોબર્સ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news