પાણી સમજીને એસિડ પી ગયો આ ધાકડ ભારતીય ક્રિકેટર? જાણો લેટેસ્ટ હેલ્થ અપડેટ

Mayank Agarwal Health Update: ભારતીય ક્રિકેટર મયંક અગ્રવાલ સાથે મોટી ઘટના ઘટી ગઈ.  તેને અગરતલાથી પાછા ફરતી વખતે ફ્લાઈટમાં ચડવા દરમિયાન અનેકવાર ઉલટીઓ થઈ. તે હાલ બરાબર બોલી શકતો નથી. તેના ચહેરા પર સોજા છે.

પાણી સમજીને એસિડ પી ગયો આ ધાકડ ભારતીય ક્રિકેટર? જાણો લેટેસ્ટ હેલ્થ અપડેટ

Mayank Agarwal Health Update: ભારતીય ક્રિકેટર મયંક અગ્રવાલ સાથે મોટી ઘટના ઘટી ગઈ.  તેને અગરતલાથી પાછા ફરતી વખતે ફ્લાઈટમાં ચડવા દરમિયાન અનેકવાર ઉલટીઓ થઈ. તે હાલ બરાબર બોલી શકતો નથી. તેના ચહેરા પર સોજા છે. વાત જાણે એમ છે કે કર્ણાટક ટીમના કેપ્ટન મયંક અગ્રવાલની તબિયત બગડ્યા બાદ અગરતલાની એક હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. તે રણજી મેચ રમીને અગરતલાથી પાછો ફરી રહ્યો હતો પરંતુ ફ્લાઈટમાં ચડતા જ અસહજ મહેસૂસ કરવા લાગ્યો હતો. બાદમાં ખબર પડી કે તેણે પાણી સમજીને એસિડ જેવો કોઈ પદાર્થ પી લીધો હતો. 

એસિડને પાણી સમજીને પી ગયો?
કર્ણાટકના અનુભવી ઓપનર અને કેપ્ટન મયંક અગ્રવાલ જ્યારે સોમવારે રણજી ટ્રોફીની મેચ રમીને અગરતલાથી પાછો ફરી રહ્યો હતો ત્યારે એરપોર્ટ પર  ફ્લાઈટમાં ચડતી વખતે તેની તબિયત બગડી ગઈ. તેના મોંઢા અને ગળામાં તકલીફ થવા લાગી હતી. તેને તરત અગરતલાની હોસ્પિટલમાં દાખલ કરાયો. મયંકને હાલ જો કે કોઈ જોખમ નથી અને તેની સ્થિતિ પહેલા કરતા સારી છે. મળતી માહિતી મુજબ મયંકે પાણી સમજીને એક બોટલથી એસિડ જેવો કોઈ પદાર્થ પી લીધો હતો. 

ફ્લાઈટમાં ઉલ્ટીઓ થઈ
ઈન્ડિગો તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદન મુજબ અગરતલાથી દિલ્હી માટે ઉડાણ ભરનારી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6ઈ5177 એ વિમાનમાં એક ઈમરજન્સી મેડિકલ સ્થિતિને કરાણે મૂળ સ્થાન પર પાછા ફરવું પડ્યું. મુસાફરને ઉતારી દેવાયો અને આગળ ચિકિત્સા મદદ માટે હોસ્પિટલ લઈ જવાયો. વિમાને સાંજે 4.20 વાગે ફરીથી ઉડાણ ભરી. 

ત્રિપુરા ક્રિકેટ એસોસિએશનના કાર્યકારી સચિવ વાસુદેવ ચક્રવર્તીએ મયંક અંગે અપડેટ આપી છે. તેમણે કહ્યું કે મને ફોન આવ્યો કે મયંક અગ્રવાલને ઈમરજન્સીમાં દાખલ કરાયો છે. મયંકે એક બોટલમાંથી પાણી સમજીની કઈક પી લીધુ અને ત્યારબાદ તેને સોજા મહેસૂસ થયા. આ કઈક એસિડ જેવું હતું. હોસ્પિટલ પહોંચીને જોયું તો તેનો ચહેરો સૂજી ગયો હતો અને તે બોલી શકતો નહતો. 

પોલીસ તપાસ ચાલુ
રિપોર્ટ મુજબ મયંકને અગરતલાથી બપોરે 2.30 વાગે ફ્લાઈટ પકડવાની હતી. તે ફ્લાઈટ બોર્ડ પણ કરી ચૂક્યો હતો. તે વખતે તેને ગળામાં કઈક સમસ્યા લાગી.ત્યારબાદ મયંકને ફ્લાઈટમાંથી નીચે ઉતારાયો અને હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં લઈ જવાયો. તે આઈસીયુમાં દાખલ હતો. હાલ તે સારવાર હેઠળ છે. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. મયંકે હાલમાં ત્રિપુરા વિરુદ્ધ અગરતલામાં મેચ રમી. જે 26 જાન્યુઆરીથી શરૂ થઈ હતી. આ મેચમાં મયંકે 51 અને 17 રન કર્યા હતા. તેની ટીમ કર્ણાટક 29 રનથી જીતી હતી. 

હાલ જોખમ બહાર
32 વર્ષના મયંકે ભારત માટે 21 ટેસ્ટ રમી છે. તે સોમવારે કર્ણાટક ટીમનો કેપ્ટન છે. હાલ તે આઉટ ઓફ ડેન્જર છે. કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘ (કેએસસીએ)ના એક અધિકારીએ જણાવ્યું કે એક હોસ્પિટલમાં નિગરાણી હેઠળ છે અને ડોક્ટરો પાસેથી અપડેટ મળ્યા બાદ અમે તેને પાછા બેંગ્લુરુ લઈ જઈશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news