આઈપીએલના ઈતિહાસની સૌથી ફાસ્ટ અર્ધસદી ફટકારી રાહુલે બનાવ્યો રેકોર્ડ

આઈપીએલમાં દિલ્હી સામે રાહુલે માત્ર 14 બોલમાં અર્ધસદી ફટકારીને નવો રેકોર્ડ નોંધાવ્યો છે. 

આઈપીએલના ઈતિહાસની સૌથી ફાસ્ટ અર્ધસદી ફટકારી રાહુલે બનાવ્યો રેકોર્ડ

મોહાલીઃ પીસીએ આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં કિંગ્સ ઈલેવન પંજાબના ઓપનર બેટ્સમેન લોકેશ રાહુલે આઈપીએલ 11માં ઈતિહાસ રચી દીધો છે. મહત્વનું છે કે, રાહુલે આઈપીએલના ઈતિહાસની સૌથી ઝડપી અર્ધસદી ફટકારી છે. દિલ્હી ડેયરડેવિલ્સ વિરુદ્ધ રાહુલે માત્ર 14 બોલમાં અર્ધસદી ફટકારી છે. 

સૌથી ઝડપી આઈપીએલ અર્ધસદી
પંજાબ માટે ઓપનિંગ કરવા આવેલા લોકેશ રાહુલે રવિવારે સાંજે દિલ્હીના બોલરોની શાનદાર ધોલાઇ કરી હતી. રાહુલે 14 બોલમાં અડધી સદી ફટકારી દીધી હતી. તે 16 બોલમાં 51 રન બનાવી આઉટ થયો હતો. જેમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. 

આ પહેલા આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ યૂસુફ પઠાન અને સુનીલ નરેનના નામે સંયુક્ત હતો. પઠાને સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ 2014માં 15 બોલમાં અર્ધસદી ફટકારી હતી. જ્યારે સુનીલ નરેને આરસીબી વિરુદ્ધ 15 બોલમાં અડધી સદી ફટકારી હતી. 

આઈપીએલમાં સૌથી ઝડપી અડધીસદીનો રેકોર્ડ 
14 લોકેશ રાહુલ વિરુદ્ધ દિલ્હી, મોહાલી 208
15 યૂસુફ પઠાન વિરુદ્ધ હૈદરાબાદ, કોલકત્તા 2014
15 સુનીલ નરેન વિરુદ્ધ બેંગલુરૂ, બેંગલુરુ 2017
16 સુરેશ રૈના વિરુદ્ધ પંજાબ, મુંબઈ 2014

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news