Ritika Sajdeh થી પહેલા આ એક્ટ્રેસ હતી Rohit Sharma નો પ્રેમ, Virat Kohli એ કરાવ્યું હતું બ્રેકઅપ

ટીમ ઇન્ડિયાના 'હિટમેન' અને આઈપીએલ (IPL) ટીમ મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) 30 એપ્રિલે પોતાનો 34 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. હાલમાં રોહિત દુનિયાનો સર્વશ્રેષ્ઠ ઓપનર છે

Ritika Sajdeh થી પહેલા આ એક્ટ્રેસ હતી Rohit Sharma નો પ્રેમ, Virat Kohli એ કરાવ્યું હતું બ્રેકઅપ

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના 'હિટમેન' અને આઈપીએલ (IPL) ટીમ મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) 30 એપ્રિલે પોતાનો 34 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. હાલમાં રોહિત દુનિયાનો સર્વશ્રેષ્ઠ ઓપનર છે. રોહિત દુનિયામાં જેટલો તેની રમત વિશે ચર્ચામાં છે, એટલો જ તે તેના લવ લાઇવ વિશે પણ પ્રખ્યાત છે.

વિરાટ કોહલીના કારણે થયું હતું બ્રેકઅપ
રોહિત શર્મા (Rohit Sharma) એક વખત બોલિવૂડ અભિનેત્રીના પ્રેમમાં પડ્યો હતો. પરંતુ રોહિતનું બ્રેકઅપ તેના સાથી સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને (Virat Kohli) કારણે થયું હતું. આ અભિનેત્રીનું નામ સોફિયા હયાત (Sofia Hayat) છે. સોફિયા અને રોહિત એક બીજાને ડેટ કરી રહ્યા હતા, બાદમાં તેમના સંબંધો તૂટી ગયા. કોહલીના કારણે રોહિત અને સોફિયાના સંબંધો સમાપ્ત થયા. એક સમયે, સોફિયાએ જાતે એક ટ્વીટ દ્વારા આ મુદ્દો સ્પષ્ટ કર્યો હતો.

બાદમાં રિતિકા સાથે થયા લગ્ન
સોફિયાથી બ્રેકઅપ થયા બાદ રોહિત શર્માનું (Rohit Sharma) દિલ રિતિકા સજદેહ (Ritika Sajdeh) પર આવ્યું. રોહિત અને રિતિકાની મુલાકાત પ્રોફેશનલ હતી, પરંતુ પછીથી તેઓ મિત્ર બની ગયા. બાદમાં બંનેના ડિસેમ્બર 2015 માં લગ્ન થયાં હતાં. આ પછી આ દંપતીએ એક પુત્રીને જન્મ આપ્યો, જેનું નામ અદાબ્રા છે. રિતિકા અને રોહિતની જોડી ક્રિકેટ જગતમાં ખૂબ પ્રખ્યાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news