SA vs ZIM: આફ્રિકન કેપ્ટન ડુ પ્લેસિસે ટોસ જીતવા માટે બનાવી આ ખાસ રણનીતિ

ઝિમ્બાબ્વે વિરુદ્ધ 9 ઓક્ટોબરે જ્યારે ટી20 શ્રેણીની શરૂઆથ થઈ તો શ્રેણીના પ્રથમ મેચમાં કેપ્ટન ડુ પ્લેસિસ ટોસ સમયે પોતાની ટીમના સાથે ખેલાડી ડેપી ડ્યૂમનીને સાથે લાવ્યો. 
 

SA vs ZIM: આફ્રિકન કેપ્ટન ડુ પ્લેસિસે ટોસ જીતવા માટે બનાવી આ ખાસ રણનીતિ

નવી દિલ્હીઃ આ દિવસોમાં ક્રિકેટના રંગ-રૂપમાં સતત ફેરફાર થતો રહ્યો છે. મેચ જીતવા માટે ખેલાડી નવી-નવી રણનીતિઓ અને નવા-નવા શોટ્સની શોધ કરી રહ્યાં છે. પરંતુ મેચમાં થનારા ટોસને પણ તે પોતાના પક્ષમાં કરવા માટે પોતાની કિસ્મતને નવા અંદાજમાં અજમાવી રહ્યાં છે. સાઉથ આફ્રિકાના ત્રણેય ફોર્મેટના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ ટોસ જીતવામાં પોતાને લકી માનતો નથી. તેથી તેણે ટોસ જીતવા માટે નવી રણનીતિ અપનાવી છે. 

ઝિમ્બાબ્વે વિરુદ્ધ 9 ઓક્ટોબરે જ્યારે ટી20 શ્રેણીની શરૂઆથ થઈ તો શ્રેણીના પ્રથમ મેચમાં કેપ્ટન ડુ પ્લેસિસ ટોસ સમયે પોતાની ટીમના સાથે ખેલાડી ડેપી ડ્યૂમનીને સાથે લાવ્યો. અહીં ફાફની જગ્યાએ સિક્કો ટીમના સાથી ખેલાડી જેપી ડ્યૂમિનીએ ઉછાળ્યો અને આ અંદાજમાં સાઉથ આફ્રિકા ટોસ જીતી ગયું. ટોસ જીત્યા બાદ ડ્યૂમિનીએ પોતાના કેપ્ટન સાથે ઉજવણી કરી અને ત્યાંથી ચાલ્યો ગયો હતો. 

ત્યારબાદ ડુ પ્લેસિસે ટીમની રણનીતિના આધાર પર પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. સાઉથ આફ્રિકાની ટીમે આ મેચ 34 રનથી પોતાના નામે કર્યો હતો. રવિવારે શ્રેણીનો ત્રીજો મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગયો અને સાઉથ આફ્રિકાએ શ્રેણી 2-0થી પોતાના નામે કરી લીધી હતી. શ્રેણી પૂરી થયા બાદ ડુ પ્લેસિસે પોતાના ઇંન્સટાગ્રામ એકાઉન્ટ પર પહેલા ટી-20 મેચના ટોસનો વીડિયો શેર કર્યો છે. 

આફ્રિકી કેપ્ટને લખ્યું, મને જે પસંદ છે તે કરુ છું, અમે જે પણ કરીએ તેમાં કંઇક ફન હોવું જરૂરી છે, ખાસ કરીને ટી20 ક્રિકેટમાં! લગભગ આવું જ શરૂ થઈ ગયું છે. જેપી ડ્યૂમિની સિક્કો ઉછાળવામાં માહિર છે. 

A post shared by Faf du plessis (@fafdup) on

મહત્વનું છે કે સાઉથ આફ્રિકાના નિયમિત કેપ્ટન ડુ પ્લેસિસ માર્ચમાં રમાયેલી જોહનિસબર્ગ ટેસ્ટથી ટોસ જીતવામાં અસફળ થઈ રહ્યો હતો,. જ્યારથી ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી સતત બે ટેસ્ટ, શ્રીલંકા સામે 3 વનડેમાં ટોસ હારી ચુક્યો હતો. જ્યારે તે ઝિમ્બાબ્વે વિરુદ્ધ ઈજામાંથી વાપસી કર્યાં બાદ ત્રીજી વનડેમાં પણ ટોસ હારી ગયો હતો. 

ડુ પ્લેસિસ સતત ટોસ હારવાથી પરેશાન હતો, તો તેણે ટોસ જીતવા માટે આ ચાલ ચાલી હતી. સાઉથ આફિકા માટે ટોસ જીતનાર ડ્યૂમિની આ મેચની પ્લેઇંગ XIમાં પણ ન હતો. પરંતુ ફાફ તેને ટોસ જીતવાના મામલામાં માહિર માને છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news