ધોનીની દીકરી ઝીવાને રેપની ધમકી મળ્યા બાદ ટ્વિટર પર Dhoni Fansમાં ભારે આક્રોશ

કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) સામે ચેન્નાઈ સુપરકિંગ્સ (CSK)ની હાર બાદ એમસએ ધોની (MS Dhoni)ની દીકરી ઝીવા ધોની (Ziva Dhoni)ને રેપની ધમકી મળી હતી

ધોનીની દીકરી ઝીવાને રેપની ધમકી મળ્યા બાદ ટ્વિટર પર Dhoni Fansમાં ભારે આક્રોશ

નવી દિલ્હી: કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) સામે ચેન્નાઈ સુપરકિંગ્સ (CSK)ની હાર બાદ એમસએ ધોની (MS Dhoni)ની દીકરી ઝીવા ધોની (Ziva Dhoni)ને રેપની ધમકી મળી હતી.

ઉલ્લેખનીય છે કે, આઇપીએલ 2020માં 7 ઓક્ટોબરની રાતે અબુ ધાબીના મેદાનમાં KKRએ CSKને 10થી હરાવ્યું હતું. ત્યારબાદ મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી રાવત (Sakshi Rawat)ના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમની પુત્રી વિશે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી. જેને લઇને ધોનીના ચાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં જ હાથરસની ઘટનાએ દેશને હચમચાવી દીધો છે. ત્યારે આ પ્રકારની હેરાન કરતી ઘટના સામે આવી રહી છે કે, આપણે એવા સમાજમાં જીવી રહ્યાં છીએ, જેમાં નૈતિકતાનું પતન થઈ રહ્યું છે.

— Adarsh Kumar Shahi (@AdarshK67323175) October 10, 2020

આદર્શ કુમાર શાહીએ લખ્યું છે કે, આજ કારણ છે કે, આ દેશ મહિલાઓ માટે આટલો અસુરક્ષિત કેમ છે. આ મૂર્ખ લોકોમાં એટલી હિંમત છે કે, એક 5 વર્ષની બાળકી સામે વાંધાજનક વાતો લખે, ભવિષ્યની રાહ કેમ જોવી, આવા લોકોને શોધો અને તેમને જેલ પાછળ મોકલી દો. તેમની માનસિકતા બળાત્કારીઓ જેવી છે.'

— Er Vajja Eshwar Rao (@Imvajja94) October 10, 2020

કેટલાક લોકોએ આ ઘટનાની કડક નિંદા કરી છે, તેથી ઘણા ક્રિકેટ ચાહકોએ ધોનીનો આભાર માન્યો કે, માહી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત થયા છે. ચાહકો માને છે કે, આ દેશ ધોની જેવા મહાન ખેલાડીઓનો હકદાર નથી. લોકોને 2015નો વર્લ્ડ કપ યાદ આવી ગયો, જ્યારે ધોનીએ કહ્યું હતું કે, મારી બાળકી રાહ જોઈ શકે છે, હું હમણાં રાષ્ટ્રીય ફરજ પર છું.

— Abdul Rab Shaikh🇮🇳 (@AbdulRabsk) October 10, 2020

કોઈપણ બાળક વિશે આવી વાતો કહેવી એ ખુબજ ખરાબ પ્રકારની હરકત છે. સ્પષ્ટ છે કે, આવી ટિપ્પણી કરવા માટે, ગુનેગારો બનાવટી આઈડી બનાવે છે જેથી તેઓ પડદા પાછળ રહી આ પ્રકારની હરકત કરી શકે, પરંતુ જો પોલીસ તંત્ર ઈચ્છે તો આ ગુનેગારોને પકડવા મુશ્કેલ નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news