#Me Too: 4 વખતની ઓલિમ્પિક ચેમ્પિયન જિમ્નાસ્ટ બાઈલ્સનું પણ થયું હતું જાતીય શોષણ

બીબીસી રિપોર્ટ અનુસાર, સિમોન બાઈલ્સ એ 160 મહિલાઓમાંની એક છે, જેમનું લેરી નાસરે જાતીય શોષણ કર્યું હતું, નાસરને આ વર્ષે જાન્યુઆરીમાં 175 વર્ષ સુધીની જેલની સજા થઈ હતી 

#Me Too: 4 વખતની ઓલિમ્પિક ચેમ્પિયન જિમ્નાસ્ટ બાઈલ્સનું પણ થયું હતું જાતીય શોષણ

વોશિંગટનઃ દુનિયાભરમાં ચાલી રહેલા #Me Too (જાતીય શોષણ વિરુદ્ધનું અભિયાન)માં હવે રમત-જગતની દુનિયામાંથી પણ વિવિધ કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. અમેરિકાની મહિલા જિમનાસ્ટ સિમોન બાઈલ્સે તેની સાથે થયેલા જાતીય શોષણની સ્ટોરી જાહેર કરી છે. ચાર વખતની ઓલિમ્પિક ચેમ્પિયન બાઈલ્સે જણાવ્યું કે, તે પણ જિમાન્સ્ટિક ટીમના ડોક્ટર લેરી નાસર દ્વાર જાતીય શોષણનો ભોગ બની હતી અને હવે તેના અંગે ખુલાસો કરીને તેને રાહતનો અહેસાસ થઈ રહ્યો છે. 

બીબીસી રિપોર્ટ અનુસાર, સિમોન બાઈલ્સ એ 160 મહિલાઓમાંની એક છે, જેમનું લેરી નાસરે જાતીય શોષણ કર્યું હતું, નાસરને આ વર્ષે જાન્યુઆરીમાં 175 વર્ષ સુધીની જેલની સજા થઈ હતી.

21 વર્ષની બાઈલ્સે લખ્યું છે કે, "આ અત્યંત મુશ્કેલ હતું, પરંતુ મને લાગે છે કે મારી સાથે થયેલા દુર્વ્યવહાર અંગે મારે ખુલાસો કરવો જોઈએ. તેનાથી અન્ય લોકો પણ પોત-પોતાના કિસ્સા જાહેર કરવા માટે પ્રોત્સાહિત થશે."

2016ની રિયો ઓલિમ્પિકમાં ચાર ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ જીતી ચુકેલી બાઈલ્સે જણાવ્યું કે, "હું એ અનેક પીડિતોમાંની એક છું જેમનું નાસરે જાતીય શોષણ કર્યું હતું. હું તાજેતરના દિવસોમાં તુટી ગઈ છું. હું મારો અવાજ જેટલો દબાવાનો પ્રયાસ કરું છું, અંતરાત્મા મને એટલો જ જોસથી મારું દર્દ જાહેર કરવા પ્રેરિત કરી રહ્યો છે. હવે હું મારી કહાની કહેતાં ડરીશ નહીં." 

ઉલ્લેખનીય છે કે, અમેરિકાની ઓલિમ્પિક, 2000ની મહિલા ટીમનાં સભ્ય સહિત બે જિમ્નાસ્ટોએ આરોપ લગાવ્યો હતો કે, જિમ્નાસ્ટિક ટીમના ડોક્ટર રહેલા લેરી નાસરે લાંબા સમય સુધી તેમનું જોતીય શોષણ કર્યું હતું. 

— USA Gymnastics (@USAGym) October 11, 2018

સસ્પેન્ડ થતાં પહેલાં સુધી 53 વર્ષના લેરીએ દાયકાઓ સુધી જિમ્નાસ્ટિક સંઘ સાથે કામ કર્યું હતું. તેમની સામે કેસ દાખલ કરાયો હતો, જેના અનુસાર તેમણે યુવાન ખેલાડીની શાનદાર કારકિર્દી દરમિયાન શારીરિક થેરપીના નામે તેમની સાથે વાંધાજનક હરકતો કરી હતી. 

જિમ્નાસ્ટ સિમોન બાઈલ્સ ઉપરાંત એક અન્ય જિમ્નાસ્ટે પણ નાસર પર આરોપ લગાવ્યા હતા. અન્ય જિમ્નાસ્ટ રાશેલ ડેનહોલાન્ડર કેન્ટુકીના લુઈસવિલેની રહેવાસી હતી અને તેણે ઈન્ડિયાનાપોલીસ સ્ટાર અખબારને જણાવ્યું હતું કે, લેરીએ 2000ના વર્ષ દરમિયાન મિશિગન યુનિવર્સિટીમાં કમરના દુખાવાના ઈલાજ દરમિયાન તેનું જાતીય શોષણ કર્યું હતું. લેરી એ સમયે ત્યાં ફેકલ્ટી સભ્ય હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news