Rohit Sharma ની સદી પર ખુશીથી નાચી ઉઠી વાઈફ Ritika Sajdeh, કેપ્ટન Virat Kohli પણ પોતાને રોકી ના શક્યો

ટીમ ઇન્ડિયાના (Team India) હિટમેન (Hitman) રોહિત શર્માએ (Rohit Sharma) ઓવલ ટેસ્ટમાં (Oval Test) સદી ફટકારી તહેલકો મચાવ્યો છે. રોહિતે મુશ્કેલ પરિસ્થિતિમાં ભારત માટે એક શાનદાર ઇનિંગ રમી અને દરેક ક્રિકેટ ફેન્સનું દિલ જીતી લીધું છે.

Rohit Sharma ની સદી પર ખુશીથી નાચી ઉઠી વાઈફ Ritika Sajdeh, કેપ્ટન Virat Kohli પણ પોતાને રોકી ના શક્યો

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના (Team India) હિટમેન (Hitman) રોહિત શર્માએ (Rohit Sharma) ઓવલ ટેસ્ટમાં (Oval Test) સદી ફટકારી તહેલકો મચાવ્યો છે. રોહિતે મુશ્કેલ પરિસ્થિતિમાં ભારત માટે એક શાનદાર ઇનિંગ રમી અને દરેક ક્રિકેટ ફેન્સનું દિલ જીતી લીધું છે.

રોહિતે સિક્સ ફટકારી પૂરી કરી સદી
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટમાં (IND vs ENG 4th Test) રોહિત શર્માએ (Rohit Sharma) મોઈન અલીના (Moeen Ali) બોલ પર સિક્સ ફટકારી તેની ટેસ્ટ કરિયરની 8 મી સદી પૂરી કરી હતી. આ વિદેશી જમીન પર હિટમેનની (Hitman) પ્રથમ ટેસ્ટ સદી છે.

વિરાટે આપ્યું સ્ટેન્ડિંગ ઓવેશન
રોહિત શર્માએ (Rohit Sharma) જેવી સિક્સ મારી તેની સદી પૂરી કરી ત્યારેજ ટીમ ઇન્ડિયાના (Team India) તમામ ખેલાડીઓ અને સ્પોર્ટ સ્ટાફે હિટમેનને (Hitman) સ્ટેન્ડિગ ઓવેશન આપ્યું. વિરાટ કહોલી (Virat Kohli) પણ ખુશીથી નાચી ઉઠ્યો હતો.

Tune into Sony Six (ENG), Sony Ten 3 (HIN), Sony Ten 4 (TAM, TEL) & SonyLIV (https://t.co/AwcwLCPFGm ) now! 📺#ENGvINDOnlyOnSonyTen #BackOurBoys #RohitSharma pic.twitter.com/4HDSE276Ow

— Sony Sports (@SonySportsIndia) September 4, 2021

વાઈફ રિતિકાએ કર્યું સેલિબ્રેશન
રોહિત શર્માની (Rohit Sharma) વાઈફ રિતિકા સજદેહ (Ritika Sajdeh) પણ ઓવલ ટેસ્ટ (Oval Test) દરમિયાન સ્ટેડિયમમાં હાજર હતી. રિતિકાએ ઉભા થઈને તેના પતિની સફળતાનું સેલિબ્રેશન કર્યું, તેની ખુશી જોવા લાયક હતી, જે કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

— England's Barmy Army (@TheBarmyArmy) September 4, 2021

127 રન બનાવી આઉટ થયો રોહિત
રોહિત શર્મા (Rohit Sharma) ત્યારબાદ વધારે સમય સુધી ક્રિઝ પર ટકી શક્યો નહીં. તે ઓલી રોબિન્સનના (Ollie Robinson) બોલ પર એક ખોટો શોટ રમ્યો અને ક્રિસ વોક્સના (Chris Woakes) હાથે કેચ આઉટ થયો. રોહિતે 256 બોલમાં 14 ફોર અને સિક્સની મદદથી 127 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news