ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક વર્ષમાં ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી કરી 340 કરોડ રૂપિયાની કમાણી

આ યાદીમાં વિશ્વના ઘણા સેલેબ્રિટીઓ સામેલ છે. તેમાં કાઇલી જેનર, સેલેના ગોમેજ અને પ્રિયંકા જેવી વ્યક્તિઓ રોનાલ્ડોની ઇન્સ્ટાગ્રામથી થતી કમાણીથી ઘણી પાછળ છે. 

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક વર્ષમાં ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી કરી 340 કરોડ રૂપિયાની કમાણી

લિસ્બનઃ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોતાના કરોડો પ્રશંસકોની મદદથી ફુટબોલ કરતા વધુ કમાણી ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી કરી લે છે. તેણે પાછલા વર્ષે પેડ ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી આશરે 340 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જ્યારે જુવેન્ટ્સ ક્લબમાં તેનું વાર્ષિક પેકેજ 242 કરોડ રૂપિયાનું છે. એક રિપોર્ટ પ્રમાણે, રોનાલ્ડેને ઇન્સ્ટાગ્રામ પર દરેક સ્પોન્સર્ડ પોસ્ટ માટે આશરે 6.9 કરોડ રૂપિયા મળ્યા છે. સોશિયલ મીડિયાથી કમાણીના મામલામાં રોનાલ્ડો બાદ લિયોનલ મેસી આ યાદીમાં બીજા સ્થાને છે. સ્પેનિશ ક્લબ બાર્સિલોનાના ખેલાડી મેસીએ 36 પોસ્ટથી આશરે 165 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ક્રિકેટ ખેલાડી વિરાટ કોહલી એક વર્ષમાં આશરે 8.3 કરોડ રૂપિયાની કમાણીની સાથે યાદીમાં 11મા નંબર પર છે. 

આ યાદીમાં વિશ્વના ઘણા સેલેબ્રિટીઓ સામેલ છે. તેમાં કાઇલી જેનર, સેલેના ગોમેજ અને પ્રિયંકા જેવી વ્યક્તિઓ રોનાલ્ડોની ઇન્સ્ટાગ્રામથી થતી કમાણીથી ઘણી પાછળ છે. સોશિયલ મીડિયા મેનેજમેન્ટ કંપની હોપર એચક્યૂના રિપોર્ટ પ્રમાણે રોનાલ્ડો ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરાતી સેલિબ્રિટી છે. તેના 18.60 કરોડ ફોલોઅર્સ છે. 

વિરાટ કોહલી યાદીમાં માત્ર જગ્યા બનાવવામાં સફળ થયો
હોપર એચક્યૂની પ્રતિનિધિ નિકોલા ક્રોનિને જણાવ્યું કે, રોનાલ્ડોની લોકપ્રિયતાનો અંદાજ તેનાથી લગાવી શકાય કે કંપનીઓએ તેની સુધી પહોંચવા માટે આશરે 8 કરોડ રૂપિયાની ચુકવણી કરવી પડી રહી છે. બીજીતરફ વિરાટ કોહલીએ પાછલા મહિને ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોલોઅર્સની સંખ્યા 10 કરોડને પાર કરી લીધી છે. પરંતુ તે આ યાદીમાં માત્ર જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. રોનાલ્ડો અને મેસીની તુલનામાં તેની આવખ ખુબ ઓછી છે. આ યાદીમાં ટોપ-10 સેલિબ્રિટીમાથી 6 ખેલાડી છે. 

ફેસબુકની માલિકી વાળી આ ફોટો-વીડિયો શેયરિંગ એપમાં અત્યાર સુધી સૌથી વધુ  કમાણી કરનારમાં કાઇલી જેનર અને સેલેના ગોમેજ સામેલ છે. ત્યારબાદ ભારતની દેસી ગર્લ પ્રિયંકા ચોપડાનો નંબર આવે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 5 કરોડથી વધુ ફોલોઅર્સ છે. તે એક પોસ્ટ માટે આશરે 1.87 કરોડ રૂપિયાનો ચાર્જ કરે છે અને લિસ્ટમાં 19મા સ્થાન પર છે. 

યૂ-ટ્યૂબઃ શ્રુતિ, તન્મય સહિત ઘણી સેલિબ્રિટીઝના કરોડો વ્યૂઅર્સ
ભારતમાં પણ વીડિયો શેયરિંગ એપને લઈને દીવાનગી વધતી જાય છે. યૂ-ટ્યૂબથી કમાણી કરનાર શ્રૃતિ આનંદ યૂ-ટ્યૂબ સેલિબ્રિટી બની ચુકી છે. શ્રુતિ યૂ-ટ્યૂબ પર બ્યૂટી ટિપ્સના વીડિયો પોસ્ટ કરી દર મહિને 10થી 35 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે. તે મેકઅપ ક્વીનના નામથી જાણીતી છે. તેના આશરે 6 કરોડ વ્યૂઅર્સ છે. આ સિવાય તન્મય ભટ્ટ અને એન્જિનિયર કનન ગિલ પોતાની કોમેડીના માધ્યમથી કરોડો વ્યૂઅર્સ બનાવીને લાખોની કમાણી કરી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news