IPL 2018: કોલકત્તાની ધમાકેદાર જીત, શાહરૂખ-સુહાના આ રીતે વધાવી જુઓ PIC

કોલકત્તા નાઇટ રાઇડર્સે પોતાના પ્રથમ મેચમાં બેંગલુરૂને ઘરઆંગણે 4 વિકેટે હરાવીને આઈપીએલ 2018માં વિજયી પ્રારંભ કર્યો છે.

IPL 2018: કોલકત્તાની ધમાકેદાર જીત, શાહરૂખ-સુહાના આ રીતે વધાવી જુઓ PIC

કોલકત્તાઃ કોલકત્તા નાઇટ રાઇડર્સે પોતાના પ્રથમ મેચમાં બેંગલુરૂને ઘરઆંગણે 4 વિકેટે હરાવીને આઈપીએલ 2018માં વિજયી પ્રારંભ કર્યો છે. 177 રનનો પીછે કરવા ઉતરેલી કોલકત્તાએ 7 બોલ બાકી હતી ત્યારે બેંગલુરૂને 4 વિકેટે હરાવ્યું છે.  177 રનના જવાબમાં કોલકત્તા તરફતી ક્રિસ લીન અને સુનીલ નરેને ઈનિંગની શરૂઆત કરી હતી. ટીમનો સ્કોર 16 રને પહોંચ્યો ત્યારે લીન ક્રિસ વોક્સનો શિકાર બન્યો હતો. ત્યારબાદ રોબિન ઉથ્થપા મેદાનમાં આવ્યો હતો. એક તરફ સુનીલ નરેને ફટકાબાજી જારી રાખી હતી. તેણે 17 બોલમાં પોતાની અર્ધસદી પુરી કરી હતી. પાવરપ્લેમાં કોલકત્તાએ 68 રન બનાવ્યા હતા. અર્ધસદી પુરી કર્યાં બાદ સુનીલ નરેન ઉમેશ યાદવનો શિકાર બન્યો હતો. તે 19 બોલમાં 50 રન બનાવી આઉટ થયો હતો. નરેને 5 સિક્સ અને ચાર ફોર ફટકારી હતી. ત્યારબાદ ઉથ્થપા પણ મેચની 8મી ઓવરમાં ઉમેશના હાથે આઉટ થયો હતો.

shahrukh khan

નિતિશ રાના અને કાર્તિકે ચોથી વિકેટ માટે 55 રનની ભાગીદારી કરી હતી. નિતિશ રાના 138 રનના કુલ સ્કોરે વોશિંગ્ટન સુંદરનો શિકાર બન્યો હતો. તેણે બે ફોર અને બે સિક્સ ફટકારી હતી. રિંકુ સિંહ 6 અને આદ્રેં રશેલ 15 રન બનાવીને આઉટ થયો હતો. 

બેંગલુરૂ તરફથી ક્રિસ વોક્સે 4 ઓવરમાં 36 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવને બે તથા સુંદરને એક સફળતા મળી હતી. 

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેજર્સ બેંગલુરૂની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા અને કોલકત્તાને જીતવા માટે177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બેંગલુરૂ માટે મેક્કુલમે 27 બોલમાં 43 રન બનાવ્યા, જેમાં 6 ફોર અને બે સિક્સ સામેલ છે. એબીડીએ 23 બોલમાં પાંચ સિક્સ અને એક ચોગ્ગાની મદદથી 44 રન બનાવ્યા હતા. 

મનદીપ સિંહે અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરતા 15 બોલમાં ચાર ફોર અને એક સિક્સની મદદથી 31 રનની ઈનિંગ રમી હતી. મનદીપની ઈનિંગની મદદથી બેંલગુરૂ 175નો સ્કોર નોંધાવવામાં સફળ રહી હતી.

shahrukh khan 

મેક્કુલમે પોતાની ઈનિંગમાં 27 બોલનો સામનો કર્યો હતો. તે 63 રનના કુલ સ્કોરે નરેનનો શિકાર બન્યો હતો. તેની સાથે ડી કોકે ઈનિંગની શરૂઆત કરી હતી પરંતુ કુલ સ્કોર 18 રને હતો ત્યારે ડી કોક પિયુષ ચાવલાનો શિકાર બન્યો હતો. 

મેક્કુલમના આઉટ થયા બાદ ડી વિલિયર્સની શો શરૂ થયો હતો. તેણે કોહલી સાથે મળીને 64 રનની ભાગીદારી કરી હતી. એબીડીએ પોતાની ઈનિંગમા પાચ સિક્સ ફટકારી હતી. 

ડિવિલિયર્સને નિતીશ રાણાએ પોતાનો શિકાર બનાવ્યો, એબીના આઉટ થયા બાદ બીજા બોલે કોહલી પણ બોલ્ડ થયો હતો. કોહલીએ 31 રન બનાવ્યા હતા. આ બંન્ને 127 રનના કુલ સ્કોરે આઉટ થયા હતા.

  shahrukh khan

કોલકત્તા તરફથી નિતીશ રાણાએ બે, પીયુષ ચાવલા, સુનીલ નરેન, અને જોનસનને એક-એક વિકેટ મળી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news