રાશિદ ખાનના પિતાનું નિધન, તેમના સન્માનમાં આજે રમશે બિગ બેશ મેચ

અફગાનિસ્તાની સ્પિનર રાશિદ ખાનના પિતાનું રવિવારે નિધન થઈ ગયું છે. રાશિદ હાલમાં ઓસ્ટ્રેલિયામાં બિગ બેશ લીગ રમી રહ્યો છે. તે આજે પોતાની ટીમ માટે મેદાનમાં ઉતરશે. 
 

રાશિદ ખાનના પિતાનું નિધન, તેમના સન્માનમાં આજે રમશે બિગ બેશ મેચ

નવી દિલ્હીઃ પોતાની શાનદાર સ્પિન બોલિંગની મદદથી ઓછા સમયમાં ક્રિકેટની દુનિયામાં છવાઇ જનાર અફગાનિસ્તાની ખેલાડી રાશિદ ખાનના પિતાનું નિધન થયું છે. રાશિદ ખાનના પિતાએ 30 ડિસેમ્બરે દુનિયાને અલવિદા કહી દીધું હતું. તેણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. રાશિદ આ સમયે ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં એડિલેડ સ્ટ્રાઇકર્સ તરફથી રમી રહ્યો છે. રાશિદ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમે છે. 

રાશિદ ખાને ટ્વીટર પર જાણકારી આપ્યા બાદ તેના સાથી ખેલાડીઓ, ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ અને વિશ્વના ઘણા ક્રિકેટ દિગ્ગજોએ શોક વ્યક્ત કર્યો છે. મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં રાશિદ ખાન અત્યાર સુધી 3 મેચમાં પાંચ વિકેટ ઝડપી ચુક્યો છે. 

આ મુશ્કેલ સ્થિતિમાં રાશિદ ખાને આજે રમાનારા મેચમાં રમવાનો નિર્ણય લીધો છે. તેનની ટીમ એડિલેડ સ્ટ્રાઇકર્સ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, રાશિદે કહ્યું કે, તે પોતાના પિતાના સન્માનમાં આ મેચ રમવા ઈચ્છે છે. 

રાશિદ ખાને 30 ડિસેમ્બરે પોતાના ટ્વીટર પર લખ્યું, આજે મેં મારી જિંદગીમાં સૌથી મહત્વના વ્યક્તિને ગુમાવી દીધા છે, મારા પિતા. મને આજે ખ્યાલ આવ્યો કે, તમે મને હંમેશા મજબૂત રહેવાનું કેમ કહેતા હતા. 

— Rashid Khan (@rashidkhan_19) December 30, 2018

તમને જણાવી દઈએ કે, છેલ્લા પાંચ વર્ષમાં રાશિદ ખાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક સનસની તરીકે ઉભર્યો છે. તેણે અત્યાર સુધી 1 ટેસ્ટ, 52 વનડે અને આશરે 35 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા રાશિદ ખાને પોતાના પ્રદર્શનની મદદથી લોકોનું દિલ જીતી લીધું છે. 

ઉલ્લેખનીય છે કે, ક્રિકેટ જગતમાંથી સતત બીજા દિવસે ખરાબ સમાચાર આવ્યા છે. આ પહેલા શનિવારે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એંડ્રૂયૂ સ્ટ્રોસની પત્ની રૂથ સ્ટ્રોસનું નિધન થયું હતું. તેઓ કેન્સરથી પીડિત હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news