ટીમમાં ખામી, વોર્નર-સ્મિથ આવવાથી બધુ યોગ્ય થશે નહિઃ માઇકલ વોન
વોને લખ્યું છે, જો તેઓ વિચારો રહ્યાં છે કે, સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પસંદગી માટે ઉપલબ્ધ થયા બાદ ઓસ્ટ્રેલિયાની સમસ્યાઓ સમાપ્ત થઈ જશે તો તે ખોટા છે.
Trending Photos
સિડનીઃ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોનનું માનવું છે કે ભારતના હાથે પ્રથમવાર ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ ગુમાવનાર ઓસ્ટ્રેલિયાને જો લાગતું હોય કે સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની વાપસી બાદ બધુ યોગ્ય થઈ જશે તો તેની સાથે મજાક હશે. ભારતની જીત બાદ વોને ડેલી ટેલીગ્રાફમાં પોતાની કોલમમાં લખ્યું કે, ઓસ્ટ્રેલિયાના પ્રતિબંધિત સ્મિથ અને વોર્નરની ગેરહાજરી સિવાય અન્ય ગંભીર મુદ્દાનો સામનો કરી રહ્યું છે.
વોને લખ્યું છે, જો તેઓ વિચારો રહ્યાં છે કે, સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પસંદગી માટે ઉપલબ્ધ થયા બાદ ઓસ્ટ્રેલિયાની સમસ્યાઓ સમાપ્ત થઈ જશે તો તે ખોટા છે. ભારત વિરુદ્ધ તેની બેટિંગ, બોલિંગ, પસંદગી અને રણનીતિ બધુ બેકાર રહ્યું અને ઓસ્ટ્રેલિયાએ સ્વીકાર કરવો પડશે કે તેની ટીમ હવે બહુ સારી નથી.
તેણે કહ્યું, તે યોગ્ય છે કે બે સર્વશ્રેષ્ઠ ખેલાડીઓના બહાર થવાની કોઈપણ ટીમ સંઘર્ષ કરે પરંતુ સ્મિથ અને વોર્નરને ગુમાવવા ખામીને છુપાવવાનું બહાનું નથી. ભારતને ઈંગ્લેન્ડે 4-1થી હરાવ્યું હતું પરંતુ મેચ નજીકના અંતરથી ગુમાવ્યા હતા. જો સિડનીમાં અંતિમ બે દિવસ વરસાદ ન આવ્યો હોત તો ભારત ઓસ્ટ્રેલિયાને 3-1થી હરાવી શકતું હતું.
વોનને લાગે છે કે, વર્તમાન પરિસ્થિતિમાં ઓસ્ટ્રેલિયા વિશ્વ કપ 2019 બાદ યોજાનારી એશિઝ સિરીઝમાં ઈંગ્લેન્ડને હરાવી શકશે નહીં. તેણે કહ્યું, તેની બેટિંગ ટેકનિક સારી થવી જોઈએ અને બોલિંગમાં વધુ સાતત્યતાની જરૂર છે. તેની ટેસ્ટ ટીમને દરેક વિભાગમાં સુધાર કરવાની જરૂર છે. જો તેઓ વિચારે છે કે, સ્મીથ અને વોર્નરની વાપસી બાદ બધુ યોગ્ય થઈ જશે તો તે પોતા સાથે મજાક કરી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે