રાહુલ દ્રવિડ અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં વધુ બોલ રમનારો ખેલાડી, BCCIએ આપી માહિતી

રાહુલ દ્રવિડ એકમાત્ર બેટ્સમેન છે જેણે ટેસ્ટ ક્રિકેટમાં 30 હજાર કરતા વધુ બોલ રમ્યા છે. 
 

 રાહુલ દ્રવિડ અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં વધુ બોલ રમનારો ખેલાડી, BCCIએ આપી માહિતી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટની દીવાલ કહેવાતા રાહુલ દ્રવિડને રમતો જોવાનું દર્શકો પસંદ કરતા હતા. પોતાના શાંત  સ્વભાર અને અંદાજને કારણે દ્રવિડ બધાની પસંદગીનો ખેલાડી રહ્યો હતો. શનિવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે દ્રવિડ  સાથે જોડાયેલી એક ખાસ જાણકારી શેર કરી છે. બીસીસીઆઈએ જણાવ્યું કે, ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં દ્રવિડ એકમાત્ર  એવો બેટ્સમેન છે, જેણે 30 હજારથી વધુ બોલ રમ્યા છે. 

આ વિશે જાણકારી આપતા બીસીસીઆઈએ લખ્યું, શું તમે જાણો છો કે રાહુલ દ્રવિડ એકમાત્ર તેવો બેટ્સમેન છે જેણે  ટેસ્ટ ક્રિકેટમાં 30 હજારથી વધુ બોલ રમ્યા છે. બીસીસીઆઈએ જાણકારી આપી કે દ્રવિડે પોતાના કરિયરમાં કુલ  31,258 બોલ રમ્યા છે. 

#DidYouKnow Rahul Dravid is the only cricketer till date to have faced more than 30,000 (31,258) deliveries in Test cricket 😯😯 pic.twitter.com/HDO1uJLi3z

— BCCI (@BCCI) November 17, 2018

>

મહત્વનું છે કે દ્રવિડે પોતાના કરિયરમાં 164 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 13288 રન બનાવ્યા છે. તેનો ઉચ્ચતમ  સ્કોર 270 રન હતો. તેણે ટેસ્ટ કરિયરમાં 36 સદી, પાંચ બેવડી સદી અને 65 અડધી સદી ફટકારી હતી. વનડેમાં  રાહુલે 344 મેચ રમી, જેમાં તેણે 10889 રન બનાવ્યા. તેનો સર્વોચ્ચ સ્કોર 153 રન હતો. 

વનડેમાં તેણે 12 સદી અને 83 અડધી સદી ફટકારી છે. ટી20 મેચમાં તેણે માત્ર 1 મેચ રમી તેમાં 31 રન બનાવ્યા  હતા. આઈપીએલમાં તેણે 89 મેચ રમી જેમાં 2174 રન બનાવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news