ધોની પાસે વધુ આશા ન રાખો, તે હવે વિશ્વનો બેસ્ટ ફિનિશર રહ્યો નથીઃ સંજય માંજરેકર

એશિયા કપમાં મહેન્દ્ર સિંહ ધોનીએ 6 મેચની ચાર ઈનિંગમાં 77 રન બનાવ્યા. સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં ધોની 23માં નંબરે રહ્યો હતો. રન બનાવવાના મામલામાં દિનેશ કાર્તિક, શોએબ મલિક અને રાશિદ ખાન પણ તેનાથી આગળ રહ્યાં હતા. 

 ધોની પાસે વધુ આશા ન રાખો, તે હવે વિશ્વનો બેસ્ટ ફિનિશર રહ્યો નથીઃ સંજય માંજરેકર

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2019માં પોતાના સૌથી સીનિયર અને અનુભવી ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીની સાથે ઉતરવા ઈચ્છે છે. પરંતુ ધોનીનું હાલનું ફોર્મ જોતા કશું કહેવું મુશ્કેલ છે. કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલી પણ ધોનીની આલોચનાના પર તે જવાબ આપતા રહ્યાં છે કે ટીમમાં તેનું મહત્વ છે અને તેના વગર વિશ્વકપ માટે વિચારી શકાય નહીં. શાસ્ત્રી અને વિરાટના નિવેદનો કરતા અલગ ટીમ ઈન્ડિયાના એક પૂર્વ ખેલાડીનું કહેવું છે કે હવે ધોની વિશ્વનો બેસ્ટ ફિનિશર રહ્યો નથી અને તેની પાસે વધારે આશા રાખવી જોઈએ નહીં. 

ઈંગ્લેન્ડમાં ખરાબ પ્રદર્શન બાદ એશિયા કપ 2018માં ધોની કંઇ ખાસ કમાલ કરી શક્યો નથી. તે બેટિંગમાં સંઘર્ષ કરતો જોવા મળ્યો અને કીપિંગમાં કેચ પણ છોડ્યા હતા. ધોનીના પ્રદર્શનને જોતા ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી સંજય માંજરેકરનું કહેવું છે કે, હવે ચાહકોએ ધોની પાસે વધુ આશા ન રાખવી જોઈએ. 

પરંતુ તેમણે કહ્યું કે, ધોનીએ 2019નો વિશ્વકપ વિકેટકીપરના રૂપમાં પણ રમવો જોઈએ. તેમનો  અનુભવ ટીમને કામ આવશે. ઈએસપીએન સાથે વાત કરતા સંજય માંજરેકરે કહ્યું, મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકોએ તે સ્વીકાર કરી લેવું જોઈએ કે તે, હવે દુનિયાનો સર્વશ્રેષ્ઠ ફિનિશર નથી. 

તેમણે કહ્યું, મેં હંમેશા કહ્યું કે, આ સ્તર પર મહેન્દ્ર સિંહ ધોની વિશ્વને હરાવનાર ક્રિકેટર રહ્યો નથી. જેમ તે પહેલા હતા. તેથી તેની નીચેના ક્રમમાં રમાડવો જોઈએ. એશિયા કપના ફાઇનલમાં ઇનફોર્મ બેટ્સમેનનો પહેલા મોકલવાના હતા. હવે આપણે ધોની પાસે ઓછી આશા રાખવી જોઈએ. 

આ સાથે માંજરેકરે કહ્યું કે, ધોનીનું સ્થાન વિશ્વકપની ટીમમાં હોવું જોઈએ. તે સૌથી અનુભવી વિકેટકીપર બેટ્સમેન છે અને ધોની આજે બેસ્ટ વિકેટકીપર છે. ધોનીનું શાનદાર સ્ટંપિંગ તેને સર્વશ્રેષ્ઠ વિકેટકીપર બનાવે છે. વિશ્વકપનો દબાવ ધોની લઈ શકે છે. પરંતુ તેની બેટિંગ સમસ્યાનો વિષય છે. જો ભારતની પાસે ધોનીથી કોઈ સારો વિકલ્પ હોય તો તેનો ઉપયોગ કરવો જોઈએ. 

ઉલ્લેખનીય છે કે એશિયા કપ 2018માં ધોનીએ 6 મેચની ચાર ઈનિંગમાં 77 રન બનાવ્યા હતા. તે રન બનાવવાના મામલે 23માં સ્થાને રહ્યો હતો. તેના કરતા કાર્તિક, મલિક અને રાશિદ પણ આગળ હતા. કાર્તિકે 5 ઈનિંગમાં 146, મલિકે 5 ઈનિંગમાં 211 અને રાશિદે 4 ઈનિંગમાં 87 રન બનાવ્યા હતા. 

આ પ્રથમવાર નથી કે સંજય માંજરેકટે ધોનીની ટીકા કરી છે. આ પહેલા ગત વર્ષે ન્યૂઝીલેન્ડની ટીમ ભારત આવી હતી. આ દરમિયાન એક ટી-20 મેચમાં ધોની રન બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. તે ઈનિંગ બાદ પણ ધોનીની ટીકા થઈ હતી. લક્ષ્મણ અને અગરકરે પણ ધોનીને ટી-20માંથી નિવૃતી લેવાની સલાહ આપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news