કોમનવેલ્થ ગેમ્સ 2018: સોનાનો વરસાદ, પૂનમ બાદ હવે મનુ ભાકરે અપાવ્યો ભારતને 6ઠ્ઠો ગોલ્ડ મેડલ
Trending Photos
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં ચાલી રહેલા 21માં કોમનવેલ્થ ગેમ્સમાં રવિવારે ચોથા દિવસની શરૂઆત ભારત માટે ખુબ સારી રહી. પહેલા વેઈટલિફ્ટિંગમાં પૂનમ યાદવે દેશને પાંચમો ગોલ્ડ મેડલ અપાવ્યો અને થોડીવાર બાદ 10 મીટર એર પિસ્ટલમાં હરિયાણાની મનુ ભાકરે ભારતને 6ઠ્ઠો ગોલ્ડ મેડલ અપાવ્યો. આ ઈવેન્ટમાં હીના સિંધુએ સિલ્વર મેડલ જીત્યો. ઓસ્ટ્રેલિયાની એલના ત્રીજા નંબરે રહી.
આ અગાઉ પણ આજે વેઈટલિફ્ટિંગમાં ભારતના વેઈટલિફ્ટરોનું શાનદાર પ્રદર્શન જારી રહ્યું. મહિલાઓના 69 કિગ્રા વર્ગમાં પૂનમ યાદવે દેશને પાંચમો ગોલ્ડ મેડલ અપાવ્યો. તેણે ઈંગ્લેન્ડની સારા ડેવિસને પછાડીને ગોલ્ડ મેળવ્યો. પૂનમ યાદવથી આગળ નિકળવા માટે સારાને છેલ્લા રાઉન્ડમાં કુલ 128 કિગ્રા વજન ઉઠાવવાનું હતું પરંતુ તે નિષ્ફળ ગઈ અને ગોલ્ડ પૂનમને મળ્યો.
ભારતને અત્યાર સુધી કુલ 9 પદકો મળ્યાં છે જેમાં 6 ગોલ્ડ, 2 સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ સામેલ છે. પૂનમે કુલ 222 કિગ્રા વજન ઉઠાવ્યું હતું. તેમણે સ્ન્ચમાં 100 કિલોનું વજન ઉઠાવીને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. જ્યારે ક્લીન એન્ડ જર્કમાં તેણે 122 કિગ્રા વજન ઉઠાવીને ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો.
#CommonwealthGames 2018: India's Manu Bhaker wins gold and Heena Sidhu wins silver in Women's 10m Air Pistol pic.twitter.com/pEOiabNGeg
— ANI (@ANI) April 8, 2018
પૂનમ યાદવને આ સફળતા પર દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ શુભેચ્છા પાઠવી છે. આ અગાઉ ત્રીજા દિવસે ભારતને ટેબલ ટેનિસ, બેડમિન્ટન, બોક્સિંગ, વેઈટલિફ્ટિંગ અને હોકીમાં સફળતા મળી છે. જો કે સાઈકલિંગ, સ્વિમિંગ, બાસ્કેટબોલ અને સ્ક્વોશમાં નિરાશા મળી છે. બેડમિન્ટનની વાત કરીએ તો ભારતીય ટીમે મિશ્રિત ટીમ સ્પર્ધાની સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યં છે. ટીમે મોરેશિયસને ક્વાર્ટર ફાઈનલમાં 3-0થી હરાવી અને સેમીફાઈનલમાં પ્રવેશ મેળવ્યો.
સેમીફાઈનલમાં હવે ભારતીય ટીમનો મુકાબલો સિંગાપુર સાથે થશે. જેણે ક્વાર્ટર ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવી. વેઈટલિફ્ટિંગમાં સતીષે પુરુષોની 77 કિલોગ્રામ ભારવર્ગની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો. તેણે સ્નેચમાં 144નો સર્વશ્રેષ્ઠ ભાર ઉઠાવ્યો હતો જ્યારે ક્લીન એન્ડ જર્કમાં 173નો સર્વશ્રેષ્ઠ ભાર ઉઠાવ્યો હતો. કુલ મળીને તેમનો સ્કોર 317 રહ્યો. તેમને ક્લીન એન્ડ જર્કમાં ત્રીજા પ્રયત્નની જરૂર પડી નહી.
#GC2018Shooting #CommonwealthGames2018 @thecgf @ioaindia @GC2018 SENSATIONAL SHOOTING by 16 Years Old Girl #ManuBhaker on her 1st Commonwealth Games won GOLD 🏅 with Games Record and hence made all the Indians proud. @HeenaSidhu10 won SILVER and gave double joy 🇮🇳 BRAVO pic.twitter.com/F3PP6OMryv
— Pradeep Panwar (@panwar_1802) April 8, 2018
આ ઉપરાંત વેંકટે કેરારા સ્પોર્ટ્સ એરીના-1માં આયોજિત આ સ્પર્ધામાં સ્નેચ અને ક્લીન એન્ડ જર્કમાં કુલ 338 કિગ્રા વજન ઉઠાવીને ગોલ્ડ મેળવ્યો. સ્નેચ સ્પર્ધામાં પહેલીવાર 147 કિગ્રા વજન ઉઠાવ્યું, બીજીવાર 151 કિગ્રા વજન ઉઠાવવામાં તે નિષ્ફળ ગયાં. પરંતુ ત્રીજીવારમાં તેમણે વજન ઉઠાવીને શાનદાર પ્રદર્શન કર્યું. સ્નેચમાં આ તેમનું સૌથી શાનદાર પ્રદર્શન હતું.
ક્લીન એન્ડ જર્કમાં બીજીવારમાં તેમણે સૌથી સારું પ્રદર્શન કરતા 187 કિગ્રા વજન ઉઠાવ્યું. પહેલીવારમાં તેમણે 182 કિલો વજન ઉઠાવ્યું હતું. જ્યારે ત્રીજીવારમાં 191 કિગ્રા વજન ઉઠાવવામાં નિષ્ફળ ગયાં પરંતુ શાનદાર પ્રદર્શન કરીને તેઓ ગોલ્ડ જીતી ચૂક્યા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે